શ્યામલાલ યાદવ : રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવાના મુદ્દા પર ભાજપ કોંગ્રેસને બેકફૂટ પર મૂકવાનો પ્રયત્ન કરી રહી છે. એમ કહેતા કે આ ટિપ્પણી કોંગ્રેસનો OBC વિરોધી પૂર્વગ્રહ દર્શાવે છે. એક કારણ છે કે શાસક પક્ષને લાગે છે કે જ્યારે પછાત વર્ગોની વાત આવે છે ત્યારે તેમનો હાથ ઉપર રહે છે. ભારતમાં ઈમરજન્સી પછીની રાજનીતિના ઈતિહાસમાં ઓબીસીના સમર્થનની વાત આવે ત્યારે સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ નદારદ હોવાનો ઉદાહરણો ઘણા છે. ખાસ કરીને કોંગ્રેસ સરકારો દ્વારા શરૂ કરવામાં આવેલા નીતિગત ફેરફારો માટે શ્રેયનો દાવો કરવામાં તેની નિષ્ફળતા છે.
આઝાદી બાદથી જ કોંગ્રેસ ઓબીસી પ્રશ્ને સંઘર્ષ કરી રહી છે. ત્યારપછીના વર્ષોમાં છાત વર્ગોએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત ઉપરાંત રાજકીય પ્રતિનિધિત્વની તર્જ પર ક્વોટાની માંગણી કરી. 1953માં જવાહરલાલ નેહરુ સરકારે કાકા કાલેલકરના નેતૃત્વમાં પ્રથમ OBC કમિશનની રચના કરી હતી. તેણે 1955માં તેનો અહેવાલ રજૂ કર્યો હોવા છતાં તે ધૂળ ખાતો રહ્યો હતો.
ધીરે ધીરે હિન્દી હાર્ટલેન્ડમાં ઓબીસી લોકો રામ મનોહર લોહિયા તરફ વળ્યા. 60ના દાયકાની શરૂઆતમાં તેમના રાજકારણને શક્તિ આપી. તેમના મૃત્યુ પછી ચરણ સિંહ તેમના નેતા તરીકે ઉભરી આવ્યા.
એપ્રિલ 1977માં એનડી તિવારીની આગેવાની હેઠળ યૂપીમાં કોંગ્રેસ સરકારે ઓબીસી માટે સરકારી નોકરીઓમાં 15 ટકા અનામતની જાહેરાત કરી હતી. દેશમાં આ પ્રકારનું પહેલું પગલું હતું. એક અઠવાડિયાની અંદર કેન્દ્રમાં મોરારજી દેસાઈની આગેવાની હેઠળની જનતા પાર્ટીની સરકાર દ્વારા તિવારી સરકારને બરતરફ કરવામાં આવી હતી જે કટોકટી પછી સત્તા પર આવી હતી.
યૂપીમાં રામ નરેશ યાદવની આગેવાની હેઠળની જનતા પાર્ટીની સરકાર હતી જેણે રાજ્યમાં આરક્ષણનો અમલ કર્યો અને તેનો શ્રેય લીધો હતો. રાજ્યમાં ઓબીસી ક્વોટા માટેના દબાણને પણ કોંગ્રેસના અન્ય નેતા એચ એન બહુગુણા દ્વારા ચલાવવામાં આવ્યું હતું. જેમણે મુખ્યમંત્રી તરીકે આ મુદ્દા પર છેડીલાલ સાથી કમિશનની રચના કરી હતી. એવા સમયે જ્યારે યૂપીમાં કોંગ્રેસનો લગભગ સફાયો થઈ ગયો છે. ઓબીસી ભાવનાઓને પકડવામાં નિષ્ફળતાના કારણે કદાચ આ બન્યું છે.
આ પણ વાંચો – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહાર, કહ્યું- ભાજપની ગુજરાત અને પૂર્વોત્તર જીતથી વિપક્ષો ડરી ગયા
પાછળથી 1990માં કોંગ્રેસને OBC ન્યાયની રાજનીતિમાં વધુ એક ફટકો પડ્યો જ્યારે તેના બળવાખોર નેતા વી પી સિંહ, કેન્દ્રમાં જનતા દળ સરકારના વડા તરીકે, મંડલ કમિશનના અહેવાલના અમલીકરણની જાહેરાત કરી. મંડલ કમિશનની રચના 1978માં મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવી હતી અને તેનો અહેવાલ 1980માં સુપરત કરવામાં આવ્યો હતો. જોકે 14 વર્ષ આ અહેવાલ ધૂળ ખાતો હતો, જેમાંથી મોટાભાગનો સમય કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર રહી હતી.
યૂપી અને બિહારમાં આ રીતે સમગ્ર કોંગ્રેસ વિરોધી લડાઈનું નેતૃત્વ ઓબીસી નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પહેલા લોહિયા પછી ચરણ સિંહ જેમાંથી કોઈ પણ ઓબીસી ન હતું. પાછળથી યૂપીમાં મુલાયમસિંહ યાદવ, બિહારમાં લાલુ પ્રસાદ અને મધ્ય પ્રદેશના શરદ યાદવ જેવા પ્રાદેશિક ઓબીસી નેતાઓનો ઉદય થયો હતો. યૂપી, હરિયાણા અને રાજસ્થાનમાં જાટોના સમર્થનથી કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઇ હતી.
વી પી સિંહની બાયોગ્રાફી, મંજીલ સે જ્યાદા સફરમાં, રામ બહાદુર રાય તેમને ટાંકતા કહે છે કોંગ્રેસના નેતાઓ સત્તાના સમીકરણોથી ગ્રસ્ત હતા. તેઓ સામાજિક સમીકરણો અને થઈ રહેલા ફેરફારો સાથે ઓછામાં ઓછા ચિંતિત હતા. જ્યારે પક્ષ ચૂંટણી હારે ત્યારે પણ તેઓ ચિંતા કરતા નથી. કોંગ્રેસ એક દાયકો ગુમાવી દીધો છે. તે મંડલની ઘટનાને સમજવામાં અસમર્થ હતી. ગઠબંધનની તાકાત સમજવામાં ઘણો સમય લાગ્યો. રાજનીતિ બદલાઈ ગઈ છે તે સમજવામાં કોંગ્રેસને 15 વર્ષ લાગ્યા હતા. ભાજપે ગઠબંધનના મુદ્દાઓ પર કોંગ્રેસ કરતાં વધુ સુગમતા દર્શાવી છે.
એક ક્ષેત્ર કે જેના પર ભાજપે આ સુગમતા દર્શાવી હતી તે મુલાયમનો મુકાબલો કરવા માટે યૂપીમાં લોધ રાજપૂત કલ્યાણ સિંહ જેવા ઓબીસી નેતાઓને પ્રોજેક્ટ કરવાનો હતો. સમાજવાદી પાર્ટીના યાદવ-મુસ્લિમ કેન્દ્રની બહાર મુલાયમના સમર્થનનો આધાર વિભાજીત થવા લાગ્યો. કલ્યાણ સિંહે ભાજપની પાછળ ઘણા નાના ઓબીસી સમુદાયોને ભેગા કર્યા અને’યાદવ સિવાયની ઓબીસી’ વોટ બેંક બનાવી હતી.
આ પણ વાંચો – મોદી અટક ધરાવતા લોકો કેટલા? કઈ જાતિના લોકો આ સમુદાય સાથે સંકળાયેલા છે?
જ્યારે કલ્યાણ સિંહ અને ઉમા ભારતી જેવા ઓબીસી નેતાઓ પાર્ટીમાં બળવાખોર બન્યા, ત્યારે ભાજપે સમુદાયોને રાજકીય રીતે સમાવવા માટે દરેક સ્તરે તેના નેતૃત્વમાં સુધારો કર્યો.
કલ્યાણના અનુગામી રામ પ્રકાશ ગુપ્તાએ (નવેમ્બર 1999-ઓક્ટોબર 2000) યૂપીમાં જાટને ઓબીસીનો દરજ્જો આપ્યો. મુલાયમ તેમજ બીએસપી વડા માયાવતીને તેમના દલિત સમર્થન આધાર સાથે નબળા પાડવાના પ્રયાસમાં, રાજનાથ સિંહની સરકારે ઓબીસી અને દલિતોને વિભાજીત કરવા માટે “આરક્ષણમાં અનામત”નો વિચાર રજૂ કર્યો હતો.
2006માં OBC રાજકારણમાં બીજી નિર્ણાયક ક્ષણ આવી. UPA-1 સરકારમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી તરીકે અર્જુન સિંહે કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં OBC માટે 27 ટકા અનામત આપવાના દબાણ સામે લડત આપી હતી, જે મંડલ રિપોર્ટના અમલીકરણ પછીથી પેન્ડિંગ હતો. ઓબીસીની તરફેણમાં આ સૌથી મોટો સરકારી નિર્ણયો પૈકીનો એક હતો, પરંતુ કોંગ્રેસને ફરી ભાગ્યે જ તેનાથી કોઈ ફાયદો થયો.
2010માં યૂપીએ-2 સરકારે જાતિની વસ્તી ગણતરી માટે હિલચાલ શરૂ કરી. ત્યારબાદ કાયદા મંત્રી વીરપ્પા મોઈલીએ 2011ની વસ્તી ગણતરીમાં જાતિ/સમુદાયના ડેટાના સંગ્રહ માટે તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખ્યો હતો. 1 માર્ચ, 2011ના રોજ લોકસભામાં ટૂંકા ગાળાની ચર્ચા દરમિયાન ગૃહમંત્રી પી ચિદમ્બરમે તેનો વિરોધ કર્યો હતો. હોબાળાના દ્રશ્યો વચ્ચે પીએમ સિંહે કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે કેબિનેટ ટૂંક સમયમાં નિર્ણય લેશે. બાદમાં તેના પર તત્કાલિન નાણામંત્રી પ્રણવ મુખર્જીના નેતૃત્વમાં મંત્રીઓના જૂથની રચના કરવામાં આવી હતી.
ઘણા રાઉન્ડની ચર્ચાઓ પછી યૂપીએ સરકારે તેના બદલે પૂર્ણ કક્ષાની સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી (SECC) માટે જવાનું નક્કી કર્યું, જે લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યું હતું. જાતિના ડેટાને બાદ કરતા SECC ડેટાને 2016માં બે મંત્રાલયો દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જોકે તે અનુઉપલબ્ધ રહે છે. જ્યારે પણ OBCના પેટા-વર્ગીકરણ પર જસ્ટિસ રોહિણી કમિશન જેવી સંસ્થાઓએ SECC ડેટા માંગ્યો છે ત્યારે તેમને કહેવામાં આવ્યું છે કે તે વિશ્વસનીય નથી.
2019ની લોકસભાની ચૂંટણી પહેલા તત્કાલીન ગૃહમંત્રી રાજનાથ સિંહે 2021ની વસ્તી ગણતરીમાં ઓબીસીની ગણતરી કરવામાં આવશે તેવી જાહેરાત કરી હોવા છતાં ભાજપ પણ આ મુદ્દે મૌન છે.
વાસ્તવમાં જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાની હેઠળની ભાજપે મહેનતપૂર્વક OBC સમર્થનનો આધાર તૈયાર કર્યો છે, ત્યારે મોદી સરકારે વીપી સિંહ અને અર્જુન સિંહની આગેવાની હેઠળના પગલાં લીધાં નથી. ઓબીસી માટે ક્રિમીલેયર માપદંડનું પુનરાવર્તન બે વર્ષથી વિલંબિત છે.
તેલંગણાના કોંગ્રેસના નેતા વી હનુમંત રાવ, જેમણે પછાત વર્ગોની માંગણીઓને અનુસરવા માટે OBC સાંસદોનું એક મંચ બનાવ્યું હતું. તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે કોંગ્રેસે ઓબીસીના કલ્યાણ માટે ઘણું કર્યું છે. ભાજપના નેતાઓ માત્ર તેમની ઓબીસી અટક લોકપ્રિય બનાવે છે અને તેમના માટે કંઈ કરતા નથી. ઓબીસીના ઘણા પડતર મુદ્દાઓ પર હું ઓબીસી સાંસદો સાથે ત્રણ વખત વડાપ્રધાન મોદીજીને મળ્યો છું પરંતુ સરકારે હજુ સુધી તેમના પર કોઈ પહેલ કરી નથી.
જોકે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ સ્વીકાર્યું કે પાર્ટી ક્રેડિટ ગેમમાં હારી ગઈ છે. પાર્ટીએ યોગ્ય વ્યક્તિને નિમણૂક કર્યો નથી જેના કારણે નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
જોકે હજુ પણ ઓબીસી અંગે કોઈ નિર્ણાયક સંખ્યા નથી. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે 27% અનામત માટે ઓબીસીની કેન્દ્રીય સૂચિમાં 2600 થી વધુ જાતિઓને સૂચિબદ્ધ કરી છે. મંડલ કમિશનના અહેવાલમાં ભારતની વસ્તીના 52% પર ઓબીસીનો સમાવેશ થાય છે. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના 61મા રાઉન્ડ પર આધારિત અહેવાલ, ઓક્ટોબર 2006માં બહાર પાડવામાં આવ્યો હતો જેમાં આ 41% છે.