Bihar : લાલુ યાદવ-રાબડી દેવીના ઘરની બહાર લાગેલા પોસ્ટર પર મંદિરને ગણાવ્યું માનસિક ગુલામીનું પ્રતિક, જેડીયુએ વ્યક્ત કરી નારાજગી

Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન પટનામાં વિવાદિત પોસ્ટર લગાવવામાં આવ્યા છે

Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન પટનામાં વિવાદિત પોસ્ટર લગાવવામાં આવ્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
RJD MLA | RJD MLA Fateh Bahadur

પટનામાં લાલુ પ્રસાદ-રાબડી દેવીના આવાસની બહાર વિવાદિત પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં મંદિરને માનસિક ગુલામીનું પ્રતિક ગણાવાયું છે (તસવીર - સોશિયલ મીડિયા)

Bihar News : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન પટનામાં વિવાદિત પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પટનામાં લાલુ પ્રસાદ-રાબડી દેવીના આવાસની બહાર વિવાદિત પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં મંદિરને માનસિક ગુલામીનું પ્રતિક ગણાવાયું છે. જેડીયુએ પણ આ પોસ્ટર સામે વાંધો ઉઠાવ્યો છે.

Advertisment

પોસ્ટર પર એક ક્વોટ લખેલો છે જેના અંતમાં સાવિત્રીબાઈ ફૂલેનું નામ લખવામાં આવ્યું છે. તેમાં લખ્યું છે કે મંદિર એટલે માનસિક ગુલામીનો માર્ગ અને સ્કૂલનો મતલબ થાય છે જીવનમાં પ્રકાશનો માર્ગ. જ્યારે મંદિરની ઘંટડી વાગે છે ત્યારે તે આપણને સંદેશ આપે છે કે આપણે અંધશ્રદ્ધા, દંભ, મૂર્ખતા અને અજ્ઞાન તરફ આગળ વધી રહ્યા છીએ અને જ્યારે શાળાની ઘંટડી વાગે છે ત્યારે આપણને સંદેશો મળે છે કે આપણે તર્કપૂર્ણ જ્ઞાન, વૈજ્ઞાનિકતા અને પ્રકાશ તરફ આગળ વધી રહ્યા છીએ. હવે તારે નક્કી કરવાનું છે કે તારે કઈ તરફ જવું જોઈએ?

આ પોસ્ટરમાં આરજેડી ધારાસભ્ય ફતેહ બહાદુર સિંહનો ફોટો છે. ફતેહ બહાદુર સિંહ વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. આ પહેલા તેમણે માતા સરસ્વતી વિશે વિવાદિત વાતો કહી હતી. તેમણે મા સરસ્વતીને ચરિત્રહીન ગણાવ્યા હતા. તેમના આ નિવેદન બાદ જેડીયુએ પણ વાંધો ઉઠાવ્યો છે અને તેમને સલાહ પણ આપી છે.

આ પણ વાંચો - લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 290 સીટો પર ઉમેદવાર ઉતારશે, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?

Advertisment

જેડી(યુ)ના પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે પહેલી વખત ધારાસભ્ય બનેલા જેમનું નામ ફતેહ બહાદુર સિંહ છે, પરંતુ તેમનું કામ કાયર બહાદુર સિંહ જેવું છે. તેઓ દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરે છે, પરંતુ તેમની જ પૂજામાં લોકોના ઘરે પણ જાય છે અને ભોજ પણ ખાય છે. તેઓ લોકોના ઘરે જાય છે અને લગ્ન સમારોહમાં ભાગ લે છે. જો તે એવું માને છે તો તેમણે ત્યાં પણ ન જવું જોઈએ.

નીરજ કુમારે કહ્યું કે કાયર બહાદુર સિંહે જાહેરાત કરવી જોઈએ કે જેમના ઘરમાં પૂજા થાય છે, અગરબત્તી થાય છે, મંત્રોચ્ચાર સાથે લગ્ન સંપન્ન થાય છે, તેમના ઘરે ક્યારેય નહીં જઇએ. નહીં તો જનતા રાહ જુએ છે અને સમય આવે ત્યારે આવી વ્યક્તિનો ઇલાજ કરે છે.

Ayodhya રામ મંદિર bihar