coromandel expres derails latest updates: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 900થી વધારે લોકો ઘાયલ થયા છે જ્યારે 233 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. શુક્રવારે સાંજના સમયે જ્યારે પહેલી ટ્રેન દુર્ઘટનાના સમાચાર મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવ્યા હતા કે કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી સાથે ટકરાઈ હતી પરંતુ થોડા સમયબાદ રેલવે પ્રવક્તા અમિતાભ શર્માએ મીડિયા સાથે સાંજે આશરે 7 વાગ્યે શાલીમાર-ચેન્નઈ કોરોમાંડલના 10થી 12 ડબ્બા રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી ગયાહતા. જોકે થોડા સમય બાદ એજ ટ્રેક ઉપર આવી રહેલી યશવંતપુરથી હાવડા જનારી ટ્રેન ડબ્બા ઉર ચઢી ગઈ હતી. જેના કારણે ત્રણ ડબ્બા ઉતરી ગયા હતા.
એએનઆઈના સમાચાર પ્રમાણે ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મરનારની સંખ્યા અત્યાર સુધી 233 થઈ ગઈ છે અને 900 યાત્રીઓ ઘાયલ થયા છે. મોડી રાત્રે ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ અંગે પુષ્ટી કરી હતી.
ચાલો જાઈએ 10 પોઈન્ટ્સમાં ઓડિશા ટ્રેન દુર્ઘટનાની જાણકારી
1- ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે NDRF SDRFની ટીમો ઘટના સ્થળ પર છે. 600-700 રેસ્ક્યૂ ફોર્સ ત્યાં કામ કરી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન આખી રાત ચાલ્યું. અમારી પ્રાથમિકતા ઘાયલોને બચાવવાની અને તેમની સારવાર કરવાની છે.
2 – દુર્ઘટના બાદ બાલાસોર શહેરની દરેક હોસ્પિટલમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. 50 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલી દેવાઈ હતી. જ્યારે ઘાયલોની સંખ્યા અંગે જાણકારી મળી ત્યારે બસોને પણ કામે લગાડી દીધી હતી. લોકલ ડોક્ટર્સ ઉપરાંત અન્ય જિલ્લાથી 50 ડોક્ટરોને પણ બાલાસોર પહોંચવા માટે કહ્યું હતું.
3 – ઓડિશાના વિશેષ રાહત આયુક્ત સત્યવ્રત સાહૂએ કહ્યું કે 47 લોકોને બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પટિલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે 132 ઘાયલોને સોરો, ગોપાલપુર અને ખાંટાપાડ સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે.
4 – બાલાસોર ટ્રેન દુર્ઘટના પર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ સહિત તમામ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 233 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 900 લોકો ઘાયલ થયા છે.
5 – પીટીઆઇના એક રિપોર્ટ પ્રમાણે પાટા પરથી ઉતરેલા ડબ્બામાં અનેક લો ફંસાયા હતા અને સ્થાનિક લોકો તેમને બચાવવા માટે રેસ્ક્યૂ ટીમની મદદ કરી રહ્યા હતા. પરંતુ અંધારા હોવાના કારણે રાહત અભિયાનમાં અડચણ આવી રહી હતી.
6 – બાસાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટના બાદ રેલવેએ હેલ્પલાઇન નંબર રજૂ કર્યો છે. રેલવેએ હાવડા – 033-26382217, ખડગપુર – 8972073925, 9332392339, બાલાસોર- 8249591559, 7978418322, કોલકાત્તા શાલીમાર – 99033707461
7- દુર્ઘટના બાદ રેલવે રુટ પર ટ્રેનોનું સંચાલન રોકાઇ ગયું, દુર્ઘટના બાદ સિયાલદા પુરી દુરંતો એક્સપ્રેસ સહિત 18 ટ્રેનોને કેન્સલ કરી દીધી હતી
8 – રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે બાલાસોરમાં દુર્ઘટનાની જગ્યા પર જઇ રહ્યા છે. ભુવનેશ્વર અને કોલકાત્તાથી રેસ્ક્યૂ ટીમ મોકલવામાં આવી છે. એરફોર્સ અને અન્ય ટીમોને પણ રેસ્ક્યૂમાં લગાવવામાં આવી રહ્યા છે. તેમણે પીડિત પરિવારો અને ઘાયલોને મદદ કરવાની જાહેરાત કરી હતી. પીએમઓ તરફથી પણ મદદની જાહેરાત કરી છે.
9 – પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓની સાથે ધ્યાન રાખી રહ્યા છે. બેનર્જીએ કહ્યું પશ્વિમ બંગાળ સરકાર ઓડિસા સરકાર અને દક્ષિણ પૂર્વ રેલવેની સાથે સમન્વય કરી રહી છે.
10 – તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રેલવે દુર્ઘટના થયા બાદ ઓડિશાએ પોતાના સમકક્ષ નવીન પટનાયક સાથે વાત કરવાની જાહેરા કરી હતી તે ટ્રેનમાં સવાર તમિલનાડુના લોકોને બચાવના સમન્વય માટે ચાર સભ્યની પેનલની તૈનાતી કરી રહ્યા છે.





