scorecardresearch

Covid-19 updates: ઉત્તર પ્રદેશમાં કસ્તૂરબા ગાંધી સ્કૂલની 38 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ, ગુજરાતમાં કેવી છે સ્થિતિ?

coronavirus latest updates : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં આવેલી કસ્તૂરબા ગાંધી વિદ્યાલયમાં એક સાથે 39 વિદ્યાર્થિનીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

coronavirus case in uttar pradesh Lakhimpur Kheri covid
વિદ્યાર્થિનીઓનો કોરોના ટેસ્ટ (ફાઇલ તસવીર)

coronavirus latest updates: ગુજરાત સહિ દેશના તમામ રાજ્યોમાં કોરોના વાયરસે માંથું ઉચક્યું છે ત્યારે ઉત્તર પ્રદેશમાં રવિવારના રોજ હડકંપ મચી ગયો હતો. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં આવેલી કસ્તૂરબા ગાંધી વિદ્યાલયમાં એક સાથે 39 વિદ્યાર્થિનીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એક જ વિદ્યાલયમાંથી 39 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં હડકંપ મચી ગયો હતો. ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો રવિવારે ગુજરાતમાં કોરોના વાયરસના 303 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 118 નવા કેસો તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા.

ગુજરાતમાં કોરોના વાયરસના 303 નવા કેસો નોંધાયા, સૌથી વધારે કેસો અમદાવાદમાં

ગુજરાતમાં રવિવારે નવા કોરોનાના 303 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 118 કેસ નોંધાયા છે. જ્યારે 134 દર્દીઓને રજા આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના કારણે લોકોની સાથે સાથે સરકારની ઉંધ પણ હરામ કરી નાંખી છે. આરોગ્ય વિભાગે પણ તમામ રાજ્યોમાં કોરોનાની નવી એડવાઝરી બહાર પાડી દીધી છે.

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે કોરોનામાંથી 134 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 1697 એક્ટિવ કેસ છે. જ્યારે એક દર્દીનું મોત નીપજ્યું છે. આ ઉપરાંત 5 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 1692 દર્દીની તબિયત સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11053 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 27 માર્ચ : ‘વિશ્વ રંગમંચ દિવસ’ – શો મસ્ટ ગો ઓન

ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદ કોર્પોરેશનમાં 118 કેસ નોધાયા છે, ત્યારબાદ રાજકોટ કોર્પોરેશન 30, સુરત કોર્પોરેશન 25, મોરબી 17, વડોદરા 16, રાજકોટ 14, વડોદરા કોર્પોરેશન 14, સુરત 8, અમરેલી 6, જામનગર કોર્પોરેશન 6, મહેસાણા 6, સાબરકાંઠા 6, ભાવનગર કોર્પોરેશન 5, કચ્છ 5, બનાસકાંઠા 4, પાટણ 4, વલસાડ 4, ગાંધીનગર કોર્પોરેશન 3, પોરબંદર 3, અમદાવાદ 2, આણંદ 2, નવસારી 2, ભરૂચ 1, ભાવનગર 1 અને ખેડામાં 1 કેસ નોંધાયો છે.

કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાંથી 92 સેમ્પલમાંથી 39 પોઝિટિવ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મિતૌલીમાં આવેલી કસ્તૂરબા ગાંધી બાલિકા આવાસીય વિદ્યાલયમાં એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ મળી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીઓના સંપર્કમાં આવેલા 92 લોકોના સેમ્પલ લીધા હતા. ત્યારબાદ વિદ્યાલયમાંથી 39 વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત મળી હતી. આ સાથે સ્વાસ્થ્ય વિભાગની ટીમ પણ હરકતમાં આવી હતી. વિદ્યાલયને જ ક્વોરંટીન સેન્ટર બનાવવામાં આવી હતી. આખી સ્કૂલને સીલ કરી દીધી હતી.

એમઓ ડો. સંતોષ ગુપ્તાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ દરેકનું સ્વાસ્થ્ય ખતરાની બહાર છે. સાવચેતીના ભાગ રૂપે કોરોના વાયરસના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે. જો કોઈને તકલીફ હોય તો તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવશે. સીએમઓએ જણાવ્યું કે વિદ્યાલયને સીલ કરી દીધી છે.

આ પણ વાંચોઃ- ઉદ્ધવ ઠાકરેની રાહુલ ગાંધીને ચેતવણી, કહ્યું – વીર સાવરકરનું અપમાન સહન કરીશું નહીં

દિલ્હીમાં કોરોના વાયરસના નવા કેસોમાં ઉછાળો

બીજી દિલ્હીમાં કોરોના વાયરસે એકવાર ફરીથી લોકોને ડરાવ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણનો દર ઝડપથી વધી રહ્યો છે. રવિવારે કોરોના વાયરસના 153 નવા કેસો સામે આવ્યા હતા. ડેલી પોઝિટિવ રેટ વધીને 9.13 ટકા થયો હતો. નવા 139 કેસો નોંધાયા હતા

Web Title: Coronavirus alert uttar pradesh gujarat delhi covid 19 latest updates

Best of Express