BF.7 cases in India : ચીનમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે આખા વિશ્વમાં ભયનો માહોલ છે. કેન્દ્ર સરકાર પહેલાથી જ એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સતર્ક થયા છે. કોરોના વાયરસ સામે પહેલાથી જ પગલા લેવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દરેક રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોરોના સંબંધી હાલાત અને તૈયારીઓની વ્યવસ્થાનું અવલોકન કરવા માટે બપોરે ત્રણ બેઠક કરશે.
PMએ ગુરુવારે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી
ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની સ્થિતિને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. તેમણે અધિકારીઓને ખાસ કરીને એરપોર્ટ પર ચાલી રહેલી દેખરેખ વધારવા કહ્યું.
ગુજરાતમાં ગુરુવારે કોરોના વાયરસના 6 કેસ નોંધાયા, બીએફ 7ની આશંકા
કોરોનાનો આ ખતરનાક વેરિએન્ટની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ગુજરાતમાં ગુરુવારે કોવિડ-19ના નવા છ કેસ નોંધાયા હતા. અમદાવાદ અને ભાવનગર શહેરમાં બે-બે અને દાહોદ તાપી જેવા આદિવાસી જિલ્લામાં એક-એક કોરોના વાયરસના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ બીએફ-7ના આશંકા વચ્ચે રાજ્યમાં કોરોના વાયરસના 27 સક્રિય કેસ નોંધાયા છે.
રાજકોટમાં લગ્નમાં હાજરી આપવા માટે ઓસ્ટ્રેલિયાથી ગુજરાત આવેલી તાઇવાનની એક મહિલાનો બુધવારે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અન્ય એક આઇટી પ્રોફેશનલ વ્યક્તિ તેમની બે વર્ષની પુત્રી છે જે શાંઘાઇથી પોતાના પૈતૃક શહેર ભાવનગર પરત ફરી હતી. જોકે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી ડો જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, “મહિલા રાજકોટના યુવકની મંગેતર છે જે ઓસ્ટ્રેલીયામાં રહે છે. દંપતી 18 ડિસેમ્બરે અમદાવાદ પહોંચ્યા હતા અને રાજકોટમાંપોતાના ઘરે આવ્યાહ તા. 19 ડિસેમ્બરે મહિલામાં લક્ષણો દેખાયા હતા. તેમનો 20 ડિસેમ્બરે ટેસ્ટ કરાવ્યો હતો. બુધવારે તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. “
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એણઓએચ ડો આરકે સિન્હાએ જણાવ્યું હતું કે મહિલાના સેમ્પલ ગાંધીનગરના જૈવ પ્રોદ્યોગિકી અનુસંધાન કેન્દ્ર મોકલવામાં આવ્યો હતો. 35 વર્ષીય આઇટી પ્રોફેશનલ જેઓ શંઘાઈમાં કામ કરે છે તેમની બે વર્ષીય પુત્રી છે ઓ પોતાના શહેર ભાવનગરમાં આવ્યા હતા. ભાવનગરમાં તેનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. યુવક પોતાની પત્ની અને બે વર્ષની પુત્રી મંગળવારે શંઘાઇથી મુંબઈ પહોંચ્યા હતા. તેમને બુધવારે ખાંસી અને તાવ આવ્યો હતો. જેના પગલે કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યો હતો.