scorecardresearch

કોરોના વાયરસે ફરીથી માથું ઉચક્યું, કેન્દ્ર એલર્ટ મોડ પર, તપાસ માટે આપી નવી ગાઇડલાઇન

Covid-19 latest updates: સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી હતી કે કોવિડ-19 માટે ટેસ્ટિંગ જાળવી રાખવું ખુબ જ મહત્વનું છે. આદેશમાં કહેવાયું છે કે કોઈપણ ઉભરતા હોટસ્પોટની ઓળખ કરીને વાયરસના પ્રચારને રોકવા માટે જરૂરી પગલાં ઉઠાવવા ખાસ રીતે મહત્વપૂર્ણ છે.

Covid-19, coronavirus, covid new cases, corona cases in gujarat
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત.

દેશમાં કોરોના વાયરસે ફરથી ગતિ પકડી છે. દિવસને દિવસ કોવિડ-19ના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે 25 માર્ચના રોજ નવી ગાઇડલાઇન રજૂ કરી છે. સરકારે કેટલાક રાજ્યોમાં કોવિડ ટેસ્ટિંગ પર ધ્યાન દોર્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયે ચેતવણી આપી હતી કે કોવિડ-19 માટે ટેસ્ટિંગ જાળવી રાખવું ખુબ જ મહત્વનું છે. આદેશમાં કહેવાયું છે કે કોઈપણ ઉભરતા હોટસ્પોટની ઓળખ કરીને વાયરસના પ્રચારને રોકવા માટે જરૂરી પગલાં ઉઠાવવા ખાસ રીતે મહત્વપૂર્ણ છે.

કેન્દ્ર સરકારની એડવાઇઝરી

વાયરસના પ્રસારને રોકવા માટે સરકારે હાથની સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી એડવાઇઝરી રજૂ કરી હતી. એડવાઇઝરીના કેટલાક મુદ્દા આ પ્રમાણે છે.

  • બીમાર અને વૃદ્ધોએ ભીડભાડ અને ખરાબ હવાદાર સ્થાનોથી બચવું જોઇએ
  • સ્વાસ્થ્ય દેખભાળ સુવિધાઓ અંતર્ગત ડોક્ટરો, પેરામેડિક્સ અને અન્ય સ્વાસ્થ્ય કર્મીઓની સાથે રોગીઓ અને તેના પરિચારકો દ્વારા માસ્ક પહેરવું
  • ભીડભાડવાળી અને બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવું
  • છીંકતા સમયે કે ખાંસતા સમયે નાક અને મોંઢા પર રૂમાલ અથવા ટિશ્યૂ રાખો
  • હાથોની સ્વચ્છતા બનાવી રાખો. હાથોને વારંવાર ધોતા રહો
  • સાર્વજનિક સ્થળો પર થૂંકવાથી બચો
  • ટેસ્ટિંગને પ્રોત્સાહન આપવામાં આવે.
  • લક્ષણો ધ્યાનમાં આવતા જ જાણકારી શેર કરો
  • શ્વાસ સંબંધી બીમારીઓથી પીડિત હોવા પર સાવધાની રાખવી જરૂરી

ભારતમાં કોરોના વાયરસના આંકડા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1590 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના કારણે સક્રિય કેસોની સંખ્યા વધીને 8601 થઇ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 146 દિવસોમાં નોંધવામાં આવેલા સૌથી વધારે મામલા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 6 લોકોની કોરોના વાયરસથી મોત થઈ ગઈ છે. જેમાંથી ત્રણ મહારાષ્ટ્ર અને એક-એક કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડથી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટથી મળેલી જાણકારી અનુસાર ડેલી રિકવરી રેટ 1.33 અને વીકલી રિકવરી રેટ 1.23 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશણાં અત્યાર સુધી કોવિડ વેક્સીનના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,19,560 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 92.08 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે 10 અને 11 એપ્રિલે કોરોના વાયરસથી લડવા માટે આપણા દેશમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ માટે મોક ડ્રિલ રાખવામાં આવશે.

Web Title: Coronavirus central government alert covid 19 latest updates

Best of Express