દેશમાં દરરોજ કોરોના વાયરસના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બધા રાજ્યો અને કેન્દ્રશાસિ પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે એક બેઠક કરીને રાજ્યોમાં તબીબી વ્યવસ્થાની સમીક્ષા કરશે. સ્વાસ્થ્ય રાજ્યમંત્રી ડોક્ટર ભારતી પ્રવીણ પાવાએ જણાવ્યું કે આજે બધા રાજ્યોના મંત્રીઓની સાથે મીટિંગ કરવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6 હજારથી વધારે નવા કેસો નોંધવામાં આવ્યા છે. આમ કોરોના વાયરસના એક્ટિવ કેસોની સંખ્યા 28,303 પહોંચી ગઈ છે.
આંકડા પ્રમાણે દેશમાં અત્યારે 28,303 લોકો કોરોના વાયરસ પોઝિટિવની સારવાર કરાવી રહ્યા છે. જે કુલ મામલાના 0.6 ટકા છે. દર્દીઓના સાજા થવાનો દર 98.75 ટકા છે. દેશમાં સંક્રમણનું દૈનિક દર 3.39 ટકા અને સાપ્તાહિક દર 3.02 ટકા છે. અત્યારે સુધીમાં કુલ 4,41,85858 લોકો કોરોનામાંથી સાજા થયા છે. જ્યારે કોવિડ-19નો મૃ્યુ દર 1.19 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગ અત્યાર સુધીમાં કોવિડ-19 વેક્સીનના 220.66 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સાત ઓગસ્ટ 2020એ કોરોના વાયરસ પોઝિટિવની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020એ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020એ 40 લાખથી વધારે થઈ ગઈ હતી.
23 ઓગસ્ટ 2020 અને 30 લાખ અને પાંચ સપ્ટેમ્બર 2020એ 40 લાખથી વધારે કેસ થયા હતા. સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020એ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020એ 60 લાખ, 11 ઓક્ટોબર 2020એ 70 લાખ, 29 ઓક્ટોબર 2020એ 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખને પાર થયા હતા.
દેશમાં 19 ડિસેમ્બર 2020એ આ કેસ એક કરોડથી વધારે થઈ ગયા હતા. ચાર મે 2021ના રોજ સંક્રમિતોની સંખ્યતા બે કરોડ અને 23 જૂન 2021એ ત્રણ કરોડને પાર પહોંચી ગઈ હતી. છેલ્લા 25 જાન્યુઆરીએ સંક્રમણના કુલ મામલા ચાર કરોડને પાર ચાલ્યા ગયા હતા.