Corona virus Update: દેશમાં કોરોના વાયરસે ફરીથી માથું ઉચક્યું છે. દિલ્હીથી લઇને મુંબઈ અને હિમાચલમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો છે. મહારાષ્ટ્રમાં તો કોરોનાના કેસોમાં ગતિમાં તેજી જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં અહીં બે ગણા કેસો નોંધાયા છે. આવી જ પરિસ્થિતિ હિમાચલની પણ છે. હિમાચલમાં 42 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ થયું છે. હોસ્પિટલોમાં પુરતી સુવિધાઓ કરવા માટે આદેશ આપ્યો હતો. એનએચએમના નિદેશક હેમરાજ બેરવાએ કહ્યું કે હોસ્પિટલોમાં શરદી અને ખાંસીના દર્દી પહોંચી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં કેસ બમણા થયા
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 155 કેસ નોંધાયા હતા. જે સોમવારની સરખામણીએ બમણું હતું. સોમવારે રાજ્યમાં 61 કેસ મળી આવ્યા હતા અને કોઈએ જીવ ગુમાવ્યો નથી. રાજ્યમાં બે લોકોએ પણ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 1.48 લાખ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 81,38,653 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અહીં 75 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ છે. જ્યારે મુંબઈમાં 49, નાસિકમાં 13, નાગપુરમાં 8 અને કોલ્હાપુરમાં 5 કેસ નોંધાયા છે. આ સિવાય ઔરંગાબાદ, અકોલામાં 2-2 અને લાતુરમાં 1 કેસ મળી આવ્યો છે.
હિમાચલમાં પણ કેસ વધ્યા
હિમાચલમાં પણ કોરોના વેગ પકડી રહ્યો છે. હોસ્પિટલમાં 100 કોરોના દર્દીઓ દાખલ છે. મંગળવારે 787 લોકોના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 42નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. સોલન હિમાચલનો એવો જિલ્લો છે જ્યાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. 34 લોકો અહીં હોસ્પિટલમાં દાખલ છે. આ સિવાય કાંગડામાં 20, શિમલામાં 11, મંડી અને હમીરપુરમાં 10-10, કિન્નોરમાં 5, કુલ્લુ અને ચંબામાં 3-3, બિલાસપુર-2, સિરમૌર અને ઉનામાં 1-1 દર્દીઓ સારવાર હેઠળ છે.
દેશમાં કોરોનાના 402 કેસ મળી આવ્યા છે
દેશની વાત કરીએ તો કોરોનાના કેસ સતત વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 402 કેસ નોંધાયા છે. આ સાથે સક્રિય કેસ વધીને 3903 થઈ ગયા છે. દેશમાં કોરોનાના કેસ કેવી રીતે વેગ પકડી રહ્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 10 માર્ચે 440 કેસ, 11 માર્ચે 456 કેસ, 12 માર્ચે 524 અને 13 માર્ચે 444 કેસ નોંધાયા હતા.