કોરોના વાયરસ સંક્રમણ વધ્યું, કોવિડ કેસમાં વિસ્ફોટઃ દેશમાં 24 કલાકમાં નવા 11,109 કેસ નોંધાયા, ગુજરાતમાં કેવી છે સ્થિતિ?

coronavirus cases in India : કોરોના વાયરસ ફરી માથું ઉંચકી રહ્યો છે. ભારતમાં શુક્રવારે 11,109 કોવિડ-19 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસો વધીને 49,622 થઈ ગયા છે.

Written by Ankit Patel
Updated : April 14, 2023 12:35 IST
કોરોના વાયરસ સંક્રમણ વધ્યું, કોવિડ કેસમાં વિસ્ફોટઃ દેશમાં 24 કલાકમાં નવા 11,109 કેસ નોંધાયા, ગુજરાતમાં કેવી છે સ્થિતિ?
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત.

Coronavirus Updates: દેશમાં કોરોના વાયરસના કેસોમાં ધીમે ધીમે વધારો થતો જાય છે ત્યારે લોકોમાં ફરીથી કોરોનાનો ભય ફેલાતો જાય છે. દેશમાં કોરોના વાયરસના કેસો અંગે વાત કરીએ તો ભારતમાં શુક્રવારે 11,109 કોવિડ-19 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસો વધીને 49,622 થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતમાં છેલ્લા અઠવાડિયામાં સરેરાશ 5,555 કોવિડ -19 નોંધાયા હતા, જે અગાઉના અઠવાડિયામાં 3,108 હતા.

દેશમાં કોરોના વાયરસની રફ્તારને જોતા નોઇડા અને ગાઝિયાબાદની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માસ્ક પહેલું ફરજિયાત કર્યું છે. સાથે જ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન દિલ્હી સરકારે કહ્યું કે તે ટૂંક સમયમાં જ શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરશે.

દેશના રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો સતત બીજા દિવસે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 1,086 નવા કોરોના કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસના એક દર્દીનું મોત નીપજ્યું હતું. બુધવારે રાજ્યમાં 1,115 કેસ નોંધાયા હતા. ગુરુવારે રાજ્યમાં કેસની સંખ્યા 81,53,377 અને ટોલ 1,48,471 પર પહોંચી ગયો. મુંબઈમાં 274 નવા કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ- પ્રયાગરાજમાં માફિયા ડોન અતીકનું સામ્રાજ્ય : ગુનાઓ, રાજકારણ, કાટમાળનો ઢગલો અને એન્કાઉન્ટર

દિલ્હીમાં 1,527 કોવિડ કેસ, 2 કોરોના દર્દીના મોત

દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર દિલ્હીમાં ગુરુવારે 27.77 ટકાના સકારાત્મક દર સાથે 1,527 COVID-19 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં નવા 417 કોરોના કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા દૈનિક કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં 13 એપ્રિલ, 2023ના રોજ સમાપ્ત થયેલા 24 કલાકમાં કોરોના વાયરસના 417 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2087 થઇ છે. હાલ કોરોના સંક્રમિત 3 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે.

આ પણ વાંચોઃ- અસદના મોતથી આઘાતમાં અતીક અહમદ, આખી રાત લોકઅપમાં બેઠો રહ્યો, કરી આવી માંગ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત 322 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19ના વાયરસથી ચેપ મુક્ત થનાર દર્દીઓની કુલ સંખ્યા 1273152 થઇ છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર એટલે કે રિકવરી રેટ 98.98 છે. સદનસીબે ગુરુવારે કોરોના સંક્રમિત એક પણ દર્દીનુ મોત થયું નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ