દેશમાં કોરોના વાયરસે ફરીથી માથું ઉચક્યું છે. દિવસે દિવસે કોવિડ-19ના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં એક દિવસમાં 3,016 નવા કોરોનાવાયરસ કેસનો વધારો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ગુરુવારે અપડેટ કરાયેલ ડેટા અનુસાર આ કેસો લગભગ છ મહિનામાં સૌથી વધુ છે. જ્યારે સક્રિય કેસ વધીને 13,509 થઈ ગયા છે.
અધિકારીઓએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજશે. આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે આ બેઠક બોલાવી છે જેમાં આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ રાજ્ય સંચાલિત હોસ્પિટલોના તબીબી નિર્દેશકો અને અન્ય હિતધારકોની હાજરી જોવા મળશે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગે ગુરુવારે જણાવ્યું હતું કે, કોવિડ-19ના વધતા જતા કેસોની વચ્ચે સોલાપુર અને સાંગલી જિલ્લાઓ માર્ચમાં અનુક્રમે 20.05 ટકા અને 17.47 ટકાના દર સાથે સકારાત્મકતા ચાર્ટમાં ટોચ પર છે. હકારાત્મકતા દર 100 પરીક્ષણો દીઠ શોધાયેલ કેસોની સંખ્યા સૂચવે છે.
દિલ્હીના કોવિડ કેસનો આંકડો સપ્ટેમ્બર પછી પહેલીવાર 300 પર પહોંચ્યો
દિલ્હીના કોવિડ-19 કેસ ગયા વર્ષે સપ્ટેમ્બર પછી પ્રથમ વખત બુધવારે વધીને 300 પર પહોંચી ગયા છે. જ્યારે શહેરના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, પોઝિટિવ કેસોનો દર વધીને 13.89 ટકા થયો.દિલ્હીમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં 11.82 ટકાના સકારાત્મક દર સાથે 214 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચોઃ- જયપુર વિસ્ફોટ 2008 : આતંકી હુમલામાં અગાઉ મૃત્યુદંડની સજા પામેલા 4 માણસોને કર્યા હતા નિર્દોષ જાહેર
હિમાચલમાં 255 નવા કોવિડ કેસ નોંધાયા છે, 1 દર્દીનું મોત
હિમાચલમાં કોવિડ -19 કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 255 વ્યક્તિઓએ સકારાત્મક પરીક્ષણ કર્યું છે અને એક મૃત્યુ થયું છે, એમ આરોગ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. કાંગડા જિલ્લામાં બુધવારે એક 65 વર્ષીય વ્યક્તિનું કોરોના વાયરસને કારણે મોત થયું હતું. પહાડી રાજ્યમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 4,196 લોકોના મોત થયા છે અને સક્રિય કેસની સંખ્યા વધીને 755 થઈ ગઈ છે. 13 માર્ચ સુધી, સક્રિય કેસની સંખ્યા 60 હતી.
આ પણ વાંચોઃ- હેટ સ્પીચ પર ચિંતિત સુપ્રીમ કોર્ટે કહ્યું ‘રાજ્ય નપુંસક અને શક્તિહીન થઇ ગયું છે, ધર્મને રાજનીતિથી અલગ રાખવું જરૂરી’
ગુજરાતમાં નવા 401 કોરોના કેસ નોધાયા
બુધવારે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બુધવારે કોરોના વાયરસના નવા 401 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 141 કેસ નોંધાયા છે. જ્યારે 241 દર્દીઓને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આજે એકપણ દર્દીનું મોત થયું નથી. છેલ્લા અઠવાડિયે 6 દર્દીના કોરોનાને કારણે મોત નીપજ્યાં છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11053 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. 241 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસ 2136 છે. આ ઉપરાંત 8 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2128 દર્દીની તબિયત સ્થિર છે.





