કોરોના વાયરસના કેસોની સંખ્યા ભારતમાં ફરી વધી રહી છે. આરોગ્ય નિષ્ણાંતોનું માનવું છે કે, ભારતમાં તાજેતરમાં કોવિડ 19ના કેસો વધારવા પાછળ ઝડપથી ફેલાતું XBB.1 મ્યુટેટનું વેરિએન્ટ XBB.1.16 હોઇ શકે છે. ToIની એક રિપોર્ટ અનુસાર SARS-CoV2 વેરિયન્ટ પર નજર રાખતા વૈશ્વિકના અને ભારતીય વૈજ્ઞાનિકોએ મંગળવારે આ અંગે જાણકારી આપી છે.
કોરોના વાયરસના વેરિયન્ટને ટ્રેક કરનાર ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ અનુસાર, આ સબલાઇનેજ (Sublineage)ના સિક્વન્સની સૌથી વધુ સંખ્યા ભારતમાં (48) આવી છે, ત્યારબાદ બ્રુનેઇ (22), અમેરિકા (15) અને સિંગાપોર (14)નો નંબર છે. રિપોર્ટ અનુસાર, આ સબ-વેરિયન્ટ ભારત સહિત ઓછામાં ઓછા ચાર દેશોમાં મોટા પાયે ઝડપથી ફેલાઇ રહ્યો છે. વિશ્વભરમાં કોવિડ-19ના વેરિયન્ટને ટ્રેક કરનાર નિષ્ણાંતોએ શોધી કાઢ્યું છે કે XBB.1.16 કેટલાક વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના કેસ ઝડપથી વધ્યા
ભારતના જીનોમ સિક્વન્સ નેટવર્કના ટોચના નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, “SARS-CoV-2ના વેરિયન્ટની તપાસ અને ઓળખ કરવામાં વૈજ્ઞાનિકોને મદદ કરવાના ઉદ્દેશ્યથી એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ covSPECTRUMનું કહેવુ છે કે ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં “XBB. 1.16 ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ XBB.1.16 વેરિઅન્ટ XBB.1.5ના કુળનું નથી, પરંતુ બંને સંયોજક પૂર્વજ (Recombinant) XBB અને તાજેતરમાં XBB.1માં આવ્યા છે. ભારતમાં હાલમાં XBB હાવી છે, અને દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધવા પાછળ XBB.1.16 અને કદાચ XBB.1.5 જવાબદાર હોઈ શકે છે, પરંતુ કેટલાક વધારે સેમ્પલનું ચેકિંગ કર્યા બાદ જ વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સિંગાપોર, અમેરિકા અને બ્રુનેઈથી આવેલા ભારતીય પ્રવાસીઓમાં મોટાભાગે XBB.1.16 વેરિઅન્ટ જોવા મળ્યો છે. તેથી, આ સબ વેરિઅન્ટ ભારતમાં વાયરસના કેસોમાં વધારો કરી શકે છે. એ પણ શક્ય છે કે XBB.1.16 વેરિઅન્ટ આખરે અન્ય તમામ SARS-CoV-2 ફેલાવનાર વેરિયન્ટ પર હાવી શઇ છે.

CovSPECTRUM, એક પ્લેટફોર્મ જે GISAID ડેટાની ઍક્સેસ ધરાવે છે અને વૈજ્ઞાનિકોને SARS-CoV-2 ના પ્રકારો ઓળખવામાં મદદ કરે છે, હાલમાં ભારતમાં આ સબલાઇનેજના 48 અનુક્રમિત નમૂનાઓ ધરાવે છે. આ સબલાઇનેજના 39 અનુક્રમિક નમૂના મહારાષ્ટ્રના, આઠ ગુજરાતના અને એક યુપીના છે.
GISAID ડેટા સુધી પહોંચ ધરાવનાર અને વૈજ્ઞાનિકોને SARS-CoV-2ના વેરિયન્ટની ઓળખ કરવામાં મદદ કરનાર પ્લેટફોર્મ CovSPECTRUM એ ભારતમાં હાલમાં આ સબલાઇનેઝ એટલે કે સબવેરિયન્ટના 48 સંભવિત સેમ્પલની વાત કહી છે. આ સબ વેરિયન્ટ 39 સંભવિત સેમ્પલમાં મહારાષ્ટ્રના, ગુજરાતના 8 અને ઉત્તર પ્રદેશના 1 સેમ્પલ છે.
XBB.1.16થી દુનિયાભરમાં ફરી ખતરો
મહામારી દરમિયાન નવા કોવિડ વેરિયન્ટ પર નજર રાખનાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના વેક્સીન સેફ્ટી નેટના સભ્ય ડો. વિપિન એમ વશિષ્ઠે જણાવ્યું કે, “અગાઉનો XBB.1 વેરિયન્ટ, XBB.1.5, વિશ્વભરમાં હાવી થઇ ગયો હતો, પરંતુ ભારતમાં નહીં, જોકે વૈશ્વિક સ્તરે XBB.1.16 વિશે થોડીક ચિંતા છે કારણ કે તે વાયરસના બિન-સ્પાઇક પ્રદેશમાં અમુક મ્યૂટેશન છે: બે ORF9b મ્યૂટેશન. ORF9b રોગપ્રતિકારક તંત્રને તોડી નાંખે છે. “
ભારતના રાષ્ટ્રીય COVID-19 ટાસ્ક ફોર્સના સભ્ય, ચેપી રોગના નિષ્ણાંત ડો. સંજય પુજારીએ જણાવ્યું હતું કે, “XBB.1.16 વેરિઅન્ટમાં અન્ય ઓમિક્રોન સબલાઇગેજની સરખામણીએ તેનાથી બચાવતી રોગપ્રતિકારક શક્તિ અને ઓછી ગંભીર બીમારી સર્જવાની સંભાવના અંગે વધારે માહિતી હજી સુધી ઉપલબ્ધ નથી.”