Amitabh Sinha :ચીનમાં કોવિડ-19 કેસોમાં મોટા પાયે વધારો થવાના સમાચાર સામે આવી રહ્યા છે અને ભારતમાં તેની અસર દેખાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને છેલ્લા અઠવાડિયામાં દેશમાં રસીકરણ પ્રોગ્રામમાં હાથ ધરવામાં આવ્યો હતો જેમાં તીવ્ર વધારો જોવામાં મળ્યો હતો. શુક્રવાર (ડિસેમ્બર 23 ) અને શનિવારે, ભારતમાં આ મહિનાના મોટાભાગના સમયગાળા દરમિયાન સરેરાશ 40,000 થી 50,000 ડોઝની સામે એક લાખથી વધુ રસીકરણ કરવામાં આવ્યું હતું.
કોવિડ કેસોની સંખ્યા 9 મહિનાથી ઓછી થઇ ગઈ હોવાથી રસીકરણ ઓછું થઇ ગયું હતું. ડેટા મુજબ 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને 92 ટકાથી વધુ પ્રથમ 2 ડોઝ માટે રસીકરણ કરવામાં આવ્યું હતું. વધુમાં તમામ વયના લોકોમાં હજુ પણ એવો વર્ગ છે જેને બીજો ડોઝ લેવાનો બાકી છે.
જોકે, બૂસ્ટર ડોઝ હજુ પણ એટલો લોકો દ્વારા લેવાયો નથી. વસ્તીના 22 ટકાથી ઓછા લોકોએ અત્યાર સુધીમાં બૂસ્ટર ડોઝ લીધો છે. 60 ટકાથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોમાં બુસ્ટર ડોઝ 60 ટકા લોકોને અપાયો છે.
આ પણ વાંચો: ‘બૉમ્બ સાયક્લોન’: યુએસ અને કેનેડામાં જોવા મળતું તોફાની વાવાઝોડું
આ વર્ષે જાન્યુઆરીમાં પ્રથમ વરિષ્ઠ નાગરિકોમાં બુસ્ટર ડોઝ આપવાનું શરૂ થયું હતું, ઓગસ્ટના અંત સુધીમાં 60 વર્ષથી વધુ વય જૂથના 50 ટકાથી વધુ લોકોએ આ વધારાના ડોઝ મેળવ્યા હતા. પ્રથમ આઠ મહિનામાં સરેરાશ દરરોજ લગભગ 28 લાખ રસીના ડોઝ આપવામાં આવી રહ્યા હતા. ત્યારપછીના સમયમાં આ સંખ્યા દરરોજ 6.5 લાખથી ઓછી છે.
પરંતુ ચીનમાંથી વધતા કેસોના સમાચારને પરિણામે રસીકરણ વધારે થઇ રહ્યું છે, પરંતુ ટૂંકા ગાળામાં આ વલણ બદલાઈ પણ શકે છે જો આગામી થોડા દિવસોમાં કેસો વધામાં વધારો ન જોવા મળે તો રસીકરણ પ્રક્રિયામાં ઘટાડો પણ થઇ શકે છે.
એક પ્રશ્ન એ પણ છે કે શું કોરોનાનો સર્જ વધશે તો આવા કિસ્સામાં લોકોને બીજા બુસ્ટર ડોઝ લેવાનું કહેવામાં આવશે કે નહિ. નેચરલી ચેપ અથવા રસી દ્વારા મળતી રોકપ્રતિકારક શક્તિ કાયમી નથી. અને તેમની પાસે કોઈ અંદાજીત ડેટા પણ નથી કે શરીરની રોગપ્રતિકારક શકિત ક્યાં સુધી જળવાઈ રહે છે. પરંતુ તમામ વર્તમાનના આધારે કહી શકાય કે 9 મહીનાથી એક વર્ષ સુધી રોગપ્રતિકારક શકિત જળવાઈ રહેતી નથી. તે કિસ્સામાં, ભારતીય વસ્તીના મોટાભાગના લોકોમાં અત્યાર સુધીમાં રોગપ્રતિકારક શકિત ગંભીર રીતે નબળી પડી ગઈ હશે.
આ પણ વાંચો: Zelenskyy Talked PM Modi: યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે કરી વાતચીત
એક પ્રશ્ન એ પણ છે કે શું કોરોનાનો સર્જ વધશે તો આવા કિસ્સામાં લોકોને બીજા બુસ્ટર ડોઝ લેવાનું કહેવામાં આવશે કે નહિ. નેચરલી ચેપ અથવા રસી દ્વારા મળતી રોકપ્રતિકારક શક્તિ કાયમી નથી. અને તેમની પાસે કોઈ અંદાજીત ડેટા પણ નથી કે શરીરની રોગપ્રતિકારક શકિત ક્યાં સુધી જળવાઈ રહે છે. પરંતુ તમામ વર્તમાનના આધારે કહી શકાય કે 9 મહીનાથી એક વર્ષ સુધી રોગપ્રતિકારક શકિત જળવાઈ રહેતી નથી. તે કિસ્સામાં, ભારતીય વસ્તીના મોટાભાગના લોકોમાં અત્યાર સુધીમાં રોગપ્રતિકારક શકિત ગંભીર રીતે નબળી પડી ગઈ હશે.
કેટલાક અન્ય દેશોમાં, બીજો અથવા તો ત્રીજો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવ્યો છે, પરંતુ ભારતમાં તે અત્યાર સુધી ફરજિયાત નથી. ચાઇનામાં વધી રહેલા કેસોના કારણે ભારતમાં કેસના નવા પુનરુત્થાનનો ખતરો વધારે દેખાતો નથી. જો કે, ચેપની નવી વેવ, ચાઇનીઝ પરિસ્થિતિથી સ્વતંત્ર પણ છે પરંતુ તેને સંપૂર્ણપણે નકારી શકાય નહીં. વાયરસ હજી વસ્તીમાંથી અદૃશ્ય થયો નથી, અને અન્ય દેશોમાં તે સમય દરમિયાન ઘણા વેવ આવ્યા છે જ્યારે ભારતમાં તે ઓછું જોવા મળ્યું હતું.