ચીન અને અમેરિકામાં ફરી કોરોનાનો કહેર, રાજ્યોને ટેસ્ટિંગ વધારવા કેન્દ્રનો નિર્દેશ

Covid-19 outbreak: ચીનમાં (China) ફરી કોવિડ-19 વાયરસના (covid-19) ઓમિક્રોન વેરિયન્ટનો (Omicron variants) પ્રકોપ ફેલાઇ રહ્યો છે ત્યારે ભારતે (Covid case in India) પણ સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી NCDC અને ICMRને પત્ર લખ્યો જેમાં જીનોમ સિક્વન્સિંગ (genome sequencing) પર ભાર મૂકવાનો નિર્દેશ આપ્યો

Written by Ajay Saroya
Updated : December 22, 2022 23:50 IST
ચીન અને અમેરિકામાં ફરી કોરોનાનો કહેર, રાજ્યોને ટેસ્ટિંગ વધારવા કેન્દ્રનો નિર્દેશ

ચીનમાંથી ફેલાયેલી કોરોના મહામારીનો પ્રકોપ એકવાર ફરી સમગ્ર દુનિયાએ સહન કરવા તૈયાર રહેવું પડશે. ચીન અમેરિકા, જાપાન, કોરિયા અને બ્રાઝિલ સહિત ઘણા દેશોમાં ફરી કોવિડ-19 સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખતા ભારત સરકાર પણ કોરોના સંક્રમણના નવા કેસોને લઇને કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે અગમચેતીના પગલાંઓ લઇ રહી છે.

ભારતના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી NCDC અને ICMRને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ જીનોમ સિક્વન્સિંગ પર ભાર મૂકવો પડશે. જો કે હાલ ભારતમાં કોવિડ-19 સંક્રમણના વધારે કેસો નથી અને આ વાયરસના સંક્રમણથી થતા મૃત્યુની સંખ્યામાં પણ ઘણો ઘટાડો થયો છે.

આ પત્રમાં ભૂષણે નવા SARS-CoV-2 વેરિયન્ટનો શોધવા અને તેને ફેલાતો રોકવા માટે શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની વહેલી તપાસ, આઇસોલેશન, ટેસ્ટિંગ અને સમયસર વ્યવસ્થાપન કરવા માટેની હાકલ કરી છે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા યોજી શકે છે બેઠક

સમાચાર એજન્સી ANIના મતાનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે દેશમાં કોવિડ-19ની સ્થિતિ મામલે ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાંતો સાથે બેઠક કરશે. બીજી તરફ, નિષ્ણાતોએ સલાહ આપી છે કે પરિસ્થિતિને ગંભીરતાથી જોવાની જરૂર છે. કોરોના સંક્રમણની ચિંતા કરવાને બદલે અસરકારક પગલાં લેશો તો સારું રહેશે. સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ભારત સરકાર આવી સ્થિતિમાં કોઈ બેદરકારી રાખવા ઇચ્છતી નથી.

ભારતમાં હાલ કોરોના સંક્રમણના 3490 કેસ 

સ્વાસ્થ્ય મંત્રાલયે 20 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યા સુધી દેશમાં કોવિડનો આંકડા જાહેર કર્યો છે. આ આંકડા અનુસાર 20 ડિસેમ્બર 2022, મંગળવારની સાંજ સુધી દેશમાં કોવિડ-19 સંક્રમણના કુલ 3490 કેસ હતા. તો આ દરમિયાન 44142032 લોકો કોરોના વાયરસના સંક્રમણથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જો કે જીવલેણ કોવિડ-19ના સંક્રમણથી દેશમાં અત્યાર સુધી 5,30,677 લોકોના મોત થયા છે.

ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણની ભારતની પાંચ ગણી વ્યૂહરચના અને કોવિડ-રોકથામ વર્તણૂકનું પાલન અને સાપ્તાહિક ધોરણે કોરોના વાયરસના સંક્રમણને 1,200 કેસ સુધી મર્યાદિત કરવામાં તેની અસરકારકતા પર પ્રકાશ પાડતા, તેમણે કહ્યું કે, સમગ્ર દુનિયાભરમાં દર અઠવાડિયે લગભગ 35 લાખ કેસ સામે આવી રહ્યા છે આથી જાહેર આરોગ્ય પર હજી પણ કોરોના વાયરસની મહામારીનું જોખમ ટોળાઇ રહ્યુ છે.

આ પણ વાંચોઃ ચીનમાં કોરોના વાયરસથી વર્ષ 2023માં 10 લાખ લોકોના મોત થવાની ચેતવણી

ચીનમાં ઓમિક્રોન વેરિયન્ટનો કહેર

ચીનમાં હાલ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના કારણે ફરી સંક્રમણના નવા કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. ચીને ચાલુ મહિનાની શરૂઆતમાં જ કોરોના વાયરસ સંબંધિત કડક પ્રતિબંધો હળવા કર્યા હતા, ત્યાં ફરીવાર જીવલેણ વાયરસના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને કેટલાંક પ્રાંતોમાં લોકડાઉન લાગુ કરવાની નોબત સર્જાઇછે. કોરોના પ્રતિબંધો હળવા કર્યા બાદ ચીનમાં છેલ્લા બે દિવસમાં વાયરસના સંક્રમણથી સાત લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ચીનના શહેરોમાં હાલ ઝડપથી ફેલાતા ઓમિક્રોન સ્ટ્રેઈન મુખ્યત્વે BA.5.2 અને BF.7નો પ્રકોપ ફેલાઇ શકે છે. ફેળાઇ સંકજામાં ફસાઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ