Covid-19 in India: ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે જોતા ભારત સરકાર પહેલાથી જ એલર્ટ છે. કોરોના સંબંધી કોઇપણ સંભવિત પરિસ્થિતિ સામે લડવા માટે ભારત સરકારે રાજ્યો માટે અનેક પ્રકારની ગાઇડ લાઇન રજૂ કરી છે. જે અંતર્ગત આજે દેશભરની સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલમાં દરેક રાજ્યોના હેલ્થ મિનિસ્ટર ભાગ લેશે. તો ચાલો જાણીએ કોવિડ -19 મોકડ્રીલ સાથે જોડાયેલી કેટલાક બાબતો.
1- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દેશની રાજધાની નવી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોક ડ્રીલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.
2 – સોમવારે IMA સાથેની બેઠકમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આવી કવાયત કટોકટીનો સામનો કરવા માટે અમારી તૈયારીઓને મજબૂત કરશે.
3 – આજે યોજાનારી મોકડ્રીલ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતાની ચકાસણી કરશે. મોક ડ્રીલ ખાસ કરીને હોસ્પિટલોમાં આઈસોલેશન બેડ, ઓક્સિજન બેડ, આઈસીયુ બેડ અને વેન્ટિલેટર બેડની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
4 – મોકડ્રીલમાં એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવશે કે આરોગ્ય કર્મચારીઓને કોવિડ મેનેજમેન્ટમાં કેટલી સારી તાલીમ આપવામાં આવી છે.
5 – દિલ્હી સરકારે હોસ્પિટલો માટે 104 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે. જો કોવિડ ફેલાશે તો હોસ્પિટલો કટોકટીની સ્થિતિમાં આ બજેટનો ઉપયોગ કરી શકશે.