coronavirus news: દેશમાં ઝડપથી વધતા કોવિડ-19ના નવા કેસો વચ્ચે હોસ્પિટલોની તૈયારીઓ અંગે જાણવા માટે 10 અને 11 એપ્રિલના દિવસે દેશવ્યાપી મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારી અને પ્રાઇવેટ બંને પ્રકારની હોસ્પિટલો ભાગ લેશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન ઝજ્જરમાંથી મોક ડ્રિલનું નિરિક્ષણ કરશે.
અનેક રાજ્યોમાં માસ્ક ફરજિયાત
દેશના મોટાભાગના રાજ્યોમાં વિતેલા કેટલાક દિવસોમાં કોવિડ-19ના નવા મામલાઓમાં સતત ઝડપથી વધારો નોંધાયો હતો. આ અંગે અનેક રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં લોકોને જરૂરી સાવધાની અપનાવવા માટે સલાહ આપી છે. માંડવિયાએ સાત એપ્રિલે થયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓને હોસ્પિટલ જવા અને મોક ડ્રિલનું નિરીક્ષણ કરવા માટે અનુરોધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ તેમને આઠ અને નવ એપ્રિલે જિલ્લા તંત્ર તથા સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરવાની સલાહ આપી હતી.
કેન્દ્રીય મંત્રીએ કરી હતી રાજ્યો સાથે સમીક્ષા બેઠક
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીઓ અને પ્રધાન અને એડિશનલ મુખ્ય સચિવો સાથે થયેલી બેઠકોમાં માંડવિયાએ ઇન્ફ્લુએન્જા જેવી બીમારી તથા ગંભીર તીવ્ર શ્વસન સંક્રમણ મામલાઓની પ્રવૃત્તીઓ પર નજર રાખવીને, તપાસ તથા રસીકરણ વધારી અને હોસ્પિટલમાં સારી પાયાના માળખાને સુનિશ્ચિત કરીને ઇમર્જન્સી હોટસ્પોટની ઓળખ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જીનોમ અનુક્રમણ વધારવા ઉપરાંત કોવિડ અનુકૂળ વ્યવહારનું પાલન કરવા પર જાગૃતિ ફેલાવવા પર પણ ભાર મૂક્યો હતો.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ 10 એપ્રિલ : ‘જળ સંશાધન દિવસ’ – ઝડપથી ઘટી રહેલું પાણી આગામી પેઢી માટે બચાવીયે…
ભારતમાં 5,357 નવા કોવિડ -19 કેસો
આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યા સુધીમાં આપવામાં આવેલા આંકડા પ્રમાણે 5,357 નવા કોવિડ -19 પોઝિટિવ કેસો સાથે ભારતમાં સક્રિય કેસની સંખ્યા રવિવારે વધીને 32,814 પર પહોંચી ગઈ છે.