છેલ્લા ત્રણ વર્ષથી, શિયાળો આવતાની સાથે જ કોવિડ-19 નવું સ્વરૂપ ધારણ કરે છે અને લોકોને પરેશાન કરવાનું શરૂ કરે છે. કેરળમાં નવા કોવિડ-19 સબ-વેરિઅન્ટ, JN.1 ના કેસ નોંધાયા છે. ગોવામાં સેમ્પલ ટેસ્ટિંગમાં જેએન.1 વેરિઅન્ટના 15 કેસની પુષ્ટિ થઈ છે. અહેવાલો અનુસાર, કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ કેરળમાં 8 ડિસેમ્બરે નોંધાયો હતો.
આ વેરિયન્ટને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ વેરિઅન્ટથી થતા ઈન્ફેક્શનથી અલગ-અલગ લક્ષણો જોવા મળે છે કે અન્ય વેરિઅન્ટની સરખામણીમાં તે વધુ ગંભીર છે.
જો કે, સરકારી રિલીઝમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોવિડ -19 રસી આ નવા પ્રકાર પર પણ અસરકારક સાબિત થશે. નવા વર્ષ અને ક્રિસમસના અવસર પર મોટી સંખ્યામાં લોકો એકઠા થવા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં જો આ વાયરસથી સંબંધિત લક્ષણો અને તેની ગંભીરતા જાણવામાં નહીં આવે તો લોકોની મુશ્કેલી વધી શકે છે. ચાલો જાણીએ કોવિડ-19ના આ નવા વેરિયન્ટના લક્ષણો શું છે? શું તે પરિસ્થિતિને ગંભીર બનાવી શકે છે? તેમની સામે કેવી રીતે રક્ષણ મેળવવું?

જેએન.1 વેરિઅન્ટના લક્ષણો શું છે? (JN 1 Variant Symptoms)
છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા કોવિડ-19ના તમામ કેસોના લક્ષણો લગભગ સમાન છે. સરકારી રિલિઝ મુજબ, JN.1 વેરિયન્ટથી ગંભીરતામાં વધારો થવાના કોઈ સંકેત નથી. આ સમયે, એવા કોઈ પુરાવા નથી કે કોવિડ-19 નું જેએન1 વેરિયન્ટ અન્ય વેરિયન્ટની તુલનામાં લોકોના સ્વાસ્થ્ય માટે વધુ જોખમ ઊભું કરી શકે છે.
જેએન.1નું ટેસ્ટિંગ કેવી રીતે કરાવવું? (JN 1 Variant Testing)
આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કોવિડ 19 વાયરસના આ નવા વેરિયન્ટના સંક્રમણને શોધવા માટે RT-PCR ટેસ્ટ એક વિશ્વસનીય પદ્ધતિ છે.
નવા વર્ષ અને નાતાલની ઉજવણી દરમિયાન કયા નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે?
આરોગ્ય મંત્રાલયના સૂચન અનુસાર શ્વસન સ્વચ્છતાનું પાલન કરવાની સલાહ આપે છે. શ્વસન સ્વચ્છતા એટલે ભીડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. જો તમને શરદી અથવા છીંક આવતી હોય, તો તમારા મોં પરથી માસ્ક દૂર કરશો નહીં. મોં પર રૂમાલ રાખીને જ છીંક લો. આ રોગ મોંના ડ્રોપલેટ્સ દ્વારા ફેલાય છે, તેથી એકબીજાથી અંતર જાળવી રાખો. વારંવાર હાથ ધોવા અને ચહેરા અને મોંને સ્પર્શ કરતા પહેલા હાથ ધોવા. સોશિયલ ડિસ્ટન્ટ જાળવો.
ઉંમર લાયક અને વૃદ્ધોને કોરોના વાયરસના આ વેરિયન્ટથી જોખમ વધારે છે?
PSRI ઇન્સ્ટિટ્યૂટ ઑફ પલ્મોનરી, ક્રિટિકલ કેર એન્ડ સ્લીપ મેડિસિનના અધ્યક્ષ અને AIIMSના પલ્મોનોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા ડૉ. જી.સી. ખિલનાનીએ જણાવ્યું હતું કે ભારતમાં મોટાભાગના લોકોને ઓછામાં ઓછા બે કે ત્રણ વખત કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમજ ભારતમાં 95 ટકાથી વધુ લોકોને કોરોના રસીના ઓછામાં ઓછા બે ડોઝ લાગ્યા છે, તેથી આ નવા વેરિયન્ટને લઇ બહુ ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો | ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, 2 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ, નવો વેરિયન્ટ JN.1 હોવાની આશંકા
હેલ્થ એક્સપર્ટ્સના મતે, જે લોકો ઉંમર લાયક અને વૃદ્ધ છે તેમજ અન્ય રોગોથી પીડાય છે, તેમના માટે તહેવારોની સિઝનમાં વારંવાર હાથ ધોવા અને ભીડવાળા વિસ્તારોમાંથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. જો વૃદ્ધોને ભીડવાળા વિસ્તારમાં જવું હોય તો N95 માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. માસ્કનો ઉપયોગ પ્રદૂષણ, COVID-19 અને અન્ય કોઈપણ શ્વસન ચેપ સામે રક્ષણ કરશે. નિષ્ણાતોના મતે, કોવિડ-19 રસી કોવિડ-19ના JN.1 વેરિઅન્ટ પર પણ અસરકારક સાબિત થશે.





