Crime News : અમેરિકાના ઓહાયોથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં માતાએ હોટલમાં પોતાના પુત્રની ગોળી મારીને હત્યા કરી હતી. રિપોર્ટ અનુસાર, માતાએ પુત્રને સતત 11 ગોળી મારી હતી. જેના કારણે 6 વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમ છતાં કોર્ટે આરોપી મહિલાને ફાંસીની સજા સંભળાવી નથી. સોમવારે કોર્ટે તેને ફાંસીની સજા આપવાને બદલે આજીવન કેદની સજા ફટકારી હતી.
વાસ્તવમાં, પરમાનાની રહેવાસી 31 વર્ષીય ડેનાઇચા બ્રિંગઘાટને હત્યા અને અન્ય આરોપોમાં દોષિત ઠેરવવામાં આવી હતી. જો કે, કુયાહોગા કાઉન્ટી પ્રોસિક્યુટર્સે એવા આરોપો છોડી દીધા હતા, જેના પરિણામે મૃત્યુદંડ થઈ શકે. હકીકતમાં, ફરિયાદી અને બચાવ પક્ષના વકીલોએ સ્વીકાર્યું કે, દોષિત મહિલા માનસિક રીતે બીમાર હતી. માનસિક બિમારીના કારણે તેની સ્કિઝોફ્રેનિયાની સારવાર પણ કરાવવામાં આવી હતી. કોર્ટનું માનવું હતું કે, આ કારણે જ તેણે પુત્રની હત્યા કરી હતી. કોર્ટના જણાવ્યા મુજબ, દોષિત બ્રિંગઘાટને પેરોલ પર મુક્ત થતાં પહેલા ઓછામાં ઓછી 35 વર્ષની જેલની સજા ભોગવવી પડશે.
દોષિત માતા તેના પુત્રને સ્વિમિંગ પુલના બહાને હોટલમાં લઈ ગઈ હતી
જો કે, જ્યારે આરોપી બ્રીનઘાટનું માનસિક સ્વાસ્થ્ય તપાસવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે, તેની સામે કેસ દાખલ થઈ શકે છે. આ કેસમાં અધિકારીઓએ જણાવ્યું કે, દોષિત બ્રિંગહાટ તેના પુત્ર કામિરને એપ્રિલ 2021 માં બ્રુકલિનની એક હોટલમાં લઈ ગઈ, જેથી તે અંદર સ્વિમિંગ પૂલમાં તરી શકે. આ પછી, જ્યારે બંને રૂમમાં હતા ત્યારે બ્રિંગે તેના પુત્રને 11 ગોળી મારી હતી.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, આરોપી મહિલાએ ત્યારબાદ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે, એક અજાણ્યો બદમાશ રૂમમાં આવ્યો અને તેના પુત્રને ગોળી મારી દીધી. જોકે, બાદમાં તેણે કબૂલાત કરી હતી કે, તેણે સ્ટોરી બનાવી છે. અધિકારીઓએ ગોળીબાર પાછળનું કારણ જાહેર કર્યું નથી.
કુયાહોગા કાઉન્ટીના આસિસ્ટન્ટ પ્રોસિક્યુટર અન્ના ફારાગ્લિયાએ સજાની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, “હું માનસિક બિમારીને સંપૂર્ણપણે સમજું છું, પરંતુ હકીકત એ છે કે એક છોકરાની હત્યા કરવામાં આવી હતી. આ માટે ગુનેગાર સજાને પાત્ર છે.” હવે દોષિત મહિલાને 35 વર્ષ જેલમાં પસાર કરવા પડશે, જોકે તેને માનસિક બિમારીના કારણે મૃત્યુદંડની સજા મળી નથી.





