Crime News| મિત્ર જ ખૂની નીકળ્યો : પિત્ઝા ખવડાવી સેક્સ્યુઅલ ફેવર માંગ્યું, ના પાડી તો ગોળી મારી દીધી, આ રીતે પકડાયો

Crime News Delhi : દિલ્હીમાં 26 દિવસથી ગુમ એક યુવકનો કેસ ઉકેલવામાં દિલ્હી પોલીસને સફળતા મળી, જેમાં મિત્રએ જ અપ્રિય માંગ કરતા, પીડિતે ના પાડતા તેની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે, પોલીસે આરોપીની ધરપકડ કરી.

Crime News Delhi : દિલ્હીમાં 26 દિવસથી ગુમ એક યુવકનો કેસ ઉકેલવામાં દિલ્હી પોલીસને સફળતા મળી, જેમાં મિત્રએ જ અપ્રિય માંગ કરતા, પીડિતે ના પાડતા તેની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે, પોલીસે આરોપીની ધરપકડ કરી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Crime in Delhi

દિલ્હીમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી

Crime News : દિલ્હીમાં 32 વર્ષીય યોગેશની તેના એક મિત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીનું નામ શશાંક સિંહ છે. અહેવાલો અનુસાર, પીડિત દક્ષિણ દિલ્હીના મૂળચંદથી ગુમ થયો હતો. તે ગુમ થયાના 26 દિવસ બાદ બુધવારે પોલીસે દ્વારકાના સેક્ટર 14બીમાં એક નાળામાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. રિપોર્ટ અનુસાર આરોપીએ મિત્ર પાસે સેક્સ્યુઅલ ફેવરની માંગણી કરી હતી. જ્યારે પીડિતે સેક્સ કરવાની ના પાડી તો તેણે ગુસ્સે થઈને તેની હત્યા કરી નાખી.

Advertisment

આ મામલામાં ડીસીપી (દક્ષિણ) ચંદન ચૌધરીએ કહ્યું કે, પીડિતા 9 જુલાઈના રોજ ગુમ થયો હતો. 14 જુલાઈના રોજ તેના પિતાને 20 લાખની ખંડણી અંગેનો ફોન આવ્યો હતો. 15 લાખનો મામલો નક્કી થયો હતો. પિતાએ આંબેડકર નગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે પીડિત અને આરોપી શશાંક સિંહ પહેલાથી જ એકબીજાને ઓળખતા હતા.

અહેવાલો અનુસાર, બંને 20 જૂનના રોજ એક પાર્ટીમાં મળ્યા હતા. આ પછી બંને મિત્રો બન્યા અને 5-6 વખત મળ્યા. ડીસીપીએ કહ્યું કે, પીડિત નોકરી શોધી રહ્યો હતો અને શશાંક તેની મદદ કરી રહ્યો હતો. તેણે યોગેશને મળવા માટે મૂળચંદ પાસે બોલાવ્યો હતો. બંને 9મી જુલાઈના રોજ મળ્યા હતા અને શશાંકની કારમાં બેસી દ્વારકા જવા નીકળ્યા હતા. આ પછી યોગેશે શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા તેની હત્યા કરવામાં આવી હતી.

આ કેસની તપાસ કરી રહેલી ગ્રેટર કૈલાશ પોલીસની એક ટીમે સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યું અને તે બંને દ્વારકાના એક મોલ પાસે પિઝા ખરીદતા જોવા મળ્યા. જેનું બિલ પીડિતે ચૂકવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ બીયર પણ ખરીદી હતી અને પછી સેક્ટર 14માં એક અલગ જગ્યાએ ગયા હતા. ત્યાં તેઓએ બિયર પીધી. બિયર પીધા બાદ આરોપીએ પીડિત પાસે સેક્સ્યુઅલ ફેવર માંગ્યો હતો, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી શશાંકે તેના મિત્રની ગોળી મારીને હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ તેણે લાશને સૂટકેસમાં પેક કરીને ગટરમાં ફેંકી દીધી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીએ આ પિસ્તોલ બિહારના એક મિત્ર પાસેથી ખરીદી હતી.

Advertisment

કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ ખુલાસો કર્યો કે, શશાંકે તેની કાર સાફ કરી અને લોહીના ડાઘાવાળી સામગ્રી યમુના નદીમાં ફેંકી દીધી. 12 જુલાઈના રોજ તેણે પોતાની પિસ્તોલ નદીમાં ફેંકી દીધી હતી. આરોપીએ એમબીએ કર્યું છે, તેથી તેને ખબર હતી કે ગુમ થયેલી વ્યક્તિની વિગતો પોલીસની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. ત્યાર બાદ તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે 13 જુલાઈના રોજ સિમ કાર્ડ ખરીદ્યું અને પીડિતના પિતાને ફોન કરીને ખંડણીની માંગણી કરી. તેણે આવા ઘણા ફોન કર્યા, પરંતુ જ્યારે પરિવારે તેની પાસે અપહરણના પુરાવા માંગ્યા તો તે ફોન કાપી નાખતો હતો.

સીસીટીવીની મદદથી આરોપી ઝડપાયો હતો

આ પછી પોલીસને માહિતી મળી કે, હત્યા બાદ શશાંકે નોઈડાના એટીએમમાંથી 27 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. પૈસા ઉપાડતી વખતે તેણે હેલ્મેટ પહેર્યું હતુ. ATMના ફૂટેજમાં શશાંક સ્કૂટર પર આવતો દેખાય છે. ફૂટેજના બેકટ્રેકિંગથી પોલીસ સનલાઈટ કોલોનીમાં ગઈ, જ્યાં આખરે બુધવારે સવારે શશાંકને કસ્ટડીમાં લેવામાં આવ્યો. તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. પોલીસે શશાંક પાસેથી નકલી આઈડી પર ખરીદેલા સિમ સાથેના 14 મોબાઈલ ફોન, સ્કૂટર અને કાર રિકવર કરી છે. પીડિતના પરિવારનો આરોપ છે કે, પોલીસે અપહરણના કેસમાં સમયસર કાર્યવાહી કરી ન હતી, જેના કારણે તેમના પુત્રનું મૃત્યુ થયું હતું, પોલીસે આરોપને નકારી કાઢ્યો હતો.

દિલ્હી ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ