Crime Story in UP : યુપીના લખનઉમાં 90 વર્ષીય મહિલાની હત્યાના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. વૃદ્ધાના માથામાં ઈજા થઈ હતી અને ગળું ચીરી નાખ્યું હતું. તેણીની હત્યા થઈ ત્યારે તે ઘરે એકલી હતી. તેણીને 4 પુત્રો છે પરંતુ, તે એકલા રહેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, વૃદ્ધ મહિલા શૈલ કુમારીની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના પૌત્રએ જ કરી હતી. આરોપી પૌત્રનું નામ માનસ છે.
પૌત્રએ દાદીની કેમ હત્યા કરી?
દારૂ પીવાની લત છે અને તે અવારનવાર તેની દાદી પાસે પૈસા માંગવા જતો હતો. રવિવારે પણ તે દાદી પાસે દારૂ પીવાના પૈસા માંગવા ગયો હતો. આ વખતે દાદીએ માનસને પૈસા આપવાની ના પાડી. આ પછી તેણે થોડા રૂપિયા માટે દાદીની હત્યા કરી.
માથામાં લાકડી વડે હુમલો કર્યો
રિપોર્ટ અનુસાર, તેણે પૈસા માંગ્યા પરંતુ જ્યારે દાદીએ તેને પૈસા આપવાની ના પાડી તો તેણે તેમના માથા પર લાકડી વડે હુમલો કર્યો. હુમલા બાદ તેણે છરી વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. આ પછી તેણે તેમના હાથમાંથી બંગડીઓ કાઢી લીધી અને ઘરમાં રાખેલા 2500 રૂપિયા લઈને ત્યાંથી ભાગી ગયો.
કેવી રીતે કેસ ઉકેલાયો?
આ કેસમાં ડીસીપી નોર્થ કાસિમ આબ્દીએ કહ્યું કે, આરોપીએ પોલીસથી બચવા માટે નવું સિમ કાર્ડ લીધું હતું. તે પોલીસને ચકમો આપી રહ્યો હતો. જોકે પોલીસે મોબાઈલના ઈએમઈઆઈ નંબર દ્વારા તેને ટ્રેસ કર્યો હતો. તે નવીન ગલ્લા મંડી બંધા રોડ પાસે હતો, પકડાઈ ગયા પછી પણ તે પોલીસને ગોળ ગોળ ફેરવતો રહ્યો. તે કહેતો રહ્યો કે, તેણે તેની દાદીની હત્યા નથી કરી પરંતુ, પોલીસે તેના ટી-શર્ટ પર લોહીના દાગ જોયા, અને પોલીસે તેની કડક પૂછપરછ કરતાં માનસે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
આ પણ વાંચો – Crime News: કોલેજમાંથી વિદ્યાર્થિનીનું અપહરણ, હોટલમાં બંધક બનાવી ચાર લોકોએ કર્યું દુષ્કર્મ, આ રીતે પીડિતા બચી અને…
પૂછપરછ દરમિયાન માનસે પોલીસને જણાવ્યું કે, તેની દાદી તેને પૈસા આપતી ન હતી. જેના કારણે તેની હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસે માનસ પાસેથી 1850 રૂપિયા અને સોનાની બંગડીઓ મળી આવી છે. માનસે હત્યામાં વપરાયેલ હથિયાર પુલની નીચે ઝાડની ઝાડીમાં સંતાડી દીધું હતું. પોલીસને એક ડાયરી પણ મળી છે, જેમાં તે કવિતા લખતો હતો.