Crime News : મહારાષ્ટ્ર ના પુણેથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. અહીં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને હોટલમાં બોલાવી ગોળી મારીને હત્યા કરી દીધી. બંને છેલ્લા 10 વર્ષથી રિલેશનશિપમાં હતા. મહિલા આઈટી પ્રોફેશનલ હતી. તે એક પ્રખ્યાત કંપનીમાં કામ કરતી હતી. આ કેસમાં પોલીસે જણાવ્યું કે, આ ઘટના શનિવારે પિંપરી ચિંચવડના હિંજેવાડી વિસ્તારની એક લોજમાં બની હતી. પોલીસને રવિવારે સવારે આ અંગેની માહિતી મળી હતી.
આ કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ રિષભ નિગમ તરીકે થઈ છે અને તેની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી અને પીડિતા ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે જણાવ્યું કે, મહિલા હિંજેવાડીમાં એક આઈટી કંપનીમાં કામ કરતી હતી અને આરોપી ઉત્તર પ્રદેશમાં રહેતો હતો.
Crime News : હોટેલમાં રૂમ નંબર 306 બુક કરાવ્યો
રિપોર્ટ અનુસાર હિંજેવાડી હોટલમાં રૂમ નંબર 306 બુક કરવામાં આવ્યો હતો. આરોપી 25 જાન્યુઆરીથી ત્યાં રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પહેલેથી જ વંદનાની હત્યા કરવાની યોજના બનાવી હતી. તેને તેના ચારિત્ર્ય પર શંકા હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપી વંદનાને કથિત રીતે ગોળી માર્યા બાદ રાત્રે 10 વાગ્યે હોટલના રૂમમાંથી બહાર નીકળતો જોવા મળે છે. પોલીસે જણાવ્યું હતું કે, હત્યા કેસમાં હજુ વધુ તપાસ ચાલી રહી છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બાપુ બાંગરે જણાવ્યું હતું કે, “આરોપી ઉત્તર પ્રદેશથી આવ્યો હતો અને હિંજેવાડીમાં એક લોજમાં રહેતો હતો, જ્યાં તેણે મહિલાને બોલાવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, તેણે શનિવારે રાત્રે મહિલાને ગોળી મારી અને ભાગી ગયો. અમને સવારે આ ઘટનાની જાણ થઈ.
આ પણ વાંચો – રાજકોટ અકસ્માત : બાઈક સ્લીપ થયું, અને ટેન્કરના ટાયર પિતા-પુત્ર પર ફરી વળ્યા, સ્થળ પર જ કરૂણ મોત
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીને શોધી કાઢીને મુંબઈમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને વધુ તપાસ માટે તેને પુણે લાવવામાં આવી રહ્યો છે. અધિકારીએ કહ્યું, “હત્યા પાછળનો હેતુ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી. તેની પાછળના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે ભારતીય દંડ સંહિતા (IPC)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.





