AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને કાગડાએ મારી ચાંચ, સોશિયલ મીડિયા પર રમૂજનો વરસાદ, 'જૂઠ બોલે કૌઆ કાટે…'

Crow attack on Raghav Chadha : સંસદ ભવનની બહાર આપ સાંસદ રાઘવ ચઢ્ઢા પર કાગડાએ હુમો કરવાના ફોટા વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર લોકો આપી રહ્યા જબરદસ્ત પ્રતિક્રિયાઓ

Crow attack on Raghav Chadha : સંસદ ભવનની બહાર આપ સાંસદ રાઘવ ચઢ્ઢા પર કાગડાએ હુમો કરવાના ફોટા વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર લોકો આપી રહ્યા જબરદસ્ત પ્રતિક્રિયાઓ

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Crow attack on Raghav Chadha | AAP | BJP

રાઘવ ચઢ્ઢા પર કાગડાનો હુમલો

Crow attack on Raghav Chadha : સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, સમગ્ર વિપક્ષ મણિપુરમાં હિંસા પર કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. મણિપુર કેસમાં ગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ખુલાસો માંગવામાં આવી રહ્યો છે. આ માંગને લઈને હંગામો મચાવનાર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સમગ્ર સત્ર માટે હાંકી કાઢવામાં આવ્યા હતા. સંજય સિંહ ઉપરાંત AAPના રાઘવ ચઢ્ઢા પણ ચર્ચામાં છે. વાસ્તવમાં સંસદ પરિસરમાં જ એક કાગડાએ તેમને ચાંચ મારી હતી.

Advertisment

સંસદ પરિસરમાં રાઘવ ચઢ્ઢા સાથે અજીબ ઘટના બની

રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સભ્ય છે. રાઘવ ચઢ્ઢા પણ સંસદ સત્રમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે ગૃહની અંદર પણ અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. રાઘવ ચઢ્ઢા સંસદ ભવનના પરિસરમાં ફરતા સમયે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. ફોન પર વાત કરતી વખતે એક કાગડો આવ્યો અને તેમના માથા પર હુમલો કર્યો અને ચાલ્યો ગયો. આ સમગ્ર ઘટના સંસદ પરિસરમાં તહેનાત પીટીઆઈના ફોટો જર્નાલિસ્ટ શાહબાઝ ખાનના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

તસવીર વાયરલ થઈ રહી છે

રાઘવ ચઢ્ઢાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. લોકો જુદી જુદી કોમેન્ટ કરવા લાગ્યા. કેટલાક યુઝર્સે લખ્યું કે, આ રીતે કાગડો ચાંચ મારે એ સારો સંકેત નથી. તો, રાઘવ ચઢ્ઢાએ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ ફોટો ટ્વીટ કરીને ટોણો માર્યો હતો.

Advertisment
,

સોશિયલ મીડિયા યુઝર્સે આપી રમૂજી પ્રતિક્રિયાઓ

ભાજપ દ્વારા કરવામાં આવેલા ટ્વિટ પર સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અજીત સિંહ નામના એક ટ્વિટર યુઝરે લખ્યું કે, 'કેજરીવાલ અને તેમની ટીમ પર આ પ્રકારના જોક્સ કરવા ભાજપને ભારે પડી શકે છે, યાદ છે ને? હજુ સુધરવાનો સમય છે.’ અનીશે લખ્યું, ‘હવે આમાં પણ તમે કહેશો કે, આ ભાજપનું ષડયંત્ર છે, તો શું કાગડો પણ ભાજપનો છે?

,

,

,

,

રાઘવ ચઢ્ઢા પહેલીવાર સંસદમાં પહોંચ્યા છે

રાઘવ ચઢ્ઢા પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય બન્યા છે. તેઓ રાજ્યસભાના સૌથી યુવા સાંસદ પણ છે. રાઘવ ચઢ્ઢાએ અણ્ણા આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. નેતાની સાથે રાઘવ ચઢ્ઢા સીએ પણ છે. 22 વર્ષની ઉંમરે, તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ મેળવ્યું હતુ.

ગુજરાતી ન્યૂઝ દેશ આપ ભાજપ