/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-99.jpg)
હવામાન વિભાગના નકશામાં ચક્રવાતની માર્ગ. (photo- IMD)
Cyclone Biparjoy Rajasthan IMD rain forecast : બિપરચોય ચક્રવાત ગુજરાતના જખૌની આસપાસ ટકરાયુ છે અને ભયંકર ગતિએ આગળ વધી રહ્યુ છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતની સાથે સાથે રાજસ્થાન માટે પણ ચિંતાજનક આગાહી કરી છે. ચક્રવાતે લેન્ડફોલ કરતાની સાથે જ તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. જખૌ, નલિયા, માંડવી, જામનગર, દ્વારકા સહિત ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે તીવ્ર વંટોળ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી રહી છે. ગુજરાતમાં તબાહી મચાવનાર ચક્રવાત બિપરજોય રાજસ્થાનમાં પ્રવેશશે ત્યારે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદથી પૂર આવવાની શક્યતા છે.
જખો, નલિયા, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચક્રવાતનો ભારે કહેર
છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના દરિયાને ધમરોળનાર ચક્રવાત બિપરજોય 15 જૂને સાંજે જખૌની નજીક ટકરાયુ છે. ચક્રવાત ત્રાટકતા ગુજરાતના દરિયા કિનારના વિસ્તારોમાં તીવ્ર વંટોળ સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયો ગાંડાતૂર બન્યો છે અને ઘણા સ્થળોએ સમુદ્રના પાણી કિનારા તોડીને ગામડામાં પ્રવેશી ગયા છે. જખો, નલિયા, માંડવી, દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હાલ આકાશી આફતનો સામનો કરી રહ્યા છે.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: Red Message. VSCS BIPARJOY at 2030IST of today over northeast Arabian Sea close to Saurashtra & Kutch coasts about 30km WSW of Jakhau Port(Gujarat). Landfall process commenced around 1830 IST & would continue till midnight of 15June. pic.twitter.com/AyPO6yeOjN
— India Meteorological Department (@Indiametdept) June 15, 2023
આજની રાત જખૌ, લખપત, નલિયા, નારાયણ સરોવર, દયાપાર સહિતના ગામો માટે ભારે બની રહેશે. આ ગામોમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. જે આખી રાત વરસી શકે છે. આ ગામો લેન્ડફોલની નજીક હોવાથી ત્યાં ભારે નુકસાન થઇ શકે છે.
જખૌ, લખપત, નલિયા, નારાયણ સરોવર, દયાપાર સહિતના ગામો માટે ભારે રાત
ગુજરાતના દરિયા કિનારે ચક્રવાત બિપરજોય ટકરાયુ છે અને મધ્યરાત્રી સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ રહેશે. આજની રાત જખૌ, લખપત, નલિયા, નારાયણ સરોવર, દયાપાર સહિતના ગામો માટે ભારે બની રહેશે. આ ગામોમાં ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે. જે આખી રાત વરસી શકે છે. આ ગામો લેન્ડફોલની નજીક હોવાથી ત્યાં ભારે નુકસાન થઇ શકે છે.
બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચક્રવાતની અસર પાટણ જિલ્લામાં પણ જોવા મળી છે. પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે #biparjoycyclon#Gujaratcyclonepic.twitter.com/G3j8WEXhri
— IEGujarati (@IeGujarati) June 15, 2023
ગુજરાત બાદ રાજસ્થાનનો વારો, પૂર આવવાની આગાહી
ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલ કર્યા બાદ ચક્રવાત બિપરજોય ગુજરાત તરફ આગળ વધશે અને ડિપ ડિપ્રેશન સર્જાશે. ચક્રવાત ઉત્તર કચ્છમાંથી પ્રસાર થઇ તે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગે આ વાવાઝોડાના લીધે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ ભારે વરસાદના લીધે પૂર આવવાની આગાહી કરી છે.
આ પણ વાંચોઃ બિપરજોય ચક્રવાત ગુજરાતમાં ટકરાયુ, વાવાઝોડા પછી શું કરવું અને શું ન કરવું જાણો વિગતવાર
હવામાન વિભાગના બુલેટીન અનુસાર 16 જૂને રાજસ્થાનના બાડમેર જાલોર, જેસલમેર, જોધપુર પાલી જિલ્લામાં 20 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે. તો 17 જૂને રાજસ્થાનમાં ડિ ડિપ્રેશનમાં રહેશે તેમજ નાગોર, જોધપુર,પાલીમાં જાલોરમા 20 સેમી તો બિકાનેર અજમેર, ભીલવાડા, ઉદયપુરમાં 11થી 20 સેમી વરસાદ પડવાની આગાહી છે. છેલ્લા બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડવાને કારણે ઉપરોક્ત જિલ્લાઓમાં પૂર આવવાની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us