Biparjoy Cyclone live | બિપરજોય વાવાઝોડા અંગે મોટા સમાચાર, ગુજરાત બાદ હવે રાજસ્થાનના માથે મોટી "આફત"

Cyclone Biparjoy landfall updates : બિપરજોય વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આશરે 125 કિમી પવનની ગતિ સાથે તબાહી મચાવી હતી. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં કહેર વર્તાવ્યા બાદ બિપરજોય વાવાઝોડું હવે રાજસ્થાન પહોંચશે.

Cyclone Biparjoy landfall updates : બિપરજોય વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આશરે 125 કિમી પવનની ગતિ સાથે તબાહી મચાવી હતી. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં કહેર વર્તાવ્યા બાદ બિપરજોય વાવાઝોડું હવે રાજસ્થાન પહોંચશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Biparjoy cyclone | biparjoy cyclone rajasthan | rajasthan cyclone

ગુજરાત બાદ હવે રાજસ્થાનનો વારો (Image credit- windy.com, screen grab)

Cyclone Biparjoy Rajasthan IMD rain forecast : બિપરજોય વાવાઝોડું ગુરુવાર સાંજથી કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતીને ઘમરોળી રહ્યું છે ત્યારે ધીમે ધીમે બિપરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારની સાંજે આશરે 6.30 કલાકે કચ્છના જખૌ બંદર નજીક બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ થયું હતું. અને ત્યારબાદ બિપરજોય વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આશરે 125 કિમી પવનની ગતિ સાથે તબાહી મચાવી હતી. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં કહેર વર્તાવ્યા બાદ બિપરજોય વાવાઝોડું હવે રાજસ્થાન પહોંચશે. રાજસ્થાનમાં પણ વાવાઝોડું આંશીક તબાહી મચાવે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વર્ણવી છે.

Advertisment

બિપરજોય વાવાઝોડા અંગેના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અત્યારે ક્યાં છે બિપરજો વાવાઝોડું?

હવામન વિભાગે શુક્રવારે 11 વાગ્યે જાહેર કરેલા બિલેટીન પ્રમાણે સુપર સાઇક્લોનિક સ્ટ્રોમ બિપરજોય આજે સવારે 8.30 વાગ્યાની વચ્ચે સાયક્લોનીક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈને નબળું પડ્યું હતું. જે અક્ષાંશ 23.4N અને લાંબા 69.5E, ભુજના લગભગ 30km WNW નજીક હતું, વાવાઝોડું આજે સાંજના સુમારે સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ નબળું પડી શકે છે. જોકે, બિપરજોય વાવાઝોડું સાંજ બાદ રાજસ્થાનમાં એન્ટ્રી મારી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

,

ગુજરાત બાદ રાજસ્થાનનો વારો, પૂર આવવાની આગાહી

ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલ કર્યા બાદ ચક્રવાત બિપરજોય ગુજરાત તરફ આગળ વધશે અને ડિપ ડિપ્રેશન સર્જાશે. ચક્રવાત ઉત્તર કચ્છમાંથી પ્રસાર થઇ તે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગે આ વાવાઝોડાના લીધે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ ભારે વરસાદના લીધે પૂર આવવાની આગાહી કરી છે.

Advertisment
,

હવામાન વિભાગના બુલેટીન અનુસાર 16 જૂને રાજસ્થાનના બાડમેર જાલોર, જેસલમેર, જોધપુર પાલી જિલ્લામાં 20 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે. તો 17 જૂને રાજસ્થાનમાં ડિ ડિપ્રેશનમાં રહેશે તેમજ નાગોર, જોધપુર,પાલીમાં જાલોરમા 20 સેમી તો બિકાનેર અજમેર, ભીલવાડા, ઉદયપુરમાં 11થી 20 સેમી વરસાદ પડવાની આગાહી છે. છેલ્લા બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડવાને કારણે ઉપરોક્ત જિલ્લાઓમાં પૂર આવવાની સંભાવના છે.

લેન્ડફોલ થવાની સાથે બિપરજોયે તબાહી મચાવવાનું કર્યું હતું શરું

બિપરજોય ચક્રવાત ગુજરાતના જખૌની આસપાસ ટકરાયુ છે અને ભયંકર ગતિએ આગળ વધી રહ્યુ છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતની સાથે સાથે રાજસ્થાન માટે પણ ચિંતાજનક આગાહી કરી છે. ચક્રવાતે લેન્ડફોલ કરતાની સાથે જ તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. જખૌ, નલિયા, માંડવી, જામનગર, દ્વારકા સહિત ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે તીવ્ર વંટોળ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી રહી છે. ગુજરાતમાં તબાહી મચાવનાર ચક્રવાત બિપરજોય રાજસ્થાનમાં પ્રવેશશે ત્યારે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદથી પૂર આવવાની શક્યતા છે.

જખૌ, નલિયા, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચક્રવાતનો ભારે કહેર

છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના દરિયાને ધમરોળનાર ચક્રવાત બિપરજોય 15 જૂને સાંજે જખૌની નજીક ટકરાયુ છે. ચક્રવાત ત્રાટકતા ગુજરાતના દરિયા કિનારના વિસ્તારોમાં તીવ્ર વંટોળ સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયો ગાંડાતૂર બન્યો છે અને ઘણા સ્થળોએ સમુદ્રના પાણી કિનારા તોડીને ગામડામાં પ્રવેશી ગયા છે. જખો, નલિયા, માંડવી, દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હાલ આકાશી આફતનો સામનો કરી રહ્યા છે.

cyclone biparjoy વાવાઝોડું Rajasthan ગુજરાત દેશ