સાયક્લોન ‘તેજ’ ગંભીર ચક્રવાત બન્યું, ઓડિશામાં શરૂ થયો ભારે વરસાદ, શું ગુજરાતમાં થશે અસર?

Cyclone Tej : ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું દબાણ સોમવારે સવાર સુધીમાં વધારે તીવ્ર બનશે

Written by Ashish Goyal
October 22, 2023 21:12 IST
સાયક્લોન ‘તેજ’ ગંભીર ચક્રવાત બન્યું, ઓડિશામાં શરૂ થયો ભારે વરસાદ, શું ગુજરાતમાં થશે અસર?
ચક્રવાત તેજ હવે ખૂબ જ ગંભીર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. (ફોટો: IMD/X)

Tej Cyclone : અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત ‘તેજ’ હવે ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું યમન અને ઓમાનના તટ તરફ આગળ વધી રહ્યું છે. તે જ સમયે બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. અરબી સમુદ્રમાં આવેલા તોફાનના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું દબાણ સોમવારે સવાર સુધીમાં વધારે તીવ્ર બનશે. આ પછી તે આગામી ત્રણ દિવસમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટ તરફ આગળ વધશે. હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડી પરનું દબાણ 24 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. ઓડિશાના પારાદીપથી લગભગ 610 કિલોમીટરના અંતરે નીચા દબાણનું ડિપ્રેશન રચાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત તેજ આગામી 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જોકે IMDએ રાહતના સમાચાર આપ્યા છે કે આ ચક્રવાતની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. તમને જણાવી દઈએ કે જૂન મહિનામાં અરબી સમુદ્રમાંથી ઉદભવેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી.

આ પણ વાંચો – શું ભાજપ સાથે નીતિશ કુમારની નિકટતા વધી રહી છે? 

હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યુલા અનુસાર આ ચક્રવાતને ‘તેજ’ કહેવામાં આવે છે. એવી આશંકા છે કે તે રવિવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને ઓમાન અને પડોશી યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધી શકે છે. જોકે ક્યારેક ચક્રવાત પોતાનો રસ્તો બદલી નાખે છે.

ભારતીય હવામાન વિભાગે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાની ઝડપને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જૂન મહિનામાં અરબી સમુદ્રમાંથી ‘બિપરજોય’ ચક્રવાત ઉદભવ્યું હતો. શરૂઆતમાં, ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા પછી તે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીમાંથી પસાર થયું હતુ. ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે હાલમાં તેજ ચક્રવાકથી કોઈ ખતરો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ