DA Hike News : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર. કેન્દ્રીય કેબિનેટે બુધવારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાને મંજૂરી આપી છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો દશેરા અને દિવાળી જેવા તહેવારો પહેલા કરવામાં આવ્યો છે. સાથે સાથે, ડીએ મૂળ પગાર અને પેન્શનના 55 ટકા થી વધારીને 58 ટકા કરવામાં આવ્યો છે.
વધેલા મોંઘવારી ભથ્થાનો અમલ ક્યારે થશે?
મોંઘવારી ભથ્થામાં વધારો 1 જુલાઈ, 2025 થી પાછલી અસરથી અમલમાં આવશે, એટલે કે છેલ્લા 3 મહિનાની બાકી રકમ ઓક્ટોબરના પગાર સાથે જમા કરવામાં આવશે. લગભગ 48 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકો માટે આ સારા સમાચાર છે.
પગાર કેટલો વધશે?
સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. જેના પગલે ડીએ હાલના 55 ટકાથી વધીને 58 ટકા થયો છે. આ વધારો જુલાઈ 2025થી અમલમાં આવશે. એટલે કે તેમના મૂળ પગારના 58 ટકા કર્મચારીઓને મોંઘવારી ભથ્થા તરીકે આપવામાં આવશે.
જે કર્મચારીઓનો મૂળ પગાર 60,000 રૂપિયા છે, તેમને હાલ 33,000 રૂપિયા ડીએ મળે છે. હવે 3 ટકાના વધારા બાદ તેમને મોંઘવારી ભથ્થું તરીકે 34,800 રૂપિયા મળશે, જેનો અર્થ એ છે કે તેમનો કુલ પગાર 1,800 રૂપિયાનો વધારો થશે.