Live

Today News Live Updates, 15 july 2024 : બંગાળમાં પંચાયત ચૂંટણી બાદ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 50થી વધુના મોત

15 july 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : July 15, 2023 14:40 IST
Today News Live Updates, 15 july 2024 : બંગાળમાં પંચાયત ચૂંટણી બાદ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 50થી વધુના મોત
પશ્વિમ બંગાળમાં હિંસા (Express photo)

Today Gujarat National world daily News latest update, 15 July 2023 : પશ્વિમ બંગાળમાં પંચાયત ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 24 કલાકમાં હિંસાની અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત નીપજ્યા છે. આ મોત સહિત કુલ 50 લોકોના મોત નીપજ્યા છે. પોલીસનો દાવો છે કે તે પોતાના કેટલાક સાથીઓ સાથે ગુરુવાર રાતે વૈષ્ણવનગર વિસ્તારમાં સિકાસ્તી ગામમાં મરચાના બગીચામાં બોમ્બ બનાવી રહ્યા હતા. આ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો

Live Updates

Sweet Corn Benefits : ડાયાબિટીસ ધરાવતા લોકો પણ મકાઇની મજા ઉઠાવી શકે છે, આ સુપરફૂડના છે અઢળક ફાયદા

Sweet Corn Benefits : ચાલો જાણીએ આ અહેવાવમાં કે સ્વીટ કોર્નનું સેવન કેવી રીતે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને તેના શરીરને શું ફાયદા થાય છે. તેમજ ડાયાબિટીસના દર્દીઓએ તેના ડાયટ પ્લાનમાં મકાઇ સામેલ કરવી જોઇએ કે નહીં? વધુ વાંચો

GPSC Recruitment 2023 | ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ 2 અને વર્ગ 3ની કુલ 266 જગ્યાઓ પર ભરતી બહાર પાડી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Lazy Load Placeholder Image

GPSC recruitment 2023, last date, online apply, notification : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા નાયબ વિભાગ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, સહાયક નિયામક અને મદદનીશ પ્રોફેસર અને અન્ય પોસ્ટ 2023 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. વધુ વાંચો

બંગાળમાં પંચાયત ચૂંટણી બાદ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 50થી વધુના મોત

પશ્વિમ બંગાળમાં પંચાયત ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 24 કલાકમાં હિંસાની અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત નીપજ્યા છે. આ મોત સહિત કુલ 50 લોકોના મોત નીપજ્યા છે. પોલીસનો દાવો છે કે તે પોતાના કેટલાક સાથીઓ સાથે ગુરુવાર રાતે વૈષ્ણવનગર વિસ્તારમાં સિકાસ્તી ગામમાં મરચાના બગીચામાં બોમ્બ બનાવી રહ્યા હતા. આ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો

Weather forecast : રાજ્યમાં 17 જુલાઈ પછી વરસાદનું જોર વધશે, 109 તાલુકાઓમાં વરસાદ, જૂનાગઢના કેશોદમાં 5.5 ઇંચ ખાબક્યો

Lazy Load Placeholder Image

Gujarat monsoon rainfall data, heavy rain forecast : વરસાદના આંકડાની આ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 5.5 ઇંચ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરતના પલસાણામં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વધુ વાંચો

રાજ્યમાં વરસાદનો રાઉન્ડ ફરી ચાલું, 109 તાલુકાઓમાં વરસાદ, જૂનાગઢના કેશોદમાં 5.5 ઇંચ ખાબક્યો

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ ચાલું થયો છે. ત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. મળતા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 5.5 ઇંચ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરતના પલસાણામં 4.5 ઇંચ વરસાદ, વાપી, માણાવદરમાં 3.5 ઇંચ વરસાદ, ગણદેવી, વિસાવદરમાં 3 ઇંચ, સુરત શહેરમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ 18 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. રાજ્યના 40 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.

મહેસાણામાં નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયી, ₹ 1500 માં નકલી માર્કશીટ બનાવતા હતા

મહેસાણામાં નકલી માર્કશીટ કૌભાંડ પકડાયું છે. બેચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટનું કૌભાંડમાં ચાલતું હતું. મળતી માહિતી પ્રમાણે બેચરાજીમાં આવેલા આદિત્ય કોમ્પલેક્સમાં અંબિકા ઝેરોક્ષમાં ધો.10,12, આઇટીઆઈની નકલી માર્કશીટ તૈયાર કરવામાં આવતી હતી. આ માર્કશીટ બનાવવા માટે સંચાલક કુલદીપ હરગોવિંદ સોલંકી 1500 રૂપિયા વસૂલતો હતો. પોલીસે સંચાલક સહિત બેની ધપકડ કરી હતી.

Government jobs : આ રાજ્યમાં 50 હજાર શિક્ષકોની થશે ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગત

Lazy Load Placeholder Image

Government jobs, teacher recruitment : મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 50,000 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 30,000 પદો પર પહેલા ચરણમાં અને 20,000 જગ્યાઓ પર બીજા ચરણમાં ભરતી થશે. આમ બે તબક્કામાં રાજ્યની સ્કૂલોમાં 50,000 શિક્ષકોની ભરતી કરાશે. વધુ વાંચો

દિલ્હીમાં સેના, NDRFની ટીમો તૈનાત, પૂરના પાણીના કારણે સપ્લાય ઉપર સરસ

ભારે વરસાદના કારણે યમુના નદીમાં જળસ્તર વધ્યું હતું. જોકે હવે ધીમે ધીમે જળસ્તર ઓછું થવા લાગ્યું છે. દિલ્હીના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ત્યારે એનડીઆરએફે શુક્રવારે કામ શરુ કરી દીધું હતું કારણે પાણીમાં રાજધાનીના કેટલાક પ્રમુખ ભાગ રિંગરોડ, આઈટીઓ જળમગ્ન થયા હતા. ખરાબરેગુલેટરના કારણે વોટર ફ્લો બાદ પાણી સુપ્રીમ કોર્ટ, લાલ કિલ્લા અને રાજઘાટ સુધી પહોંચી ગયું હતું. હવે સ્થિતિ ધીમે ધીમે નોર્મલ થતાં નોર્મલ સ્પીડથી મેટ્રો દોડાવવાની સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ કાર્ય માટે દિલ્હીમાં ભારતીય સેના, એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. અને પૂરના પાણી ભરાયા હોવાના કારણે સપ્લાઈ ઉપર પણ અસર થઈ રહી છે.

Asian Games 2023 : એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત, ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન, રિંકૂ સિંહ સહિત આ ખેલાડીઓને ટીમમાં મળી જગ્યા

Lazy Load Placeholder Image

Indian Cricket team for Asian Games 2023 : 19માં એશિયન ગેમ્સ 2023માં ક્રિકેટ પ્રતિયોગિતાનું આયોજન 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. જે ટી 20 ફોરમેટમાં રમાશે. 15 સભ્યોની કોર ટીમ ઉપરાંત પાંચ ખેલાડીઓને સ્ટેન્ડબાય રખાયા છે. વધુ વાંચો

PM modi France visit : રાષ્ટ્રપતિ મૈક્રોને સિતાર, વડાપ્રધાન બોર્નને માર્બલ ટેબલ, જાણો પીએમ મોદીએ ફ્રાન્સમાં શું શુ ભેટ આપી

Lazy Load Placeholder Image

PM Modi in france : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ હમૈનુઅલ મૈક્રોને ચંદનની લાકડીમાંથી બનેલું સંગીત વાદ્યયંત્ર સિતારની એક પ્રતિકૃતિ ભેટમાં આપી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોની પત્ની બ્રિગિટ મેક્રોને ચંદનના લાકડામાંથી બનેલા ડબ્બામાં પોચમપલ્લી રેશમ ઇકત ભેટ કર્યું હતું. વધુ વાંચો

‘ઓમ શાંતિ ઓમ’માં ફરાહ ખાન દીપિકા પાદુકોણના સ્થાને આ અભિનેત્રીને લેવા માંગતી હતી, જાણો દીપિકા પાદુકોણ વિશે રોચક વાતો

Lazy Load Placeholder Image

Deepika Padukone : દીપિકા પાદુકોણને TIME100 ઈમ્પેક્ટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. આ તકે આજે આ અહેવાલમાં દીપિકા પાદુકોણના લાઇફ સિક્રેટ અને તેના જીવનની રોચક વાતો વાંચો. જે અંગે કદાચ તમને ખ્યાલ નહીં હોય. વધુ વાંચો

Maharashtra politics : શિંદે સરકારમાં મંત્રી બનતા જ શરદ પવારના ઘરે કેમ પહોંચ્યા અજિત પવાર?

Lazy Load Placeholder Image

શિંદે સરકારમાં નાણામંત્રી બનતા જ અજિત પવારે અચાનક એનસીપી પ્રમુખ શરદ પવારની મુલાકાત કરી હતી. શરદ પવારના ઘરે જ તેમણે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રની રાજકીય મેદાનમાં જે પ્રકારનો ખેલ થયો છે. ત્યારબાદ આ મુલાકાતે ચર્ચાની બજારને ગરમ કરી દીધી છે. જોકે, આ મીટિંગનું સાચું કારણ સામે આવ્યું નથી. વધુ વાંચો

બિપરજોય વાવાઝોડું : ગુજરાત સરકારે 240 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું, આ બે જિલ્લાના ખેડૂતોને મળશે લાભ

Biparjoy Cyclone Relief Package : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠેકમાં રાજ્યમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પુન:બેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 240 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કરાયું છે. આ પેકેજની વિસ્તૃત વિગતો આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજયમાં ચાલુ વર્ષે જૂન માસમાં ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાના કારણે કૃષિ તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયેલ છે. જેમાં મુખ્યત્વે કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અસર થઈ છે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લામાં અંદાજીત 1 લાખ 30 હજાર હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકોને અસર થઇ છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં ફળઝાડ પડી જવાથી આંશિક કે સંપૂર્ણ નાશ પામ્યા છે. વધુ વાંચો

આજનો ઇતિહાસ 15 જુલાઇ: વિશ્વ યુવા કૌશલ દિવસ- યુવાઓ નવી સ્કીલ શીખવા અને ઉદ્યોગસાહસિકતા માટે પ્રેરિત થાય

Lazy Load Placeholder Image

Today history 15 july: આજે 15 જુલાઇ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ યુવા કૌશલ દિવસ અને ગુજરાતના મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. વધુ વાંચો

Daily Horoscope, 15 july 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકોએ કોઈ મિત્રને તેમની નાણાકીય સમસ્યાઓમાં મદદ કરવી પડશે

today Horoscope, 15 july 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

Kashtabhanjan dada, sarangpur live darshan : અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે. લાઇવ દર્શન કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ