Live

Today News Live Updates, 16 August 2023 : આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મહબુબા મુફ્તીએ કહ્યું – આ જમ્મુ કાશ્મીરના લોકો માટે ભાવનાત્મક મુદ્દો

16 August 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : February 15, 2024 00:19 IST
Today News Live Updates, 16 August 2023 : આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મહબુબા મુફ્તીએ કહ્યું – આ જમ્મુ કાશ્મીરના લોકો માટે ભાવનાત્મક મુદ્દો
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબુબા મુફ્તી (એક્સપ્રેસ)

Today Gujarat National world daily News latest update, 16 August 2023 : જમ્મુ કાશ્મીરમાં વિશેષ દરજ્જો ખતમ કરવાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબુબા મુફ્તી પણ કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે મને ઘણો આનંદ થઇ રહ્યો છે કે 370 પર સુનાવણી થઇ રહી છે. આ મારા માટે ફક્ત કાનૂની મુદ્દો નથી, આ જમ્મુ કાશ્મીરના લોકો માટે ભાવનાત્મક મુદ્દો છે.

Live Updates

આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મહબુબા મુફ્તીએ કહ્યું - આ જમ્મુ કાશ્મીરના લોકો માટે ભાવનાત્મક મુદ્દો

જમ્મુ કાશ્મીરમાં વિશેષ દરજ્જો ખતમ કરવાના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબુબા મુફ્તી પણ કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે મને ઘણો આનંદ થઇ રહ્યો છે કે 370 પર સુનાવણી થઇ રહી છે. આ મારા માટે ફક્ત કાનૂની મુદ્દો નથી, આ જમ્મુ કાશ્મીરના લોકો માટે ભાવનાત્મક મુદ્દો છે.

મહેલો, બંગલા, કરોડોની કિંમતની કાર અને ઘણું બધું, છોટા નવાબ સૈફ અલી ખાનની સંપત્તિ જાણો છો?

Lazy Load Placeholder Image

Saif Ali Khan Birthday : સૈફ અલી ખાન પટૌડી પરિવારના 10મા નવાબ છે અને શાહી જીવનશૈલી જીવે છે. સૈફે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત 1993માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પરંપરા’થી કરી હતી. વધુ વાંચો

PM-E Bus : મોદી સરકારનો મોટો નિર્ણય, 100 શહેરોમાં દોડશે 10 હજાર ઇલેક્ટ્રિક બસ, કેન્દ્ર સરકાર આપશે 20 હજાર કરોડ

Lazy Load Placeholder Image

PM electric bus Yojna : ભારતના 100 શહેરોમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના શરૂ કરવામાં આવશે. આના માટે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે. આ સિવાય 7 સપ્ટેમ્બરે ઓબીસી માટે વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે. વધુ વાંચો

શ્રીકૃષ્ણ જન્મભૂમિ પાસે બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી 10 દવિસ માટે રોક, આ સપ્તાહે થશે સુનાવણી

Lazy Load Placeholder Image

bulldozer action in krishna janmbhumi : સુપ્રીમ કોર્ટે મથુરામાં કૃષ્મ જન્મભૂમિ પાસે અતિક્રમણ હટાવવા માટે રેલવે અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવેલી ડ્રાઇવ પર 10 દિવસ માટે રોક લગાવી દીધી છે. અહીં રેલવે દ્વારા ગેરકાયદે વસ્તી વિરુદ્ધ એક્શન લેવામાં આવી રહ્યું હતું. અત્યાર સુધી લગભગ 100 મકાન તોડી પાડવામાં આવ્યા હતા. વધુ વાંચો

Xiaomi ના MIX Fold 3 અને Redmi K60 ફોન લોન્ચ, શું છે તેમની કિંમત અને ફીચર્સ?

Lazy Load Placeholder Image

Xiaomi MIX Fold 3 and Redmi K60 phones launched : શાઓમી મિક્સ ફોલ્ડ 3 અને રેડમી કે60 ફોન ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા છે, તો જોઈએ તેની કિંમત (Price), સુવિધા (feature), બેટરી (battery), કેમેરા (camara) વગેરે સ્પેસિફિકેશન (specifications). વધુ વાંચો

Morari Bapu Ram Katha UK : મોરારી બાપુની કથામાં જોડાયા ઋષિ સુનક, લગાવ્યો જય સિયા રામનો નારા, વાયરલ વીડિયો પર આવી રહી છે પ્રતિક્રિયા

Lazy Load Placeholder Image

Morari Bapu Ram Katha UK : મોરારી બાપુની બ્રિટન (Britain) માં રામ કથામાં યુકે પીએમ ઋષિ સુનક (Rishi Sunak) હાજર રહ્યા હતા, તેમણે અહીં સ્પીટ પણ આપી, જેનો વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો.. વધુ વાંચો

જયપુર-મુંબઈ ટ્રેન હત્યા: RPF કોન્સ્ટેબલે બુરખા પહેરેલી મહિલાને બંદૂકની અણી પર ‘જય માતા દી’ કહેવા મજબૂર કરી હતી

Lazy Load Placeholder Image

Jaipur-Mumbai Train Killings : આરપીએફ કોન્સ્ટેબલે જયપુર મુંબઈ ટ્રેનમાં કથિત રીતે તેના વરિષ્ઠ, સહાયક સબ-ઇન્સ્પેક્ટર ટીકારામ મીના અને ત્રણ મુસાફરો – અબ્દુલ કાદર મોહમ્મદ હુસૈન ભાનપુરાવાલા, સૈયદ સૈફુદ્દીન અને અસગર અબ્બાસ શેખની હત્યા કરી હતી, આરોપી હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. વધુ વાંચો

અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલા અવધ આર્કેડમાં લાગી ભીષણ આગ, 11 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલા અવધ આર્કેડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. માર્કેટના ભોયરામાં લાગેલી આગ બાદ ધુમાડાના ગોટેગોટા ચારે બાજુ નીકળ્યા હતા. આગમાં ફસાયેલા કેટલાક લોકોનું ફાયર બ્રિગેડએ રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

આજે ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે

ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદ પડી શકે છે.

Toyota Fortuner : ટોયોટા ફોર્ચ્યુનરના ફ્લેક્સી ફ્યુઅલ વર્ઝનની મોટર શોમાં પહેલી ઝલક મોટર,ભારતમાં ક્યારે થશે લોન્ચ?

Lazy Load Placeholder Image

Toyota Fortuner : જાપાનીઝ કંપની ટોયોટા ફોર્ચ્યુનરમાં પર્યાવરણની ચિંતા કરવા જેવું નથી, સંપૂર્ણ સાઈઝની ફોર્ચ્યુનર એસયુવીનું ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન ઇકો-ફ્રેન્ડલી છે. તેને ‘ફોર્ચ્યુનર ફ્લેક્સી ફ્યુઅલ E-100’ તરીકે પણ ઓળખવામાં આવે છે, વધુમાં અહીં વાંચો.

રાષ્ટ્રપતિ, પીએમ મોદી પહોંચ્યા "સદૈવ અટલ", પૂર્વ વડાપ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીને આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પાંચમી પુણ્યતિથિ છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અટલ બિહારી વાજપેયીના સ્મારક સદૈવ અટલ સ્મારક પર પુષ્પાંજલિ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર સદૈવ અટલ સ્મારક પર પુષ્પાંજલી આર્પિત કરી હતી.

Kiara Advani : કિયારા અડવાણીએ પહેલી રસોઇમાં શું બનાવ્યું હતુ? કેવું ચાલી રહ્યું છે કપલનું લગ્ન જીવન, વાંચો

Lazy Load Placeholder Image

Kiara Advani : કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં 7 ફેબ્રુઆરીએ ડ્રીમ લગ્ન કર્યા હતા. ત્યારે શું તમે જાણો છો કિયારા અડવાણીએ તેની પહેલી રસોઇમાં શું બનાવ્યુ હતુ? જે જાણીને તમને ચોક્કસથી નવાઇ લાગશે. સાથે જ તેને સિદ્ધાર્થ મલ્હોત્રાના ભરપૂર વખાણ કર્યા છે. વધુ વાંચો

Health Tips : એક મહિના માટે મેંદાનું સેવન બંધ કરવાથી શરીરમાં આટલા ફેરફાર થઇ શકે

Lazy Load Placeholder Image

Health Tips :શું તમારે ડાયટમાં મેંદાનું સેવન કરવાનું બંધ કરવું જોઈએ? જ્યારે તમે તેને એક મહિના માટે છોડી દો છો ત્યારે તમારા શરીરમાં શું થઈ શકે છે, અહીં જાણો એક્સપર્ટ શું કહે છે? વધુ વાંચો

PMJAY હેઠળ ‘મૃત’ દર્દીઓની સારવાર માટે રૂપિયા 6.9 કરોડ ચૂકવાયા : CAG

Lazy Load Placeholder Image

CAG report on PMJAY : આ યોજના 2018માં શરૂ કરવામાં આવી હતી. જે આરોગ્ય સંભાળ મેળવવા માંગતા ગરીબ અને સંવેદનશીલ વસ્તી માટે ખિસ્સા બહારના ખર્ચને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે. વધુ વાંચો

વૃંદાવનના બાંકે બિહારી મંદિર પાસે દુર્ઘટના, બાલ્કની ધરાશાયી થતા 5 લોકોના મોત

Lazy Load Placeholder Image

Balcony Collapse In Vrindavan : આ ઘટના ત્યારે બની જ્યારે ભક્તો દર્શન કરીને મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા. દુર્ઘટના થતાં જ અફરાતફરી મચી ગઇ હતી. વધુ વાંચો

આજનો ઇતિહાસ 16 ઓગસ્ટ: 1946માં પ્રત્યક્ષ કાર્યવાહી દિવસે કલકત્તામાં નરસંહાર થયો, અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ

Lazy Load Placeholder Image

Today history 16 August: આજે 16 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ડાયરેક્ટ એક્શન ડે છે જેને કલકત્તા કિલિંગ દિવસ પણ કહેવાય છે. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પાંચમી પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. વધુ વાંચો

Daily Horoscope, 16 August 2023, આજનું રાશિફળ : તમામ નકારાત્મક પરિસ્થિતિઓને કારણે વૃષભ રાશિના જાતકોની વ્યવસાયિક ગતિવિધિઓ હાલમાં સામાન્ય રહેશે

today Horoscope, 16 August 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર અધિક શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન

Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ