Live

Today News Live Updates, 19 september 2023 : રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું – નવી સંસદ ફક્ત બિલ્ડિંગ નથી, નવી શરૂઆતનું પ્રતિક છે

19 september 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : September 19, 2023 22:00 IST
Today News Live Updates, 19 september 2023 : રાજ્યસભામાં પીએમ મોદીએ કહ્યું – નવી સંસદ ફક્ત બિલ્ડિંગ નથી, નવી શરૂઆતનું પ્રતિક છે
લોકસભામાં વડાપ્રધાન મોદી - Photo- ANI

Today Gujarat National world daily News latest update, 19 september 2023 : નવા સંસદ ભવનના દરવાજા સંસદો માટે ખુલી ગયા છે.. બધા સાંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પગપાળા પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારે નવા ભવનનું કામ શરુ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેનું સત્તાવાર ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ પ્રધાન મંત્રીએ કહ્યું હતું. નવા ભવનમાં સંસદોનું વિશેષ સત્ર ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે થયું છે. નવી શરુઆત કરવા માટે આ શુભ દિવસ મનાય છે. નવા સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી સંસદ ફક્ત બિલ્ડિંગ નથી, નવી શરૂઆતનું પ્રતિક છે

Live Updates

ભારત ચંદ્ર પર પહોંચી ગયું અને આપણે ભીખ માંગીએ છીએ, નવાઝ શરીફે પાકિસ્તાનના સેના પ્રમુખો અને જજો પર કર્યા આકરા પ્રહાર

Lazy Load Placeholder Image

Pakistan News : નવાઝ શરીફે કહ્યું – જ્યારે અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન બન્યા હતા ત્યારે તેમનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર એક અબજ ડોલરનો હતો પરંતુ હવે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 600 અબજ ડોલર થઈ ગયો છે. વધુ વાંચો

Jio AirFiber Price : જિયો એર ફાઇબર પ્લાન માટે જીએસટી સાથે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, કઇ-કઇ ચેનલ અને ઓટીટી એપ્સ જોવા મળશે? જાણો વિગતવાર

Lazy Load Placeholder Image

Jio AirFiber Plan Digital Channels And 14 OTT App Details : જિયો એર ફાઇબલ ભારતના 8 શહેરોમાં લોન્ચ કરાયો છે. જિયો એર ફાઇબર પ્લાનના બેઝિક ચાર્જ પર જીએસટી અલગથી ચૂકવવો પડશે. વધુ વાંચો

ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સંબંધોથી વેપાર પર શું થશે અસર?

Lazy Load Placeholder Image

India-Canada Row : ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધારે વણસ્યા છે. બંને દેશો વચ્ચે ખરાબ સંબંધો હોવા છતાં કેનેડામાં ત્રણ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વધુ વાંચો

લોકસભામાં રજૂ થયું મહિલા આરક્ષણ બિલ

કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં રજૂ કર્યું.

ગુજરાત હવામાન અપડેટ: આજે મોરબી અને કચ્છ જિલ્લાનો વારો, જુઓ બે દિવસ કયાં ભારે વરસાદની આગાહી

Lazy Load Placeholder Image

Gujarat Weather Update : ગુજરાતમાં ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, પહેલા બે દિવસ મધ્ય ગુજરાત (Central Gujarat), ત્યારબાદ ઉત્તર ગુજરાત (Uttar Gujarat) ને ગમરોળ્યા બાદ આજે કચ્છ (Kutch) અને મોરબી (Morbi) ને મેઘરાજાએ બાનમાં લીધુ છે. તો જોઈએ આજે અને આવતીકાલે કયા જિલ્લામાં હજુ વરસાદ થઈ શકે છે. વધુ વાંચો

મહિલા આરક્ષણ બિલનું નામ હશે નારી શક્તિ વંદન અધિનિયમઃ પીએમ મોદી

પીએમ મોદીએ પોતાના સંબંધનમાં કહ્યું કે મહિલાઓના અધિકાર અને શક્તિ આપવા માટે ભગવાનને મને પસંદ કર્યો છે. તેમણે કહ્યું કે નારી શક્તિ વંદન અધિનિયમથી મહિલાઓની તાકાત વધશે.

નવી સંસદમાં લોકસભાની કાર્યવાહી શરુ થઈ ગઈ છે

નવી સંસદમાં લોકસભાની કાર્યવાહી શરુ થઈ ગઈ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બંધારણ સભાના દરેક સભ્યોને શ્રદ્ધાંજલિ આપી.

લોકસભાની કાર્યવાહી શરુ, નવી સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પહેલું સંબોધન, ભૂતકાળની કડવાહટને ભુલાવીને આગળ વધવાનું છે

લોકસભાની કાર્યવાહી શરુ, નવી સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પહેલું સંબોધન, ભૂતકાળની કડવાહટને ભુલાવીને આગળ વધવાનું છે

બધા સંસદો સાથે નવા સંસદ ભવન પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

થોડી જ ક્ષણોમાં નવા સંસદ ભવનના દરવાજા સંસદો માટે ખુલી જશે. બધા સંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પગપાળા પહોંચી ગયા છે. સાંસદો સ્થાયી રૂપથી આ નવા સંસદ ભવનમાં બેસશે. કેન્દ્ર સરકારે નવા ભવનનું કામ શરુ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેનું સત્તાવાર ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ પ્રધાન મંત્રીએ કહ્યું હતું. નવા ભવમાં સંસદોનું વિશેષ સત્ર ગણેશ ચતુર્થી સાથે થશે. નવી શરુઆત કરવા માટે આ શુભ દિવસ મનાય છે.

બધા સંસદો સાથે નવા સંસદ ભવન પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Parliament Session Live: પીએમ મોદીએ આપ્યું મોટું સૂચન

જુના સંસદ ભવનમાં પીએમ મોદીએ પોતાના આખરી સંબોધનમાં કહ્યું કે, આજે આપણે અહીંથી વિદાય લઇને નવા સંસદ ભવનમાં જઇ રહ્યા છીએ. આ શુભ છે કે આજે આપણે ગણેશ ચતુર્થીએ અહીં બેઠા છીએ. ઉપ રાષ્ટ્રપતિ અને લોકસભા અધ્યક્ષને અપીલ અને સૂચન કરતાં કહ્યું કે, જ્યારે આપણે નવા સંસદ ભવનમાં જઇ રહ્યા છીએ તો આ જૂના ભવનની ગરિમા ક્યારેય ઓછી થવી ન જોઇએ. એને જૂની સંસદ કહીને છોડી દેવી ન જોઇએ. આને સંવિધાન ભવન તરીકે યાદ રાખીએ કે જેથી આપણા માટે જીવન પ્રેરણા બની રહે. ભાવિ પેઢી માટે એક મોટી ભેટ આપવાની આ અમૂલ્ય તક આપણે ગુમાવવી ન જોઇએ.

Gandesh Chaturthi 2023 : બધા દેવતાઓ પહેલા કેમ ગણપતિની પૂજા કરવામાં આવે છે? ગણેશ ચતુર્થીએ જાણો મહત્વ અને ઇતિહાસ

Lazy Load Placeholder Image

ગણેશ ચતુર્થી એક હિંદુ તહેવાર છે. આ ખાસ તહેવાર જ્ઞાન અને સંપત્તિના હિંદુ દેવતા ભગવાન ગણેશના જન્મની યાદમાં ઉજવે છે. ગણેશ ચતુર્થી એ સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ હિંદુ તહેવારોમાંનો એક છે, અને વ્યાપકપણે મનાવવામાં આવે છે. વધુ વાંચો

Anushka Sen : અનુષ્કા સેનના ટ્રેડિશનલ કોરિયન લૂક ચર્ચામાં, જુઓ ફોટા

Lazy Load Placeholder Image

Anushka Sen : ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને ખૂબ જ નાની ઉંમરમાં પોતાની જોરદાર એક્ટિંગ અને ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. ત્યારે એક્ટ્રેસ હાલ તેની લેટેસ્ટ તસવીરોને કારણે સતત ચર્ચામાં છે. વધુ વાંચો

કેનેડાએ ખાલિસ્તાની નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો લગાવ્યો આરોપ, રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યો

Lazy Load Placeholder Image

કેનેડાના પીએમ ટ્રુડોએ કહ્યું કે પોતાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં અન્ય કોઈ દેશ અથવા વિદેશી સરકારની સંડોવણી સહન કરવામાં આવશે નહીં. આ સાથે કેનેડાએ ભારત સાથેનો વેપાર કરાર પણ રદ કર્યો છે. વધુ વાંચો

રણબીર કપૂર અંગે કરણ જોહરે કર્યો મોટો ખુલાસો, રણબીર કપૂર અને રણવીર સિંહ બંને વિશે પણ કહી આ મોટી વાત

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહરે તાજેતરમાં મિડ-ડેને ઇન્ટરવ્યુ આપ્યું હતુ. જેમાં તેણે રણબીર કપૂર વિશે મોટી વાત કહી હતી. આ સાથે નિર્માતાએ રણવીર કપૂર અને રણવીર સિંહમાંથી કોણ શ્રેષ્ઠ છે તે અંગે પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી. વધુ વાંચો

PM મોદીએ સાંજે 6.30 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી મળી શકે છે

Lazy Load Placeholder Image

આ બેઠક સંસદના એનેક્સી બિલ્ડિંગમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. આ પહેલા પીએમ મોદી ઘણા મંત્રીઓ સાથે બેઠક કરી ચુક્યા છે. વધુ વાંચો

Today history આજનો ઇતિહાસ 19 સપ્ટેમ્બર : અમેરિકાએ પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યુ, જાણો આજની તારીખની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે

Lazy Load Placeholder Image

Today history 19 September : આજે 19 સપ્ટેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજની તારીખે અમેરિકાએ 1957માં નેવાડાના રણમાં પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ કર્યું હતુ. આજે ગણેશ ચતુર્થી છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે. વધુ વાંચો

Daily Horoscope, 19 september 2023, આજનું રાશિફળ : ગણેશચતુર્થીનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, વાંચો આજનું રાશિભવિષ્ય

today Horoscope, 19 september 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

Ganesh chaturthi today live darshan : ગણેશચતુર્થીએ કરો મુંબઈના સિદ્ધિ વિનાયક દાદાના લાઇવ દર્શન

Lazy Load Placeholder Image

Ganesh chaturthi 2023, sidhhivinayak today live darshan : ભગવાના ગણપતિ દાદાનો જન્મ દિવસ છે. આજના દિવસે લોકો પોતાના ઘરે ગણપતિ લાવે છે અને શ્રદ્ધાપૂર્વક સેવા અર્ચના કરે છે.અહીં ગણપતિબાપાના લાઇવ દર્શન કરો. વધુ વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ