Today News Live Updates, 23 August 2023 : દિલ્હી એરપોર્ટ પર બુધવારે એક મોટી દુર્ઘટના ટળી ગઇ છે. વિસ્તાર એરલાઇન્સના એક વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી જ્યારે અન્ય એક વિમાન તે જ ટ્રેક પર લેન્ડ કરવાની તૈયારીમાં હતું. એટીસીના નિર્દેશ પર ઉડાન રદ કરી દીધી હતી. આ મામલાને લઇને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ એક મોટી ભૂલ માનવામાં આવી રહી છે. દિલ્હીથી બાગડોગરા માટે યુકે725 નવા ઉદ્ઘાટન કરાયેલા રનવેથી એકદમ ઉડાન ભરવા માટે તૈયાર હતું. તે જ સમયે અમદાવાદથી દિલ્હીની વિસ્તારા ઉડાન લેન્ડ કરવાની હતી. બન્ને વિમાનમાં કુલ મળીને લગભગ 300 લોકો સવાર હતા. જોકે પાયલોટની સમજદારીથી આ મોટી દુર્ઘટના ટળી ગઇ છે.