Live

Today News Live Updates, 24 july 2023 : અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ પાસે મોટો ખાડો પડ્યો

24 july 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : July 24, 2023 20:41 IST
Today News Live Updates, 24 july 2023 : અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ પાસે મોટો ખાડો પડ્યો
અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ પાસે મસમોટો ખાડો પડ્યો હતો (Express photo by Nirmal Harindran)

Today Gujarat National world daily News latest update, 24 July 2023 : અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ પાસે મસમોટો ખાડો પડ્યો હતો. જેના કારણે રસ્તો બંધ કરવો પડ્યો હતો. આ પહેલા શનિવારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે એરપોર્ટ પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જ્યાંથી એર ટ્રાફિક કંટ્રોલ થાય એ રૂમ આસપાસ પણ પાણી ભરાય હતા. એરપોર્ટ પર પાણી ભરાઈ જતા અનેક મુસાફરો હતા એ ત્યાં જ અટવાઈ ગયા હતા.

Live Updates

અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ પાસે મોટો ખાડો પડ્યો

અમદાવાદ એરપોર્ટના પાર્કિંગ પાસે મસમોટો ખાડો પડ્યો હતો. જેના કારણે રસ્તો બંધ કરવો પડ્યો હતો. આ પહેલા શનિવારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદના કારણે એરપોર્ટ પર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જ્યાંથી એર ટ્રાફિક કંટ્રોલ થાય એ રૂમ આસપાસ પણ પાણી ભરાય હતા. એરપોર્ટ પર પાણી ભરાઈ જતા અનેક મુસાફરો હતા એ ત્યાં જ અટવાઈ ગયા હતા.

Lazy Load Placeholder Image

(Express photo by Nirmal Harindran)

ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ : અશ્વિને એકસાથે હરભજન સિંહ અને અનિલ કુંબલેનો મોટો રેકોર્ડ તોડ્યો

Lazy Load Placeholder Image

Ashwin Record : અશ્વિને વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં બે વિકેટ ઝડપી ખાસ સિદ્ધિ મેળવી, કપિલ દેવ ભારત તરફથી ટેસ્ટમાં કેરેબિયન ટીમ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તેમના નામે 89 વિકેટ છે. વધુ વાંચો

ગુજરાત હાઇકોર્ટમાં આસારામે કહ્યું - હું 64 વર્ષનો અને તે 21ની, યુવતી મને ધક્કો મારી ભાંગી શકતી હતી, આ ખોટો કેસ

Lazy Load Placeholder Image

Asaram Rape Case : આસારામનું કહેવું છે કે આ આખો મામલો ખોટો છે. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો કારણ કે કેટલાક લોકો તેના અને તેના આશ્રમથી ચીડાઇ ગયા હતા. તેની સજાને થોડા સમય માટે બરતરફ કરી દેવામાં આવે. વધુ વાંચો

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ : FSLના રિપોર્ટમાં ખુલાસો, તથ્ય પટેલની કારની સ્પીડ 142.5 હતી

Lazy Load Placeholder Image

Ahmedabad iskcon Bridge Accident Case : તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે સોમવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તથ્ય પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો. વધુ વાંચો

અમદાવાદ : કાલુપુરમાં ત્રણ માળનું રહેણાક મકાન ધરાશાયી, રહેવાસીઓનો આબાદ બચાવ

અમદાવાદના કાલુપુરના રાજા મહેતાની પોળમાં સોમવારે સવારે ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી થઇ હતી. બિલ્ડિંગના તમામ રહેવાસીઓનો આબાદ બચી ગયા હતા.

Lazy Load Placeholder Image

ગુજરાત વરસાદ : આજે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા તથા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

Lazy Load Placeholder Image

Car Insurance : તમારી કાર કે બાઇક પૂર કે પાણીમાં ડુબે અથવા નુકશાન થાય તો, શું કરવું અને શું ના કરવું? વીમો પાસ થાય?

Lazy Load Placeholder Image

બે પાકિસ્તાની સફેદ ટેન્કરમાં RDX લઇ ગોવા જઇ રહ્યા છે… ફોન કરનારને પોલીસે ઝડપી લીધો

Lazy Load Placeholder Image

સંસદ મોનસૂન સત્ર : મણિપુર મુદ્દે સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો, સંજય સિંહ સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ

મણિપુર હિંસા પર સંસદના બંને ગૃહોમાં હંગામા વચ્ચે સોમવારે સવારે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ પછી રાજ્યસભા હવે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યસભાના અધ્યક્ષે AAP સાંસદ સંજય સિંહને ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે.

વિપક્ષના સાંસદો આ મામલે પીએમ મોદીના નિવેદન અને ચર્ચાની માંગ પર અડગ છે. સ્પીકર જગદીપ ધનખરે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને ઠપકો આપતા કહ્યું કે, “તમે ખુરશીને પડકારી રહ્યા છો.” આના થોડા સમય બાદ હોબાળા વચ્ચે ઉપલા ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી

Mutual Fund SIP : મ્યુચ્યુઅલ ફંડ SIP દ્વારા નસીબ ઉજ્જવળ કરી શકાય, આ રીતે રોકાણ કરો અને મજબૂત વળતર મેળવો

Lazy Load Placeholder Image

Manipur Violence | મણિપુર હિંસા : અન્ય રાજ્યોના લોકો ફસાયા, જેઓને મણિપુરમાં પ્રેમ અને જીવન બંને મળ્યું

https://gujarati.indianexpress.com/national-news/manipur-violence-reason-news-in-gujarati-viral-video-orignal-mb/172120/

Lazy Load Placeholder Image

તથ્ય પટેલ સામે વધુ એક ગાળિયો! થાર અકસ્માતના તાર પણ તથ્ય સાથે જોડાયેલા હોવાની શંકા, FIR નોંધાઈ!

Lazy Load Placeholder Image

દિલ્હીમાં ફરી પૂરનો ખતરો, અનેક વિસ્તારોમાં હાઈ એલર્ટ

દિલ્હીમાં ફરી એકવાર પૂરનો ખતરો વધી ગયો છે. યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે. સવારે 7 વાગ્યે દિલ્હીમાં લોહા પુલ પાસે યમુનાનું જળસ્તર 206.56 મીટરે પહોંચ્યું હતું. અગાઉ રવિવારે રાત્રે 10 વાગ્યે તેનું સ્તર 206.44 મીટર હતું, યમુના નદીના જળસ્તરનું જોખમ 205.33 મીટરથી વધુ છે. દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, યમુનાના વધતા જળસ્તરને જોતા સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દિલ્હી-એનસીઆરની આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે હિંડોન સહિત અન્ય નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં દિલ્હી સિવાય નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સ્થિતિ ગંભીર છે.

આજે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે

ગુજરાતમાં છેલ્લા એક અઠવાડીયાથી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કર રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા, તો સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજથી જ્ઞાનવાપી કેમ્પસનો સર્વે શરૂ

વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ બાદ સોમવારે એટલે કે આજથી જ્ઞાનવાપી કેમ્પસ બંધ રહેશે. વૈજ્ઞાનિક સર્વે શરૂ થવા જઈ રહ્યો છે. વજુખાના સિવાય સમગ્ર કેમ્પસનો ASI દ્વારા સર્વે કરવામાં આવશે. SI ટીમે 4 ઓગસ્ટ સુધીમાં કોર્ટમાં પોતાનો રિપોર્ટ પણ રજૂ કરવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આજે વહેલી સવારથી જ ટીમ ઘટનાસ્થળે પહોંચીને પોતાનું કામ શરૂ કરવા જઈ રહી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ