Today News Live Updates, 5 August 2023 : જ્ઞાનવાપી પરિસર સર્વેનો બીજો દિવસ, હિન્દુ પક્ષના વકિલ બોલ્યા, અમે ઇચ્છીએ આ મામલો ઝડપથી ઉકેલી જાય

5 August 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

5 August 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
INDIA | oppostion parties allaince name | Indian National Democratic Inclusive Alliance

બેંગલુરુમાં ચાલી રહેલી 26 પાર્ટીઓની બેઠકમાં આ ગઠબંધનને ઇન્ડિયા નામ આપવામાં આવ્યું (તસવીર - )

Today Gujarat National world daily News latest update, 5 August 2023 :

ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે શનિવારે જ્ઞાનવાપી પરિસરમાં એકવાર ફરી વૈજ્ઞાનિક સર્વે શરુ કર્યો છે. આજે શનિવારે સર્વેનો બીજો દિવસ છે. સર્વે ટીમ સવારે પરિસર પહોંચી અને પોતાનું કામ શરુ કર્યું છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. સરકારી વકીલ રાજેશ મિશ્રા શુક્રવારે દિવસભર સર્વે દરમિયાન ટીમ સાથે હતા.

Advertisment

હાઇકોર્ટથી લીલી ઝંડી મળ્યા બાદ એએસઆઈની એક ટીમ કડક સુરક્ષા વચ્ચે શુક્રવારે સવારે જ્ઞાનવાપી પરિસરમાં દાખલ થઈ હતી. સર્વેક્ષણ શરુ કરી દીધું છે. શુક્રવારે મુસ્લિમ પક્ષની અરજી ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સર્વેક્ષણ પર રોક લગાવવાથી ઇન્કાર કરી દીધો હતો.

  • Aug 05, 2023 14:43 IST

    Pakistan Breaking News : તોશખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દોષી કરાર, 3 વર્ષની સજા, ચૂંટણી નહીં લડી શકે, લાહોરમાં ધરપકડ

    Pakistan ex pm imran khan toshabhana case : ઇસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. હવે ઇમરાન ખાન આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. કોર્ટે પીટીઆઈ પ્રમુખ ઉપર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. વધુ વાંચો



  • Aug 05, 2023 13:23 IST

    ઓગસ્ટમાં સૂર્ય, શુક્ર, બુધ અને મંગળની ચાલ બદવાશે, જાણો દેશ-દુનિયા અને રાશિઓ ઉપર શું થશે અસર

    August planet transit : વૈદિક પંચાગ અનુસાર 8 ઓગસ્ટે શુક્ર ગ્રહ વક્રી અવસ્થામાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે 17 ઓગસ્ટે સૂર્ય દેવ કર્ક રાશિથી નીકળીને પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 18 ઓગસ્ટે મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે. સાથે જ બુધ પણ વક્રી અવસ્થામાં સંચરણ કરશે. વધુ વાંચો



  • Advertisment
  • Aug 05, 2023 12:32 IST

    BJP big News: પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, કમલમમાં પ્રવેશ પ્રતિબંધની વાત નકારી

    BJP leader pradeep singh vaghela resigned : ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપની આતંરિક ખેંચતાણ શરુ થતાં રાજીનામું પડવું અનેક પ્રશ્નો ઊભા કરે છે. બીજી તરફ ભાજપ દ્વારા કમલમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુક્યાની વાત અંગે પ્રદીપસિંહ વાઘેલા પ્રતિક્રિયા આપતા આ વાતને નકારી દીધી હતી. વધુ વાંચો



  • Aug 05, 2023 11:22 IST

    રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટના આદેશનો શું અર્થ છે? ગેરલાયક ઠેરવવાના કારણો હવે અસ્તિત્વમાં નથી, સાંસદ તરીકે પાછા આવી શકે છે?

    supreme court, rahul gandhi case : જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે કહ્યું કે ટ્રાયલ કોર્ટના જજે ન્યાયી નથી ઠેરવ્યું કે શા માટે રાહુલને મહત્તમ બે વર્ષની સજા ફટકારવી જોઈએ જેના કારણે તેમને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. વધુ વાંચો



  • Aug 05, 2023 10:57 IST

    જ્ઞાનવાપી પરિસર સર્વેનો બીજો દિવસ, હિન્દુ પક્ષના વકિલ બોલ્યા, અમે ઇચ્છીએ આ મામલો ઝડપથી ઉકેલી જાય

    ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે શનિવારે જ્ઞાનવાપી પરિસરમાં એકવાર ફરી વૈજ્ઞાનિક સર્વે શરુ કર્યો છે. આજે શનિવારે સર્વેનો બીજો દિવસ છે. સર્વે ટીમ સવારે પરિસર પહોંચી અને પોતાનું કામ શરુ કર્યું છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. સરકારી વકીલ રાજેશ મિશ્રા શુક્રવારે દિવસભર સર્વે દરમિયાન ટીમ સાથે હતા.

    હાઇકોર્ટથી લીલી ઝંડી મળ્યા બાદ એએસઆઈની એક ટીમ કડક સુરક્ષા વચ્ચે શુક્રવારે સવારે જ્ઞાનવાપી પરિસરમાં દાખલ થઈ હતી. સર્વેક્ષણ શરુ કરી દીધું છે. શુક્રવારે મુસ્લિમ પક્ષની અરજી ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સર્વેક્ષણ પર રોક લગાવવાથી ઇન્કાર કરી દીધો હતો.



  • Aug 05, 2023 09:08 IST

    31 ઓગસ્ટે મુંબઈમાં મળશે INDIA ગઠબંધનની ત્રીજી બેઠક

    2024ની લોકસભા ચૂંટણીને લઇને ઇન્ડિયા ગઠબંધન તરફથી તાબડતોબ બેઠક ચાલું છે. પહેલા પટના, પછી બેંગ્લુરુ અને હવે મુંબઈમાં પણ દરેક વિપક્ષી જૂથોના નેતા સાથે જોડાઈ રહ્યા છે. મોટી વાત એ છે કે ત્રીજી બેઠકમાં ઇન્ડિયા ગઠબંધનના સંયોજકનું એલાન પણ કરવામાં આવી શકે છે. આ વખતની બેઠક 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રહેશે.



  • Aug 05, 2023 08:46 IST

    I.N.D.I.A. માત્ર ઘમંડી, સ્થિરતા લાવવા માટે બન્યું હતું રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA સાંસદોને કહ્યું

    PM Narendra Modi, NDA government, INDIA Alliance : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 વર્ષ પહેલા એડીએ (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન)ની રચના રાષ્ટ્રીય રાજનીતિક પરિદર્શમાં સ્થિરતા લાવવા માટે કરી હતી. પરંતુ વિપક્ષી જૂથ I.N.D.I.A. નહીં પરંતુ ઘમંડિયા કહેવું જોઇએ. વધુ વાંચો



  • Aug 05, 2023 07:28 IST

    Jammu And Kashmir : જમ્મુ કાશ્મિરના કુલગામમાં સેના અને આતંકવાદીઓ સાથે અથડામણ, ત્રણ જવાન શહીદ

    Indian Army, Jammu Kashmir, Kulgam, Encounter : સુરક્ષાદળોએ દક્ષિણ કશ્મીરમાં કુલગામ જિલ્લામાં હલાણ વન ક્ષેત્રના ઉંચાઈ વાળા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરુ કર્યું હતું. વધુ વાંચો



  • Aug 05, 2023 07:07 IST

    આજનો ઇતિહાસ 5 ઓગસ્ટ: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ

    Today history 5 August: આજે 5 ઓગસ્ટ 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ છે. વર્ષ 2019માં આજની તારીખે જ જમ્મુ-કાશ્મરીને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી વિવાદીત આર્ટિકલ 370 નાબૂદ કરાયો હતો. આજે ચંદ્ર પર પગ મૂકનાર વિશ્વના પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ તેમજ બોલીવુડ ફિલ્મ કલાકાર કાલોજ, વત્સલ શેઠ અને અરવિંદ જોશીનો બર્થડે છે. વધુ વાંચો



  • Aug 05, 2023 07:06 IST

    Daily Horoscope, 5 August 2023, આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકો દિવસની શરૂઆતમાં થોડો તણાવ રહેશે. રોકાણની પ્રવૃત્તિઓમાં ઉતાવળ ન કરો

    today Horoscope, 5 August 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધું વાંચો



  • Aug 05, 2023 07:05 IST

    Shravan 2023, Today Live Darshan : આજના લાઇવ દર્શન, પવિત્ર અધિક શ્રાવણમાં સોમનાથ મંદિરથી મહાદેવના કરો લાઇવ દર્શન

    Somnath temple Mahadev bholenath live darshan: ગુજરાતના દરિયાકાંઠે આવેલું ભગવાન સોમનાથ ભોળાનાથનું મંદિર ભારતનું પહેલું જ્યોતિર્લિંગ છે. શ્રાવણમાં દેવોના દેવ મહાદેવના દર્શન કરવા શુભ માનવામાં આવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે. લાઇવ દર્શન કરો



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ