Today News Live Updates, 7 August 2023 : રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ પાસ થઇ ગયું છે. પક્ષમાં 131 વોટ પડ્યા હતા અને વિરોધમાં 102 વોટ પડ્યા હતા. આ પહેલા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે બિલની એક પણ જોગવાઇ ખોટી નથી. બીજી તરફ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આ વિધેયક પુરી રીતે અસંવૈધાનિક છે. આ મૌલિક રુપથી અલોકતાંત્રિક છે અને દિલ્હીના લોકોનો ક્ષેત્રીય અવાજ અને આકાંક્ષાઓ પર એક પ્રત્યક્ષ હુમલો છે. દિલ્હીમાં સુપર સીએમ બનાવવાનો પ્રયત્ન છે. કોંગ્રેસને જવાબ આપતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે દેશમાં 10 વર્ષ સુધી સુપર પીએમ રહ્યા છે.




















