Today News Live Updates, 9 october 2023 : ઇઝરાઇલને સેન્યની મદદ આપી રહ્યું છે અમેરિકા, હમાસના અનેક ઠેકાણાને કર્યા તબાહ

9 october 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : October 09, 2023 11:31 IST
Today News Live Updates, 9 october 2023 : ઇઝરાઇલને સેન્યની મદદ આપી રહ્યું છે અમેરિકા, હમાસના અનેક ઠેકાણાને કર્યા તબાહ
ઈઝરાયેલ પર હમસાના કરેલા હુમલામાં મોટી સંખ્યામાં જાન-માલને નુકસાન પહોંચ્યુ છે.

Today Gujarat National world daily News latest update, 9 october 2023 : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • israel hamas war : ઈઝરાયેલને મળી પહેલી મોટી સફળતા, IDFએ આતંકવાદી સંગઠન હમાસના નેવલ ચીફને ઝડપી લીધો

israel hamas palestine war : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલના સુરક્ષા દળો જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. ઇઝરાયેલના સુરક્ષા દળોએ હમાસના નૌકાદળના કમાન્ડર મોહમ્મદ અબુ અલીને પકડી લીધો છે. વધુ વાંચો

  • BHEL Recruitment 2023 : ભારત ઇલેક્ટ્રોનિક્સન લિમિટેડમાં 120 જગ્યાઓ ઉપર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એપ્રેન્ટિસ એક્ટ, 1961 (સંશોધિત) હેઠળ 01-વર્ષની એપ્રેન્ટિસશિપ તાલીમ માટે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની પોસ્ટ માટે લાયક અને યોગ્ય ઉમેદવારોની ભરતી કરી રહી છે. વધુ વાંચો

  • ઇઝરાઇલને સેન્યની મદદ આપી રહ્યું છે અમેરિકા, હમાસના અનેક ઠેકાણાને કર્યા તબાહ

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલું છે. હમાસના હુમલા બાદ ઈઝરાઈલે પણ હુમલો શરુ કરી દીધો છે. ત્યારબાદ એક પછી એક અનેક હમાસના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા છે. આ હુમલામાં અત્યાર સુધી બંને બાજુ 1100થી વધારે નાગરીકોના મોત થયા છે. આ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઇઝરાઇલ માટે સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી છે. અમેરિકાએ પોતાનું યુદ્ધ જહાજ ઇઝરાઇલ બોર્ડર પાસે તૈનાત કરી દીધું છે.

  • Apple Cider Vinegar VS Lemon Juice : એપલ સીડર વિનેગર કે લીંબુનો રસ, વજન ઘટાડવા માટે વધુ ક્યુ સારું?

Apple Cider Vinegar VS Lemon Juice : એપલ સાઇડર વિનેગરનું સેવન શરીરમાં સ્વસ્થ બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં મદદ કરે છે, જે પાચનમાં સુધારો કરે છે. આ સાથે, સફરજન સીડર વિનેગરનું નિયમિત સેવન કરવાથી શરીરના મેટાબોલિક રેટમાં પણ વધારો થાય છે, જે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ છે.વધુમાં વાંચો.

  • Canada Visa Freeze : ભારત કેનેડાના સંબંધોમાં તિરાડને લીધે પ્રવાસની પીક સીઝનમાં ભારતીય ટુરિઝમ માર્કેટને અસર થઇ શકે

Canada Visa Freeze : પર્યટન મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર એ ટોચની પ્રવાસી મોસમ છે, જ્યારે શિયાળ બરોબર જામ્યો હોય છે. મંત્રાલયના 2021ના ડેટા અનુસાર, ભારતની મુલાકાતે આવેલા કુલ કેનેડિયન પ્રવાસીઓમાંથી 24 ટકાથી વધુ લોકો ડિસેમ્બરમાં આવ્યા હતા, જ્યારે મે મહિનામાં એક ટકાથી ઓછા પ્રવાસીઓએ અહીંયા પ્રવાસ કર્યો હતો. વધુ વાંચો

  • રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી તારીખો આજે થશે જાહેર, 12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસકોન્ફરન્સ

ચૂંટણી આયોગ આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં પાંચ રાજ્યોની ચૂંટણી તારીખોની જાહેરાત કરાશે. આ વર્ષે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થનારી છે. જેની તારીખો આજે જાહેર કરવામાં આવશે. તારીખ જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ પડશે.

Sukhasana : સુખાસનના આ ફાયદા જાણ્યા પછી તમે રોજ આ યોગ મુદ્રામાં બેસીને ભોજન લેશો, અહીં જાણો બધુજ

જમીન પર બેસીને ભોજન હાથ દ્વારા લેવુંએ ભારતમાં ઘણા સમયથી ચાલી આવતી પરંપરા છે, પરંતુ શું તમે ક્યારેય તેની પાછળના કારણો વિશે વિચાર્યું છે? શું તેના ફાયદા વિષે વિચાર્યું છે? તાજેતરમાં, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકરે યોગની મુદ્રા વિષે શેર કર્યું જે તમારા ખાવાના અનુભવને વધારી શકે છે. સુખાસનમાં ફ્લોર પર બેસીને ઓછામાં ઓછા એક ભોજનનો આનંદ માણવાની ભલામણ કરે છે, જે ક્રોસ પગની સ્થિતિ છે. વધુ વાંચો

  • Salman Khan : સલમાન ખાનએ મિસ્ટ્રી ગર્લ સાથે તસવીર શેર કરી, ફેન્સમાં અટકળો તેજ, ભાઈ લગ્ન કન્ફર્મ?

Salman Khan : ભાઇજાને પોતાના ઇન્સ્ટાગ્રામ એક તસવીર શેર કરી છે જેને પગલે ચાહકો બેકાબૂ બન્યા છે. આ તસવીરમાં સલમાન ખાન એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે. જે બાદ ફેન્સમાં એવી અટકળો ચાલી છે કે, શું અભિનેતા તેના બર્થડે પર લગ્ન કરવા જઇ રહ્યો છે? વધુ વાંચો

  • Amazon Great Indian Festival 2023: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ શરૂ, iPhone 13 સાથે OnePlus ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો ટોપ-5 ડીલ્સ

Amazon Great Indian Festival 2023: એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં OnePlus Nord CE 3 Lite 5G અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે મેળવી શકાય છે.Nord CE 3 Lite 5G ઉપરાંત, OnePlus 11 5G પણ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં સસ્તામાં ઉપલબ્ધ છે, જાણો બાકીની ટોપ ડિલ્સ વધુ વાંચો

  • Uttrakhant Accident : ઉત્તરાખંડના નૈનીતાલમાં મોટો અકસ્માત, પેસેન્જર બસ ખીણમાં પડી, ત્રણના મોત, અનેક ઘાયલ

અકસ્માત સમયે હરિયાણા તરફથી આવી રહેલી બસ નૈનીતાલના કાલાધુંગી રોડ પર હતી. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ને નૈનીતાલમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. વધુ વાંચો

  • Today History 9 October આજનો ઇતિહાસ 9 ઓક્ટોબર : વિશ્વ ટપાલ દિવસ અને ભારતીય પ્રાદેશિક સેના દિવસ કેમ ઉજવાય છે? ટેરિટોરિયલ આર્મી કોને કહેવાય છે?

Today History 9 October : આજે 9 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ટપાલ દિવસ અને ભારતીય પ્રાદેશિક સેના દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો

  • Daily Horoscope, 9 october 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકોને જમીન-મિલકતના મામલાઓ પૂરા કરવામાં મુશ્કેલીઓ આવશે, વાદવિવાદમાં ન પડો

today Horoscope, 9 october 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

  • Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. લાઇવ દર્શન કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ