/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Dalit-Girl-gang-rape-and-Murder-in-rajasthan.jpg)
રાજસ્થાનના કરૌલીમાં દલિત યુવતી સાથે બર્બરતા (ફોટો - પ્રતિકાત્મક)
Dalit Girl rape and Murder in rajasthan : રાજસ્થાનના કરૌલીમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં નાદૌટી સબડિવિઝનમાં 18 વર્ષની દલિત યુવતી સાથે બર્બરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. આરોપ છે કે, યુવતીનું પહેલા ઘરમાંથી અપહરણ કરવામાં આવ્યું અને પછી તેને જંગલમાં લઈ જઈ સામૂહિક બળાત્કાર ગુજાર્યો. આ પછી યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને લાશને એસિડથી સળગાવીને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, કરૌલી જિલ્લામાં એક કૂવામાંથી 18 વર્ષની છોકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિજનોનો આરોપ છે કે, પીડિતાનું અપહરણ કરીને તેને ત્રાસ આપવામાં આવ્યો હતો અને પછી એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને પછી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
સાંસદ કિરોરી લાલ મીણાએ ભાજપના કાર્યકરો સાથે કર્યું પ્રદર્શન
આ ઘટનાથી જિલ્લામાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઘટનાની માહિતી મળતાં જ સાંસદ કિરોરીલાલ મીણાએ ભાજપના કાર્યકરો સાથે હોસ્પિટલની બહાર દેખાવો કર્યા હતા. આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી હતી.
મીડિયા સાથે વાત કરતા મીનાએ દાવો કર્યો કે, પીડિતાનું અપહરણ બાદ બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. તો, સંબંધીઓએ ગુનેગારની તાત્કાલિક ધરપકડ અને 50 લાખના વળતરની સાથે સરકારી નોકરીની માંગ કરી છે.
આ મામલે નાદૌતી થાનપ્રભારી બાબુ લાલનું કહેવું છે કે, તોડાભીમ વિસ્તારના મોહનપુરાની રહેવાસી પીડિતા બુધવારે ગુમ થઈ ગઈ હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, તેના પરિવારજનોએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી.
બીજેપી સાંસદ રાજ્યવર્ધન રાઠોડે આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી હતી
આ સમાચારની જાણ થતાં જ બીજેપી સાંસદ રાજ્યવર્ધન રાઠોડે કહ્યું કે, કરૌલીની આ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક અને નિંદનીય છે. દલિત પુત્રીને એસિડથી સળગાવી લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી. રાજસ્થાનમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિએ મહિલાઓને અસુરક્ષિત બનાવી દીધી છે. કારણ કે આઝાદ રીતે ફરતા રાક્ષસોને કોંગ્રેસ સરકારનું રક્ષણ મળ્યું છે.
આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પણ કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કર્યું કે રાજસ્થાનમાં ગુનાહિત ઘટનાઓ સતત વધી રહી છે. કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. દલિતો અને આદિવાસીઓ પર અત્યાચાર ચરમ સીમા વટાવી ગયો છે પરંતુ, રાજ્યના મુખ્યમંત્રીને રાજસ્થાનની ચિંતા નથી. તેમને માત્ર 10 જનપથ અને તેમની ખુરશીની ચિંતા છે.
આ પણ વાંચો - Accident Video : ​​કારે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો અને…, અકસ્માતનો વીડિયો વાયરલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજસ્થાન દલિત પુત્રીની જઘન્ય અપરાધ અને હત્યાનો વિરોધ કરી ન્યાયની માંગ કરી રહ્યું છે, પરંતુ સરકાર મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. એક દલિત દીકરી સાથે આ અત્યાચાર થયો છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us