/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Decode-Politics-Assam.jpg)
આસામ રાજકારણ - હિમંતા બિસ્વા સરમા
Decode Politics Assam : આસામની હિમંતા બિસ્વા સરમા સરકારે રાજ્યની 1,281 સરકારી મદરેસાઓનું નામ બદલીને ME-મિડલ અંગ્રેજી શાળાઓ રાખ્યું છે. આસામના શિક્ષણ મંત્રી રનોજ પેગુએ કહ્યું કે, આ પગલું શિક્ષણ પ્રણાલીમાં સુધારાને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ આસામ સરકાર મદરેસાઓને લઈને વિવિધ સૂચનાઓ આપતી રહી છે.
તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે, આસામમાં મદરેસાઓનો એક મોટો વર્ગ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે આસામના માધ્યમિક શિક્ષણ બોર્ડ (SEBA) દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ અનુસાર ચાલે છે, પરંતુ મદરેસામાં, બે વિષયો - અરબી ભાષા અને ધર્મશાસ્ત્ર અલગથી શીખવવામાં આવે છે. આસામમાં ઘણી ખાનગી મદરેસાઓ છે, જો કે તેમનો ડેટા ઉપલબ્ધ નથી.
શું અગાઉ પણ આવો નિર્ણય લેવાયો છે?
મદરેસાઓના નામમાં ફેરફારનો આ પહેલો કિસ્સો છે, જો કે આસામ સરકારે આ પહેલા પણ ઘણી મદરેસાઓને બંધ કરી દીધી છે અને કેટલીક મદરેસાઓનો ધાર્મિક દરજ્જો પણ છીનવી લેવામાં આવ્યો છે. આ પહેલા પણ હિમંતા બિસ્વા સરમા અનેક ઈવેન્ટ્સમાં આ મુદ્દે વાત કરી ચૂક્યા છે. અગાઉની સર્બાનંદ સોનોવાલની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં શિક્ષણ પ્રધાન તરીકે, સીએમ સરમાએ રાજ્ય સંચાલિત મદરેસાઓને નિયમિત શાળાઓમાં રૂપાંતરિત કરવા માટે કાયદો બનાવવા માટે દબાણ કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, તે કોઈ સમુદાય સાથે દુશ્મનાવટના કારણે નહીં પરંતુ સમાજના પછાત અને શોષિત વર્ગના ઉત્થાનના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યું છે. મે 2022 માં આરએસએસ સંબંધિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, સીએમ શર્માએ કહ્યું હતું કે, જો ભારતીય મુસ્લિમોએ શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવું હશે તો 'મદરેસા' શબ્દને નાબૂદ કરવો પડશે. જો તમારે ધર્મ શીખવવો હોય, તો તમારે તે ઘરે કરવું જોઈએ. શાળાઓમાં તમારે વિજ્ઞાન, ગણિત શીખવું જોઈએ.
આ વર્ષે માર્ચમાં બેલાગવીમાં એક કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "હું આસામથી આવું છું, જ્યાં દરરોજ બાંગ્લાદેશથી લોકો આવે છે. આ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ માટે ખતરો છે, મેં 600 મદરેસાઓ પણ બંધ કરી દીધા છે." પરંતુ મારો ઇરાદો તમામ મદરેસાઓ બંધ કરવાનો છે."
તેમના નિવેદન બાદ કહેવામાં આવ્યું કે, તે આવું કઈ રીતે કહી શકે? હિમંતા બિસ્વા સરમાએ જવાબ આપ્યો અને કહ્યું, "હું આવું કહી શકું છું કારણ કે, અમને મદરેસાની જરૂર નથી, અમને ડૉક્ટરો અને એન્જિનિયરોની જરૂર છે. શાળા, કૉલેજ અને યુનિવર્સિટીની અમને જરૂર છે."
મદરેસાઓ પર બુલડોઝર ચલાવ્યું
રાષ્ટ્રવિરોધી અને જેહાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2022માં ચાર મદરેસાને તોડી પાડવામાં આવ્યા હતા. 31 ઓગસ્ટ, 2022 ના રોજ, ગોલપારા જિલ્લાના પખિયાઉરા ચારના રહેવાસીઓ દ્વારા એક મદરેસાને તોડી પાડવામાં આવી હતી. આ પગલું એક મદરેસા સાથે સંકળાયેલા મૌલવીની કથિત રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરવામાં આવ્યાના દિવસો બાદ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Krishna Janmabhoomi : મુસ્લિમ પક્ષને ફટકો! સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહના સર્વેના નિર્ણય પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો
શું કહે છે વિપક્ષ?
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) ના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે મદરેસાઓના નામ બદલવાના નિર્ણય પર સરકારની આકરી ટીકા કરી અને કહ્યું, “અમે તેની સખત નિંદા કરીએ છીએ. આ લોકશાહીનું મૃત્યુ છે. શિક્ષણ એ વ્યક્તિગત પસંદગીની બાબત છે. હું મારા બાળકોને ક્યાં શિક્ષિત કરી શકું તે મારી પસંદગીની બાબત છે અથવા મારા બાળકોની પસંદગી. ભાજપ સરકાર દ્વારા પસંદગીની સ્વતંત્રતા છીનવાઈ રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us