/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-15.jpg)
દહેરાદૂનમાં એક યુવકને રસ્તામાં ખાટલો પાથરીને રીલ્સ બનાવવી બહુ ભારે પડી છે. (Photo- @uttarakhandcops/Twitter)
Dehradun Police Arrested Man Made Reel By Lying On A Cot On Road Viral Video : આજકાલ લોકો રીલ્સ બનાવવા માટે નવા નવા ગતકડાં કરતા હોય છે. જો તમે પણ આવી હરકત કરતા હોવ તો ચેતી જજો, નહીંત્તર રીલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં જેલના સળીયા ગણવા પડશે અને બદનામ થશો તે અલગ. કેટલાક લોકો ટ્રેનમાં તો કેટલાક મેટ્રોમાં સ્ટંટ કરે છે. રસ્તા પર સ્ટંટ કરવા અને રીલ બનાવવાના કિસ્સા દરરોજ સામે આવે છે, પરંતુ ઉત્તરાખંડમાં એક વ્યક્તિએ રીલ બનાવવા માટે તમામ હદો વટાવી દીધી. ઉત્તરાખંડના દહેાદૂનમાં રીલ્સ બનાવવા માટે એક વ્યક્તિ રસ્તા વચ્ચે ખાટલો પાથરી તેના પર સૂઇ ગયો, પછી જોવા જેવી થઇ. વાંચો રસપ્રદ કિસ્સો
આ વાયરલ વીડિયો દેહરાદૂન શિમલા બાયપાસનો હોવાનું કહેવાય છે. જ્યાં એક વ્યક્તિ રીલ બનાવવા માટે રોડ પર ખાટલો પાથરીને સૂઇ ગયો. જ્યારે આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ત્યારે દેહરાદૂન પોલીસ હરકતમાં આવી અને રીલ બનાવનાર તે વ્યક્તિને શોધવા લાગી. પોલીસ આ રીલ બનાવનાર વ્યક્તિને પકડીને ખાટલા સાથે પોલીસ સ્ટેશન લઇ આવી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Dehradun-II-Shimla-II-reels.jpg)
ખાટલા સાથે વ્યક્તિને પોલીસ સ્ટેશન લઇ જવાયો
દેહરાદૂન પોલીસ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસે વ્યક્તિની ધરપકડ કરી છે અને તેને ISBT પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે. આરોપી નીચે બેઠો છે અને તેની પાછળ એ જ ખાટલો છે જેના પર તેણે રીલ બનાવી હતી. દેહરાદૂન પોલીસે વીડિયો શેર કર્યો અને લખ્યું, 'રસ્તા પર ખાટલો પાથરીને રીલ બનાવવી ભારે પડી, ઉત્તરાખંડ પોલીસે ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દીધો.'
सड़क पर चारपाई डाल कर ”रील” बनाना पड़ा भारी,
उत्तराखण्ड पुलिस ने गिरफ्तार कर भेजा जेल।#UttarakhandPolice#RoadSafetypic.twitter.com/V05HOcby6p— Uttarakhand Police (@uttarakhandcops) October 8, 2023
આ વાયરલ વીડિયોમાં તે વ્યક્તિ કહી રહ્યો છે કે, મેં શિમલા બાયપાસ પર ખાટલો મૂકીને વીડિયો બનાવ્યો હતો, જે મારે ન બનાવવો જોઈતો હતો. જેના કારણે ટ્રાફિકના નિયમોનો ભંગ થયો છે. હું માફી માંગુ છું અને દરેકને નિયમોનું પાલન કરવા અને આવા વીડિયો ન બનાવવાની અપીલ કરવા માંગુ છું.
આ પણ વાંચો | ઈઝરાયલ સામેના યુદ્ધમાં હમાસે કુરતાની તમામ હદ વટાવી, મહિલાનો નગ્ન મૃતદેહ ટ્રેકમાં ફેરવ્યો, વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા યુઝર્સની જાતજાતની કોમેન્ટ
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે. @NeerajR31796670એ લખ્યું, 'તેમનું એકાઉન્ટ ડિલીટ કરો, કારણ કે આ લોકો ફેમસ થવા માટે આવું કરે છે. તમે તેમને આવું કરવામાં બિલકુલ મદદ કરશો નહીં. સર્વેશ નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, 'પોલીસે રીલ બનાવનારનું 'ખટિયા ખડી- બિસ્તર ગોલ કરી દીયા', તો રાહુલ રોશને લખ્યું, 'શું તમે ખાટલો પણ જપ્ત કરી લીધો છે?' બીજાએ લખ્યું, 'પોલીસ અદ્ભુત છે ભાઈ, આ ગરીબ વ્યક્તિની ખાટલા સાથે ધરપકડ કરવામાં આવી છે.'


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us