Delhi Air Pollution : આઈઆઈટી કાનપુર હવે સાફ કરશે દિલ્હીની હવા; ક્લાઉડ સીડિંગ શું છે અને કેટલો ખર્ચ થશે?

IIT Kanpur Tackle Delhi Air Pollution By Cloud Seeding : આઈઆઈટી કાનપુરે દિલ્હીના હવા પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે કૃત્રિમ વરસાદ એટલે કે ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરવાનો ઉપાય સૂચવ્યો છે. જાણો ક્લાઉડ સીડિંગ છે, તેનાથી વરસાદ કેવી રીતે પડે છે, કેટલો ખર્ચ થશે? તમામ વિગતો

IIT Kanpur Tackle Delhi Air Pollution By Cloud Seeding : આઈઆઈટી કાનપુરે દિલ્હીના હવા પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે કૃત્રિમ વરસાદ એટલે કે ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરવાનો ઉપાય સૂચવ્યો છે. જાણો ક્લાઉડ સીડિંગ છે, તેનાથી વરસાદ કેવી રીતે પડે છે, કેટલો ખર્ચ થશે? તમામ વિગતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ભારતમાં હવાની ગુણવત્તાને અસર કરે છે લા નીના : એક નવો અભ્યાસ શું કહે છે?

દિલ્હીમાં હવા પ્રદૂષણની સમસ્યા વિકરાળ બની રહી છે. (Express Photo)

IIT Kanpur Tackle Delhi Air Pollution By Cloud Seeding : દર વર્ષે શિયાળો શરૂ થતા જ દિવાળીમાં હવા પ્રદૂષણની સમસ્યા સર્જાય છે. પ્રદૂષણથી દિલ્હીની હવા ઝેરી બની જાય છે અને શ્વાસ લેવું પણ મુશ્કેલ થઇ જાય છે. પ્રદૂષણની સમસ્યાનો ઉકેલવા આઇઆઇટી - કાનપુરે એક ખાસ ઉપાય સૂચવ્યો છે. આઈઆઈટી કાનપુર દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે કૃત્રિમ વરસાદ કરવાનું સુચન કર્યું છે. જેમાં આકાશમાં વાદળો પર મીઠું ફેલાવીને ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વરસાદનું કરવામાં આવશે.

Advertisment

જો કે, આઈઆઈટીના વિશ્લેષણ મુજબ, ચાલુ અઠવાડિયે આ પ્રક્રિયાનો ઉપયોગ થવાની શક્યતા નથી. એવું માનવામાં આવે છે કે આ પ્રક્રિયા દિવાળી પછી શરૂ થશે પરંતુ તેની અસરકારકતા વાદળોની ઉપલબ્ધતા અને અન્ય સાનુકૂળ હવામાન પરિસ્થિતિઓ પર પણ નિર્ભર રહેશે. આ પ્રોજેક્ટની કમાન આઇઆઈટી કાનપુરના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મહિન્દ્રા અગ્રવાલના સંભાળી રહ્યા છે.

દિલ્હી હવા પ્રદૂષણના ઉકેલ માટે આઈઆઈટી કાનપુરે ઉપાય સૂચવ્યો (IIT Kanpur Offer To Solution For Delhi Air Pollution)

દિલ્હીમાં હવા પ્રદૂષણ દિવસેને દિવસં વિકરાળ બની રહ્યુ છે ત્યારે મહિન્દ્રા અગ્રવાલ સહિત ટીમમાં સામેલ આઠ સંશોધકો સાનુકુળ હવામાનની રાહ જોઈ રહ્યા છે. તેમણે કૃત્રિમ વરસાદ એટલે કે ક્લાઉડ સીડિંગને લગતી પ્રક્રિયા કરવા માટે વિવિધ સરકારી એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. આ એજન્સીઓમાં એરક્રાફ્ટ રેગ્યુલેટરી બોડી ડીજીસીએ (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન), ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયનો પણ સમાવેશ થાય છે.

Advertisment
Delhi Air Pollution | Delhi Pollution | delhi air pollution solutions | delhi weather forecast | delhi weather today
દિલ્હીમાં હવા પ્રદૂષણની સમસ્યા વિકરાળ બની રહી છે. (Photo- Canva)

ક્લાઉડ સીડીંગ શું છે? (What Is Cloud Seeding)

ક્લાઉડ સીડિંગ એ કૃત્રિમ વરસાદ કરવાની એક પદ્ધતિ છે. ક્લાઉડ સીડીંગ કરવા માટે સિલ્વર આયોડાઈડ, ડ્રાય આઈસ, રોક સોલ્ટ અને સામાન્ય મીઠું મિશ્રિત કરવામાં આવે છે અને વાદળો પર છાંટવામાં આવે છે. આનાથી વાદળોની ઘનતા વધે છે અને પછી વરસાદની શક્યતા વધી જાય છે. તેને ક્લાઉડ સીડીંગ કહેવામાં આવે છે કારણ કે તેમાં વરસાદ કરવા માટે એક રીતે બિયારણનું વાવેતર કરવામાં આવે છે. ક્લાઉડ સીડિંગ પ્રક્રિયામાં રાસાયણિક મિશ્રણ બનાવીને વાદળો પર ફેંકવામાં આવે છે, જે ઘનીકરણની પ્રક્રિયા શરૂ કરે છે. વાદળોમાં ભેજ હોય ​​છે અને જ્યારે બહારથી તેમાં કંઈક ઉમેરવામાં આવે છે, ત્યારે ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે. એકવાર ટીપાઓ એક સાથે મળીને ખૂબ ભારે થઈ જાય છે, તે નીચે આવવા લાગે છે એટલે કે વરસાદ શરૂ થાય છે.

ક્લાઉડ સીડિંગ પાછળ કેટલો ખર્ચ થશે? (How Many Cost to Cloud Seeding)

પ્રોફેસર મહિન્દ્રા અગ્રવાલની ટીમે જૂનમાં જ આઈઆઈટી કાનપુરમાં તેનું પ્રેક્ટિકલ કર્યું હતું. મહિન્દ્રા કમ્પ્યુટર સાયન્સમાંથી છે જ્યારે તેમની ટીમના બાકીના સંશોધકો બાયોએન્જિનિયરિંગ, મેનેજમેન્ટ ઈન્ટિગ્રેશન અને એરોસ્પેસ એન્જિનિયરિંગના છે. આઠ સંશોધકોએ આઇઆઈટી કાનપુરના કેમ્પસમાં મર્યાદિત વિસ્તારમાં કૃત્રિમ વરસાદ કરવાનો પ્રયોગ કર્યો હતો, જે સફળ થયો હતો.

rain | Monsoon | cloud seeding | artificial rain | Monsoon rain | rain forecast
આઈઆઈટી કાનપુરે દિલ્હીમાં હવા પ્રદૂષણ ઘટાડવા કૃત્રિમ વરસાદ લાવવાનો ઉપાય સૂચવ્યો છે. (Photo- Canva)

આ પ્રયોગ હેઠળ એક વિમાનને 5 હજાર ફૂટની ઉંચાઈ પર મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી ગાઢ વાદળો પર પાવડર છાંટવામાં આવ્યો હતો જેના કારણે વરસાદ શરૂ થયો હતો. આ સમગ્ર પ્રયોગના ખર્ચની વાત કરીએ તો પ્લેન ભાડે રાખવું ઘણું મોંઘું છે. એરક્રાફ્ટને તમામ સાધનોથી સજ્જ કરવાનો પ્રતિ કલાકનો ખર્ચ લગભગ 3-5 કરોડ રૂપિયા હતો.

એક રિપોર્ટમાં આઈઆઈટી કાનપુરના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે કૃત્રિમ વરસાદ દિલ્હી-એનસીઆરના લોકોને હવાના પ્રદૂષણમાંથી એક સપ્તાહ સુધી રાહત આપી શકે છે. તેમણે ઉમેર્યુ કે, કૃત્રિમ વરસાદ લાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે ચોક્કસ હવામાન પરિસ્થિતિઓ હોવી આવશ્યક છે. અમે દિલ્હીમાં ક્લાઉડ સીડિંગ કરવા માટે તૈયાર છીએ, પરંતુ કૃત્રિમ વરસાદ લાવવા માટે હવામાનમાં જરૂરી ભેજ, પવન વગેરે સાથે વાદળો જેવી આવશ્યક હવામાન પરિસ્થિતિઓની પણ જરૂર હોય છે."

આ પણ વાંચો | ભારતમાં ભીષણ ગરમી પડશે, 2100 સુધીમાં તાપમાન 1.1 થી 5.1 ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી – IIT ખડગપુર

કૃત્રિમ વરસાદના પ્રયોગમાં પાંચ વર્ષનો વિલંબ થયો, વિદેશમાં ક્લાઉડ સીડિંગના પ્રયોગ સફળ

આ પ્રોજેક્ટ લગભગ પાંચ વર્ષ પહેલા શરૂ થયો હતો પરંતુ ફ્લેર સેટ આયાત કરવાની જરૂરિયાતને કારણે વિલંબ થયો હતો. આ ફ્લેર સેટ વહાણની પાંખોમાં સ્થાપિત થયેલ છે જે વાદળો પર રાસાયણિક મિશ્રણનો છંટકાવ કરે છે. આ ફ્લેરની આયાતમાં વિલંબ થયો કારણ કે તે અમેરિકાથી આવવાનો હતો પરંતુ જ્યારે ઓર્ડર પૂરો થવાનો સમય આવ્યો ત્યારે કોરોના વાયરસની મહામારી ફેલાઈ ગઇ હતી. તમને જણાવી દઈએ કે કૃત્રિમ વરસાદથી સંબંધિત પ્રોજેક્ટ ઈઝરાયેલ, દક્ષિણ આફ્રિકા અને અમેરિકામાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે.

પ્રદૂષણ દિલ્હી વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ