ગાઢ ધુમ્મસના કારણે 30 ફ્લાઇટ્સ થઈ લેટ, 17 ઉડાનો કેન્સલ, મુસાફરો આ વાતનું રાખો ધ્યાન

Today weather updates, Delhi airport, flight diverted : નવી દિલ્હી એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડનારી લગભગ 30 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી હતી જ્યારે 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

Today weather updates, Delhi airport, flight diverted : નવી દિલ્હી એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડનારી લગભગ 30 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી હતી જ્યારે 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
delhi airport, delhi news, today weather updates

દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસ photo - ANI

Today weather updates, Delhi airport, flight diverted : દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં અત્યંત ઠંડી છે. મંગળવારે સવારે દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેની અસર ફ્લાઈટ પર પણ પડી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ નવી દિલ્હી એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પરથી ઉપડનારી લગભગ 30 ફ્લાઈટ્સ મોડી ચાલી રહી હતી જ્યારે 17 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.

Advertisment

એરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે CAT-III પ્રક્રિયામાં પ્રશિક્ષિત પાઇલોટ્સ ઓછામાં ઓછા 50 મીટરની વિઝિબિલિટી સાથે પણ એરક્રાફ્ટને લેન્ડ કરી શકે છે; એરક્રાફ્ટ 125 મીટરની વિઝિબિલિટીમાં ટેક ઓફ કરી શકે છે.

આ પણ વાંચોઃ- આંધ્ર પ્રદેશ ચૂંટણી : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રુદ્ર રાજૂએ પદથી આપ્યું રાજીનામું, કયા કયા નેતાઓએ બદલી પાર્ટી?

જો તમે દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરી કરી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે ફ્લાઈટના સમયના લગભગ 4 કલાક પહેલા તમારી ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવું જોઈએ અને પછી જ ઘરેથી નીકળવું જોઈએ. હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 4-5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ગાઢથી અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે.

Advertisment

આ રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે

હવામાન વિભાગે ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાં 15 અને 16 જાન્યુઆરીએ ઠંડીનું મોજું પ્રવર્તશે. 16 જાન્યુઆરીએ ચંદીગઢ, પંજાબ અને હરિયાણા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. 16 જાન્યુઆરી સુધી જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાઢથી ગાઢ ધુમ્મસની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં 16 અને 17 જાન્યુઆરીએ અને ઉત્તરાખંડમાં 17 જાન્યુઆરીએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

દિલ્હી બ્રેકિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ દેશ