/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/delhi-aqi-update.jpg)
દિવાળીના દિવસે દિલ્હીના પ્રદુષણમાં ઘટાડો થયો (ફાઇલ ફોટો)
Delhi AQI Update: દિવાળી પર આઠ વર્ષ પછી દિલ્હીની હવા એટલી સાફ છે કે શહેરમાં રહેતા લોકો ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે છે. 8 વર્ષ પછી આવી ક્લિન હવા જોવા મળી છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના તાજેતરના આંકડા મુજબ આજે સાંજે ચાર વાગ્યે શહેરની હવાની ગુણવત્તા 218 એક્યુઆઈ રહી હતી. જ્યારે ગયા વર્ષે દિવાળી પર એક્યુઆઈ 312, 2021માં 382, 2020માં 414, 2019માં 337, 2018માં 281, 2017માં 319 અને 2016માં 431 નોંધાયો હતો. શૂન્ય અને 50 વચ્ચેના AQIને સારો 51 અને 100 વચ્ચે સંતોષકારક, 101 અને 200 વચ્ચે મધ્યમ, 201 અને 300 વચ્ચે ખરાબ, 301 અને 400 વચ્ચે ખૂબ જ ખરાબ, 401 અને 450 વચ્ચે ગંભીર અને 450 અને તેનાથી વધુને ગંભીર પ્લસ માનવામાં આવે છે.
હવા આટલી સ્વચ્છ કેવી રીતે થઈ?
એક રીતે જોવા જઈએ તો એક્યુઆઈના આંકડા પણ ચોંકાવનારા છે કારણ કે થોડા દિવસો પહેલા દિલ્હીમાં ખરાબ હવા જોવા મળી હતી. 28 ઓક્ટોબરથી બે અઠવાડિયા સુધી શહેરની હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબથી ગંભીર સુધી રહી હતી. આ દરમિયાન રાજધાનીમાં લોકો ઘણા પરેશાન જોવા મળ્યા હતા. દિવાળી પહેલા જ દિલ્હીમાં હવાની ગુણવત્તામાં ઘણો સુધારો જોવા મળ્યો હતો, જેનું મુખ્ય કારણ વરસાદ હતો. વરસાદ પછી દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવામાન ઘણું સારું જોવા હતું. શનિવારે 24 કલાકનો એવરેજ એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) 220 રહ્યો હતો, જે આઠ વર્ષમાં દિવાળીના એક દિવસ પહેલાનો સૌથી નીચો છે.
આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીએ સૈનિકોને કહ્યું – મારી ભારતીય સેના જ્યાં છે, તે સ્થળ કોઈ મંદિરથી ઓછું નથી
આઇએમડીએ અગાઉ દિવાળી પહેલા જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને હળવા વરસાદના કારણે હવાની ગુણવત્તામાં થોડો સુધારો થવાની ભવિષ્યવાણી કરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પંજાબ અને હરિયાણા સહિત ઉત્તરપશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે દિલ્હીના વાયુ પ્રદૂષણમાં પરાળ સળગાવવાથી નીકળતા ધુમાડાની અસરને ઓછી કરી હતી.
આઇએમડીના એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા પછી 11 નવેમ્બર (શનિવાર) ના રોજ પવનની ગતિ વધીને લગભગ 15 કિમી પ્રતિ કલાકની ઝડપે થઈ જશે, જે દિવાળી (12 નવેમ્બર) પહેલાં પ્રદૂષણને વિખેરવામાં મદદ કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us