એક્સાઇઝ પોલિસી કેસ: સીએમ કેજરીવાલની 9 કલાક પૂછપરછ ચાલી, CBI હેડક્વાર્ટરમાંથી બહાર આવ્યા

Arvind kejriwal CBI : દિલ્હી એક્સાઇઝ કેસમાં આપ નેતા અરવિંદ કેજરીવાલ સીબીઆઇ સમક્ષ હાજર થયા. તે પહેલા કેજરીવાલે એક વીડિયામાં શંકા વ્યક્ત કરતા કહ્યું કે, "ભાજપે સીબીઆઈને મારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે."

Arvind kejriwal CBI : દિલ્હી એક્સાઇઝ કેસમાં આપ નેતા અરવિંદ કેજરીવાલ સીબીઆઇ સમક્ષ હાજર થયા. તે પહેલા કેજરીવાલે એક વીડિયામાં શંકા વ્યક્ત કરતા કહ્યું કે, "ભાજપે સીબીઆઈને મારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે."

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal AAP Leader | અરવિંદ કેજરીવાલ આપ નેતા

Arvind Kejriwal AAP Leader: અરવિંદ કેજરીવાલ આપ નેતા (ફોટો ક્રેડિટ સોશિયલ)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર એક્સાઇઝના ભ્રષ્ટાચાર કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યા બાદ તેઓ આજે રવિવાર 16 એપ્રિલ, 2023ના રોજ 11 વાગે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ સમક્ષ હાજર થયા હતા. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈની પૂછપરછ ખતમ થઇ ગઇ છે. તે સીબીઆઈ હેડક્વાર્ટરમાંથી બહાર આવ્યા છે. એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની 9 કલાક પૂછપરછ થઇ હતી.

Advertisment

આ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના કાર્યાલયની બહાર ભારે સુરક્ષા ગોઠવવામાં આવી હતી. સીબીઆઈની મુલાકાત પહેલા એક વીડિયો મેસેજમાં કેજરીવાલે ભાજપ પર શંકા વ્યક્ત કરી અને કહ્યું કે "ભાજપે સીબીઆઈને મારી ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે."

શનિવારે સમન્સનો પ્રત્યુત્તર આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ આદેશ અનુસાર સીબીઆઈ સમક્ષ હાજર થશે, તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર "માથાથી પગ સુધી ભ્રષ્ટાચારથી ખરડાયેલા" હોવાનો આરોપ મૂક્યો. આ દરમિયાન આપ પાર્ટીના મંત્રી સૌરભ ભારદ્વાજે દેશની રાષ્ટ્રીય રાજધાનીની સ્થિતિને 'અભૂતપૂર્વ' ગણાવીને સોમવારે દિલ્હી વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું હતું. આપ પ્રધાને કહ્યું કે “વિવિધ મતવિસ્તારના ધારાસભ્યો વચ્ચેની આ સત્તાવાર ચર્ચા લોકોની ચર્ચા છે અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણે સત્ર બોલાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ “જો હું ચોર છું તો દુનિયામાં કોઇ ઇમાનદાર નથી” અરવિંદ કેજરીવાલ બોલ્યા કે તપાસના નામ પર લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે

Advertisment

અરવિંદ કેજરીવાલની પૂછપરછના વિરોધમાં આપ પાર્ટના નેતાઓ અને કાર્યકર્તાઓ CBI ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં દિલ્હી સરકારના મંત્રીઓ ઉપરાંત પાર્ટીના તમામ સાંસદો પણ હાજર રહ્યા હતા. પંજાબના સીએમ ભગવંત માન પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.

  • Apr 16, 2023 20:57 IST

    એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની 9 કલાક પૂછપરછ ચાલી, CBI હેડક્વાર્ટરમાંથી બહાર આવ્યા

    દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સીબીઆઈની પૂછપરછ ખતમ થઇ ગઇ છે. તે સીબીઆઈ હેડક્વાર્ટરમાંથી બહાર આવ્યા છે. એક્સાઇઝ પોલિસી કેસમાં સીએમ કેજરીવાલની 9 કલાક પૂછપરછ થઇ હતી.

    — ANI (@ANI) April 16, 2023



  • Apr 16, 2023 18:58 IST

    શક્તિ પ્રદર્શન પછી ઇમરજન્સી મિટિંગ, આપના નેતાઓએ વ્યક્ત કરી સીબીઆઈ પૂછપરછ પછી કેજરીવાલની ધરપકડની આશંકા

    આમ આદમી પાર્ટીના દિલ્હીના સંયોજક ગોપાલે નવી દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં એક ઇમરજન્સી બેઠક બોલાવી છે. આમ આદમી પાર્ટીના સૂત્રોના મતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે. બેઠકમાં પાર્ટી પદાધિકારીઓ, જિલ્લાધ્યક્ષ, રાષ્ટ્રીય સચિવો અને અન્ય નેતાઓેને સામેલ થવા માટે કહ્યું છે.

    — ANI (@ANI) April 16, 2023



  • Apr 16, 2023 18:48 IST

    અમૃતસરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનું પ્રદર્શન

    — ANI (@ANI) April 16, 2023



  • Apr 16, 2023 13:46 IST

    દિલ્હી સરહદ 20 ધારાસભ્યોની ધરપકડ

    AAP નેતા ગોપાલ રાયે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'પંજાબના મંત્રી ભગવંત માનની સાથે ધારાસભ્યો સીએમ કેજરીવાલને સમર્થન આપવા આવી રહ્યા હતા. રાજ્યની સરહદ પર 20 ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી છે.



  • Apr 16, 2023 13:08 IST

    પ્રદર્શન કરી રહેલા આપ નેતા બહોશ થઇ ગયા

    અરવિંદ કેજરીવાલની પુછપરછના વિરોધમાં સીબીઆઇની ઓફિસ બહાર આપ પાર્ટીના નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે પાર્ટીના વજીરપુરના ધારાસભ્ય રાજેશ ગુપ્તા ચક્કર આવવાને કારણે નીચે ઢળી પડ્યા અને બેહોશ થઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

    — Rajesh Gupta (@rajeshgupta) April 16, 2023



  • Apr 16, 2023 12:55 IST

    CBI ઓફિસની બહાર આપના નેતાઓનું વિરોધ પ્રદર્શન

    અરવિંદ કેજરીવાલની પૂછપરછના વિરોધમાં આપ પાર્ટના નેતાઓ અને કાર્યકર્તાઓ CBI ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં દિલ્હી સરકારના મંત્રીઓ ઉપરાંત પાર્ટીના તમામ સાંસદો પણ હાજર છે. પંજાબના સીએમ ભગવંત માન પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.



  • Apr 16, 2023 11:49 IST

    'બે શાહ બેઠા છે...': પંજાબના CM ભગવંત માન

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે ભાજપે જોયું કે કેજરીવાલ કર્ણાટક જઈ રહ્યા છે, મધ્યપ્રદેશ પણ જઈ રહ્યા છે, છત્તીસગઢ પણ જવું જોઈએ. ગુજરાતમાં પણ તેમના માટે મુશ્કેલ બન્યું છે. આ બધું જોઈને આજે તેણે અરવિંદ કેજરીવાલનેે ફોન કર્યો. બે શાહ બેઠેલા છે, એક અમિત શાહ અને એક સરમુખત્યાર, જેઓ રોજ ઓર્ડર આપે છે.



  • Apr 16, 2023 11:46 IST

    ભાજપનું પતન AAPના હાથે થશેઃ રાઘવ ચઢ્ઢા

    આપ પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું, 'જે રીતે કંસને ખબર હતી કે ભગવાન શ્રી કૃષ્ણ તેનો સંહાર કરશે અને તેથી કંસએ શક્ય તમામ પ્રયાસો કર્યા, શ્રી કૃષ્ણને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું પણ તેનો વાળ પણ ફેરવી શક્યા નહીં. એ જ રીતે આજે ભાજપ જાણે છે કે તેમનું પતન AAPના હાથે થશે.



politics અરવિંદ કેજરીવાલ આપ દિલ્હી દેશ ભાજપ