Video : મનિષ સિસોદિયાને યાદ કરીને અરવિંદ કેજરીવાલ થયા ભાવુક, આંખોમાં આવ્યા આંસુ,જણાવ્યું દિલ્હીના પૂર્વ શિક્ષા મંત્રીનું સપનું

Delhi CM Arvind Kejriwal gets emotional : કેજરીવાલ દિલ્હીના એક શિક્ષણ સંસ્થાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે તેઓ મનિષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થયા હતા.

Delhi CM Arvind Kejriwal gets emotional : કેજરીવાલ દિલ્હીના એક શિક્ષણ સંસ્થાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે તેઓ મનિષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થયા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Delhi CM, Arvind Kejriwal, gets emotional, Arvind Kejriwal gets emotional

અરવિંદ કેજરીવાલ ભાવુક થયા (photo_ ANI video grabs)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારની કેબિનેટમાં પોતાના સાથી રહેલા મનિષ સિસોદિયાને યાદ કરતા ભાવુક થયા હતા. કેજરીવાલ દિલ્હીના એક શિક્ષણ સંસ્થાનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા ત્યારે તેઓ મનિષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થયા હતા. દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયા કથિત દારુ કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં આ સમયે જેલમાં બંધ છે.

Advertisment

કાર્યક્રમમાં બોલતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોક ઇચ્છે છે કે દિલ્હીના શિક્ષણ પર જે કામ થઇ રહ્યું છે. તે ન થાય. આપણે તેને ખમત થવા દેવાનું નથી. મનિષ સિસોદિયાએ દિલ્હીની શિક્ષા પર કામ કરવાનું શરુ કર્યું હતું. તેમનું સપનું હતું કે દિલ્હીમાં દરેક બાળકો સારામા સારું શિક્ષણ મળવું જોઈએ. તેમને ખોટા આરોપ લગાવીને નકલી કેસમાં જેલમાં નાંખી દીધા છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં મોટા મોટા ડાકૂઓ ફરી રહ્યા છે. તેમને પકડતા નથી અને મનિષ સિસોદિયાને જેલમાં એટલા માટે નાખી દીધા કારણે કે તેઓ સારી સ્કૂલો બનાવી રહ્યા છે. સારું ભણતર આપી રહ્યા છે. જો તેઓ સારું કામ ન કરતા તો કોઈપણ હાલતમાં તેમને જેલમાં ન નાંખત. તેમને તકલિફ થઈ રહી છે કે એક તરફ સારી સ્કૂલો બની રહી છે અને આમ આદમી પાર્ટીનો પ્રચાર થઈ રહ્યો છે.

Advertisment

તેમણે વધુમાં જણાવ્યું હતું કે "જ્યાં પણ જઉં છું ત્યારે દિલ્હીમાં દરેક બાજુ એક જ વાત હોય છે દિલ્હીની સ્કૂલ ખુબ જ સારી બની રહી છે. પરિણામ સારા આવી રહ્યા છે. ગરીબોના બાળકોને સારું શિક્ષણ મળી રહ્યું છે. એટલા માટે આમને તકલીફ થઈ રહી છે. જો મનીષ સિસોદિયા આ કા ન કરતા તો તેમને તકલીફ ન પડતી. આપણે મનિષ સિસોદિયાના કામને અટકવા દેવાનું નથી. મને વિશ્વાસ છે કે તેઓ ઝડપથી બહાર આવશે."

દિલ્હી વાયરલ વીડિયો અરવિંદ કેજરીવાલ દેશ