/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-93.jpg)
દિલ્હીના મુખર્જી નગરમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગી.
Coaching centre fire in Delhi : દિલ્હીના એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની એક ભયંકર ઘટના બની છે, જેના દ્રશ્યો જોઇ સુરતના ગોઝારા તક્ષશિલા કાંડના જખ્મો તાજા થઇ ગયા છે. દિલ્હીની એક બ્લિડિંગમાં ત્રીજા માળે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરાવતા કોચિંગ સેન્ટરમાં આગ લાગતા હડકંપ મચી ગયો અને જીવ બચાવવા વિદ્યાર્થીઓએ ઉપરથી કુદકો માર્યો તો કેટલાંક દરોડા વડે લટકીને નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો છે.
કોચિંગ સેન્ટરમાં બપોરે આગ લાગી
દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં એક બિલ્ડિંગમાં ત્રીજા આવેલા સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં આજે બપોરે 12 વાગેની આસપાસ આગ લાગી હતી. અહીંયા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આગ લાગી ત્યારે કોચિંગ સેન્ટરમાં 200 જેટલા વિદ્યાર્થીઓ હોવાનું મનાય છે. આગ લાગતા કોચિંગ સેન્ટરમાં રહેલા વિદ્યાર્થીઓમાં હડકંપ મચી ગયો અને બારીમાંથી દોરડા વડે લટકી જીવ બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.
#Watch | A fire broke out at a coaching institute in northwest Delhi’s Mukherjee Nagar area on Thursday. Videos from the scene showed students escaping by climbing down the side of the building using ropes and wires.
Read: https://t.co/zAcamz0nJzpic.twitter.com/ymfwnyZdth— The Indian Express (@IndianExpress) June 15, 2023
ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
કોચિંગ સેન્ટરમાં આગ લાગી હોવાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગડે સખત મહેનત બાદ કોચિંગ સેન્ટરમાંથી વિદ્યાર્થીઓને સલામત બહાર કાઢ્યા. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. મુખર્જી નગર ઘણી વસ્તી ધરાવતો વિસ્તાર છે.
સુરતના તક્ષશિલા કાંડના જખ્મો તાજા થઇ ગયા
દિલ્હીમાં આજે કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટનાથી સુરતની ગોઝારી તક્ષશિલા કાંડના જખ્મો તાજા થઇ ગયા છે. વર્ષ 2019માં 24 મેના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. આગ લાગતા વિદ્યાર્થીઓએ જીવ બચાવવા ઉંચી બિલ્ડિંથી રીતસરના કુદકા માર્યા હતા. આ ગોઝારી ઘટનામાં 22 વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us