/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Delhi-ncr-dust-strom.jpg)
Delhi Dust Strom Weather: દિલ્હી એનસીઆર વિસ્તારમાં બીજા દિવસે પણ ધૂળનું તોફાન ઉઠ્યું (ફોટો ક્રેડિટ X)
Delhi dust storm: દેશની રાજધાની દિલ્હી બીજા દિવસે પણ ધૂળના તોફાનમાં અટવાઇ હતી. શુક્રવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર 15 થી વધુ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી હતી કારણ કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ભારે ધૂળનું વાવાઝોડું જોવા મળ્યું હતું. ભારતીય હવામાન વિભાગે આ પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે , દિલ્હી એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરોને નવીનતમ ફ્લાઇટ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે," એરપોર્ટ ઓપરેટર DIAL એ X પર સાંજે પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી હતી.
ઇન્ડિગોએ પણ સ્પષ્ટતા કરી હતી કે ધૂળના તોફાનને કારણે ટેકઓફ અને લેન્ડિંગ પ્રભાવિત થયા હતા, જેના કારણે હવાઈ ટ્રાફિક જામ વચ્ચે વિલંબ અને ડાયવર્ઝન શક્ય બન્યું હતું.
15 flights diverted from Delhi airport after dust storm, Air India issues travel advisory
Read @ANI Story | https://t.co/ViMuNaFEhg#Delhi#DelhiAirport#AirIndia#DustStormpic.twitter.com/SZenfTlFNQ— ANI Digital (@ani_digital) April 11, 2025
IMD એ તેના ચેતવણીમાં આગામી કલાકોમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓની સંભાવના વ્યક્ત કરતી ચેતવણી આપી છે.
IMD ની આગાહીમાં જણાવાયું છે કે, આગામી 2 કલાક દરમિયાન સમગ્ર દિલ્હી અને NCR માં ધૂળનું તોફાન/ત્યારબાદ વાવાઝોડું સાથે હળવાથી મધ્યમ વરસાદ અને વીજળીના કડાકા (40-60 કિમી/કલાકની ઝડપે પવન) થવાની સંભાવના છે.
દિલ્હીમાં સતત બીજા દિવસે ધૂળના તોફાને સમગ્ર વિસ્તારને બાનમાં લીધું હતું. દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે પણ હળવો વરસાદ થયો હતો અને તાપમાનમાં ઘટાડો થયો હતો.
#WATCH | Delhi: Several vehicles were damaged after a tree fell in the Sarai Rohilla area of Delhi.
The National Capital experienced dust storms earlier this evening after a sudden change in the weather. pic.twitter.com/96tE2EWM5o— ANI (@ANI) April 11, 2025
IMD એ તેની આગાહીમાં જણાવ્યું હતું કે પશ્ચિમી વિક્ષેપના (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)કારણે 9 થી 11 એપ્રિલ દરમિયાન રાજધાનીમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.
ગુરુવારે પણ દિલ્હીમાં ધૂળની આંધી અને ત્યારબાદ અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના કારણે એક કલાકમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ગરમીથી રાહત મળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us