Manish Sisodia Arrest : કથિત દારુ નીતિ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ સામે આમ આદમી પાર્ટીએ સોમવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. બીજી તરફ મનિષ સિસોદિયાને બપોરે 2 વાગ્યા બાદ રાઉજ એવેન્યૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને વીડિયો કોન્ફરન્સિંગ થકી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેશભરમાં મનિષ સિસોદિયાની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દિલ્લીમાં ભાજપ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરીને જામ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે આપના પ્રોટેસ્ટને લઇને હાઇ એલર્ટ જાહેર કર્યું હતું.
આ મામલામાં અત્યાર સુધી શું થયું ચાલો જાણીએ 10 પોઇન્ટ્સમાં
1- મનિષ સિસોદિયાની ધરપકડ લઇને તાજા નિવેદનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને જણાવવામાં આવ્યું હતું કે મોટાભાગે સીબીઆઈ અધિકારી મનિષ સિસોદિયાની ધરપકડ વિરુદ્ધ હતા. તેઓ તેમનું સન્માન કરે છે. તેમની સામે કોઈ પુરાવા નથી. પરંતુ તેમના પર ધરપકડ કરવાનું રાજનીતિક દબાણ એટલું હતું કે તેમણે રાજનીતિક આકાઓની વાત માનવી પડી.
2- અરવિંદ કેજરીવાલના નિવેદન પર પલટવાર કરતા દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે આવા ફેક ન્યૂઝ ન ફેલાવવા જોઈએ, કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. મનોજ તિવારીએ કહ્યું કે તમે (અરવિંદ કેજરીવાલ) જે લખો છો તે બનાવટી છે.
3- આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું કે તેઓ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. પાર્ટીના કાર્યકરોએ વિરોધ શરૂ કરી દીધો છે. AAPના વિરોધના એલાન બાદ દિલ્હી પોલીસે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.
4- દિલ્હી પોલીસે CBI હેડક્વાર્ટર સહિત રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં પોલીસ દળ તૈનાત કરી દીધું છે. ભાજપ કાર્યાલય પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
5- દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની 8 કલાક લાંબી પૂછપરછ બાદ રવિવારે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડનો વિરોધ કરતા કહ્યું કે તેઓ નિર્દોષ છે અને તેમને એક ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે.
6- મનીષ સિસોદિયા રવિવારે સીબીઆઈ ઓફિસ પહોંચતા પહેલા રાજઘાટ પહોંચી ગયા હતા. અહીં કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે તે 7-8 મહિના જેલમાં રહી શકે છે, પરંતુ ખોટા અને બનાવટી કેસથી ડરતો નથી.
7- મનીષ સિસોદિયાની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમના પરિવારને મળવા માટે મોડી સાંજે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
8- ધરપકડના વિરોધમાં દિલ્હી સહિત દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને દિલ્હી પોલીસ સતર્ક દેખાઈ રહી છે.
9- વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે ધરપકડનો જોરદાર વિરોધ ચાલી રહ્યો છે. સંજય સિંહે કહ્યું ન હતું કે આવા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યો છે.
10- મનીષ સિસોદિયાને આજે બપોરે 2.00 વાગ્યા પછી રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ કોર્ટમાં રજૂ કરાયા હતા.