કટ્ટર ઇમાનદારને જામીન પણ મળી રહ્યા નથી, સંબિત પાત્રાએ સીએમ કેજરીવાલ પર કર્યો પ્રહાર

Delhi Excise Policy Case : ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને અરવિંદ કેજરીવાલના ED સમક્ષ હાજર ન થવા પર સવાલો ઉઠાવ્યા

Written by Ashish Goyal
November 02, 2023 14:47 IST
કટ્ટર ઇમાનદારને જામીન પણ મળી રહ્યા નથી, સંબિત પાત્રાએ સીએમ કેજરીવાલ પર કર્યો પ્રહાર
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા (ફોટોઃ ANI)

ED Summons Delhi CM Arvind Kejriwal : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થયા ન હતા. તેના બદલે તેમણે EDના સમન્સને ગેરકાયદેસર જાહેર કરતો પત્ર લખ્યો હતો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલના ED સમક્ષ હાજર ન થવા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેઓ એજન્સીના સવાલોથી કેમ ભાગી રહ્યા છે? આ દરમિયાન સંબિત પાત્રાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ કટ્ટર ઈમાનદાર નથી, તેથી જ તેમને જામીન પણ મળતા નથી.

સંબિત પાત્રાએ શું કહ્યું?

બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ અરવિંદ કેજરીવાલના ED સમક્ષ હાજર ન થવા પર અનેક સવાલો ઉઠાવ્યા છે. બીજેપી પ્રવક્તાએ કહ્યુ કે આજે અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા માંગતા નથી અને એક પત્ર લખીને પૂછે છે કે તેમને કઈ હેસિયતથી બોલાવવામાં આવ્યા છે. હું આનો જવાબ આપું છું, EDએ તમને ભ્રષ્ટાચારનો સાગર અને ભ્રષ્ટાચારનો સ્ત્રોત માનીને બોલાવ્યા છે.

આ પણ વાંચો – કેજરીવાલ જેલ જશે તો કોણ સંભાળશે દિલ્હી? AAP સામે આ રહેશે સૌથી મોટી ચેલેન્જ

સંબિત પાત્રાએ વધુમાં કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દારૂના કૌભાંડમાં 338 કરોડ રૂપિયાની મની ટ્રેલ સામે આવી છે તો જનતાને બતાવવું પડશે કે અરવિંદ કેજરીવાલની તપાસ કેમ ન થવી જોઇએ? 338 કરોડ રૂપિયા ફક્ત એક શરૂઆતનો ભાગ છે, ભ્રષ્ટાચાર તેના કરતા ઘણો વધારે છે.

સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરીને શું કહ્યું?

સંબિત પાત્રાએ મનીષ સિસોદિયાને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. બીજેપી પ્રવક્તાએ કહ્યું કે 3 દિવસ પહેલા મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતી વખતે સુપ્રીમ કોર્ટે જે પ્રકારની ટિપ્પણીનો ઉપયોગ કર્યો હતો, તે રીતે સુપ્રીમ કોર્ટે સાબિત કર્યું છે કે લગભગ 380 કરોડ રૂપિયાની મની ટ્રેલ સ્થાપિત થાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ