આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ઝટકો, 5 દિવસ ઇડીની કસ્ટડીમાં રહેશે

Sanjay Singh ED custody : આમ આદમી પાર્ટીએ ગુરુવારે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સંજય સિંહની ધરપકડ કરીને તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જો તેમની પાસે સંજય સિંહ વિરુદ્ધ કોઇપણ હોય તો તેને જાહેર કરે

Sanjay Singh ED custody : આમ આદમી પાર્ટીએ ગુરુવારે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સંજય સિંહની ધરપકડ કરીને તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જો તેમની પાસે સંજય સિંહ વિરુદ્ધ કોઇપણ હોય તો તેને જાહેર કરે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Delhi excise policy case | Sanjay Singh

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ (તસવીર - અનિલ શર્મા, એક્સપ્રેસ)

Delhi excise policy case : દિલ્હી એકસાઇઝ કસ્ટડી મામલે દિલ્હીની રાઉજ રેવન્યૂ કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને પાંચ દિવસની ઇડી કસ્ટડીમાં મોકલી દીધા છે. સંજય સિંહ હવે 10 ઓક્ટોબર સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે. ઈડીએ સંજય સિંહની પૂછપરછ માટે કોર્ટ પાસે 10 દિવસની કસ્ટડી માંગી હતી. કોર્ટેના નિર્ણય પર મીડિયાએ સંજય સિંહને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી અદાણીના નોકર છે અને અમે અદાણીના નોકરથી ડરતા નથી. જેટલા અત્યાચાર કરવાના છે કરો કોઇ વાંધો નહીં. તમામ આરોપો ખોટા છે.

Advertisment

આમ આદમી પાર્ટી (આપ)એ ગુરુવારે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સંજય સિંહની ધરપકડ કરીને તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જો તેમની પાસે સંજય સિંહ વિરુદ્ધ કોઇપણ હોય તો તેને જાહેર કરે. સંજય સિંહને 2021-22ના દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ તપાસના સંબંધમાં બુધવારે ઈડીએ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી, દિલ્હીના બીજેપી ચીફનો દાવો- આગામી નંબર કેજરીવાલનો

કેજરીવાલ સરકારના મંત્રી આતિશીએ દાવો કર્યો હતો કે ઇડી અને સીબીઆઇના 500થી વધુ અધિકારીઓએ છેલ્લા 15 મહિનામાં આપના નેતાઓ સાથે જોડાયેલા વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા પરંતુ તેમની સામે એક પણ પુરાવા મળ્યા નથી

Advertisment

આતિશીએ કહ્યું કે તેઓએ મનીષ સિસોદિયાના નિવાસસ્થાન, ઓફિસ અને અન્ય ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા, પરંતુ તેમને એકપણ પૈસાના ભ્રષ્ટાચારના પુરાવા મળ્યા ન હતા અને હવે સંજય સિંહને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇડીના અધિકારીઓએ સંજય સિંહના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા પરંતુ તેમને કંઇ મળ્યું ન હતું. તેમણે સંજય સિંહની ધરપકડ કરી કારણ કે તેમણે સતત કેન્દ્રના ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.

દિલ્હી દેશ આપ