અરવિંદ કેજરીવાલને ED એ છઠ્ઠુ સમન્સ પાઠવ્યું, 19 ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ

Arvind Kejriwal : આ પહેલા પણ ઘણા સમન્સ સીએમ અરવિંદ કેજરીવાલ પાસે ગયા છે પરંતુ તે સમન્સને તેમણે ગેરકાયદે ગણાવ્યા હતા.

Arvind Kejriwal : આ પહેલા પણ ઘણા સમન્સ સીએમ અરવિંદ કેજરીવાલ પાસે ગયા છે પરંતુ તે સમન્સને તેમણે ગેરકાયદે ગણાવ્યા હતા.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Delhi CM Arvind Kejriwal, Delhi CM, Arvind Kejriwal

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (તસવીર - આપ ટ્વિટર સ્ક્રીનગ્રેબ)

Arvind Kejriwal ED Summons : દારૂ કૌભાંડમાં ઇડી દ્વારા સીએમ અરવિંદ કેજરીવાલને છઠ્ઠુ સમન્સ પાઠવવામાં આવ્યું છે. સીએમને 19 ફેબ્રુઆરીએ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા પણ ઘણા સમન્સ સીએમ પાસે ગયા છે પરંતુ તે સમન્સને તેમણે ગેરકાયદે ગણાવ્યા હતા. આ જ કારણોસર તેઓએ એક પણ વાર તપાસમાં સહકાર આપ્યો ન હતો. પરંતુ આ વખતે જે સમન્સ આપવામાં આવ્યું છે. તેને કોર્ટની સુરક્ષા મળેલી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સીએમ કેજરીવાલે તપાસ માટે હાજર થવું પડશે.

Advertisment

ધરપકડની તલવાર તેમના પર લટકી રહી છે

હવે સવાલ એ જ છે કે અરવિંદ કેજરીવાલ આ વખતે ઇડી સમક્ષ હાજર થશે કે નહીં? નિષ્ણાંતોનું માનવું છે કે ધરપકડની તલવાર તેમના પર લટકી રહી છે. આનું કારણ એ છે કે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં સીએમનું નામ છે અને દાવો કરવામાં આવ્યો છે કે એજન્સી પાસે પૂરતા પુરાવા છે. આવી સ્થિતિમાં જો સીએમ અરવિંદ કેજરીવાલ હાજર ન થાય તો તપાસ એજન્સી તેમની ધરપકડ કરી શકે છે.

હેમંત સોરેનની થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પણ થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ઝારખંડના સીએમ પણ હતા, તેમની સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા અને તેમની સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં જો આ રીતે તપાસ ચાલુ રહેશે તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો પડકાર વધી શકે છે.

આ પણ વાંચો - ભાજપે ગુજરાતમાંથી જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા

Advertisment

એ સમજવું જરૂરી છે કે ઇડીની જે ચાર્જશીટ સામે આવી છે તેમાં એક વખત નહીં ઘણી વખત અરવિંદ કેજરીવાલ કેક નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ નામ એટલા માટે છે કારણ કે તપાસ એજન્સીને ખબર પડી છે કે જે સમયે દિલ્હીની નવી દારૂ નીતિ તૈયાર કરવામાં આવી રહી હતી, તે સમયે કેજરીવાલનો સંપર્ક દરેક વ્યક્તિ સાથે હતો જે હાલ આ કૌભાંડમાં ફસાયેલા છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના નેતા કે.કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમના વતી સીએમનું નામ પણ લેવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કવિતા, મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ વચ્ચે રાજકીય સમજ ચાલી રહી છે.

અરવિંદ કેજરીવાલ દિલ્હી દેશ