દિલ્હી હાઈકોર્ટ : પત્નીના પિતરાઈ ભાઈને બળાત્કારના કેસમાં ફસાવવા ઘડ્યું કાવતરું, પત્ની કોર્ટમાં ફરી ગઈ, પતિને જ મળી સજા

Crime News : દિલ્હી હાઈકોર્ટમાં પતિએ પત્નીના પિતરાઈ ભાઈ પર પત્ની પર બળાત્કાર કર્યા હોવાની નોંધાવેલી ફરિયાદનો કેસ આવ્યો, જાણો કોર્ટે શું કહ્યું.

Written by Kiran Mehta
January 26, 2024 16:30 IST
દિલ્હી હાઈકોર્ટ : પત્નીના પિતરાઈ ભાઈને બળાત્કારના કેસમાં ફસાવવા ઘડ્યું કાવતરું, પત્ની કોર્ટમાં ફરી ગઈ, પતિને જ મળી સજા
દિલ્હી હાઈકોર્ટ (પ્રતિકાત્મક તસવીર)

દિલ્હી હાઈકોર્ટ માં પોતાની પત્ની પર બળાત્કારનો ખોટો આરોપ લગાવનાર વ્યક્તિના કેસને જજે ફગાવી દીધો અને પતિ પર જ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. આ કેસમાં ખાસ વાત એ છે કે, તેની પત્નીએ પોતાના પર કોઈ પણ પ્રકારનો બળાત્કાર કર્યાનો ઈન્કાર કર્યો છે. જસ્ટિસ અનુપ કુમાર મેંદિરત્તાની સિંગલ બેન્ચે આ કેસને ફગાવી દેતા કહ્યું કે, આવા કેસ કોર્ટ પર બોજ બની જાય છે.

પતિએ એફઆઈઆર નોંધવાની સૂચના માંગી હતી

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, આ માત્ર પત્ની માટે જ નહીં પરંતુ, તે પુરુષ માટે પણ દુઃખદ છે, જે નિર્દોષ હોવા છતાં તેને ફસાવવામાં આવી રહ્યો છે. પોતાની ફરિયાદમાં પતિએ પત્નીના પિતરાઈ ભાઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેણે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટના બે આદેશોને પડકાર્યા હતા. બંને અદાલતોએ સીઆરપીસીની કલમ 156 (3) હેઠળ પિતરાઈ ભાઈ સામે એફઆઈઆર નોંધવાનો નિર્દેશ કરવાનો ઇનકાર કર્યો હતો.

Delhi High Court
દિલ્હી હાઈકોર્ટ (એક્સપ્રેસ ફોટો)

પોલીસ રિપોર્ટમાં પત્નીએ ઘટનાને નકારી કાઢી હતી

પતિએ દાવો કર્યો હતો કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટે રિપોર્ટ દાખલ કરવાની સૂચના ન આપી તે યોગ્ય નિર્ણય નથી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, પોલીસ એક્શન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પત્નીની કોઈ ફરિયાદ નથી અને તેણે બળાત્કારની ઘટનાનો ઈન્કાર કર્યો છે.

આ પણ વાંચો – Crime News : જૂનાગઢ કસ્ટોડિયલ ડેથ! પોલીસ ટોર્ચર બાદ મોત, આરોપી પીએસઆઈ ફરાર

પતિએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પત્નીએ લગ્નના થોડા દિવસો બાદ ખુલાસો કર્યો હતો કે, તેના પિતરાઈ ભાઈએ તેની સાથે બળાત્કાર કર્યો હતો અને તેની માતાએ તેને ચેતવણી આપી હતી કે, તે આ વાત કોઈને ન કહે.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2023 માં અમદાવાદમાં એક રેપનો કેસ આવ્યો હતો, જેમાં અમદાવાદના બોપલમાં એકલી રહેતી યુવતી સાથે ગેંગ રેપ અને લૂંટની ગંભીર ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ પીડિતાની ઉંમર 30 વર્ષની છે અને તે બોપલ વિસ્તારમાં ફ્લેટ રાખી એકલી રહે છે. આ જ વિસ્તારમાં સિક્યુરિટીની નોકરી કરતા યુવકોને એક ફ્લેટમાં યુવતી એકલી રહે છે તેની ખબર હતી. આ પાંચેય નરાધમોએ યુવતીના ફ્લેટ પર જઇ ડોરબેલ વગાડી અને દરવાજો ખુલતા જ અંદર ઘુસી ગયા. ત્યારબાદ પાંચેય યુવતી સાથે ગેંગરેપ કર્યો અને લૂંટ ચલાવી ફરાર થઇ ગયા. આ પાંચય નરાધમો બોપલ અને ઘાટલોડિયા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા, પોલીસે પાંચેયને દબોચી લીધા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ