/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/bus-fire.jpg)
ગુરુગ્રામના સિગ્નેચર ટાવર ફ્લાયઓવર પર બસમાં આગ લાગી હતી (સ્ક્રીનગ્રેબ)
Delhi Jaipur Bus Fire : રાજસ્થાનના જયપુરથી દિલ્હી આવી રહેલી એક સ્લીપર બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 10-12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના ગુરુગ્રામના સિગ્નેચર ટાવર ફ્લાયઓવર પર બની હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસ ખરાબ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે જયપુરથી દિલ્હી સ્લીપર બસ ગુરુગ્રામના સિગ્નેચર ટાવર ફ્લાયઓવર પર પહોંચી ત્યારે બસમાંથી આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. બસમાં બૂમાબૂમ મચી ગઈ હતી. બસમાં ઘણા બધા મુસાફરો હતા. બસમાં લાગેલી આગ જોઇને તરત જ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ બસમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો. બસમાં આગ લાગવાના કારણે બે લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે જ્યારે 10-12 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો - નિશિકાંત દુબેનો દાવો – મહુઆ મોઇત્રા સામે લોકપાલે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા
જણાવવામાં આવી રહ્યું છે કે આ બસમાં આગ ત્યારે લાગી ત્યારે ઘણા મુસાફરો હતા. આ વોલ્વો બસ હતી તેથી બધા મુસાફરો આરામમાં હતા, કોઈને ખ્યાલ ન હતો કે બસમાં આ રીતે આગ લાગશે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આખી બસ બળીને ખાખ થઈ ગઈ છે અને ઘણા લોકો ખરાબ રીતે દાઝી ગયા છે.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોની હાલત ગંભીર છે. આગ એટલી ભયાનક હતી કે મુસાફરોને બસમાંથી બહાર નીકળવાનો મોકો પણ મળ્યો ન હતો. ઘણા ઇજાગ્રસ્તોને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us