/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/b-praak-delhi-kalkaji-temple-mata-jagran-program-.jpg)
દિલ્હીમાં કાલકાજી મંદિરમાં બી પ્રાકના ભજન કાર્યક્રમ દરમિયાન સ્ટેજ તૂટવાની ગંભીર ઘટના બની છે. (Photo - @bpraak / Social Media)
Delhi Kalkaji Temple Mata Jagran Incident : દિલ્હીમાં પ્રસિદ્ઘ કાલકાજી મંદિરમાં જાગરણ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ તૂટવાની એક ગંભીર ઘટના બની છે. આ જાગરણ કાર્યક્રમ દરમિયાન મોડી રાત્રે સ્ટેજ તૂટી પડતાં એક મહિલાનું મોત થયું હતું અને લગભગ 17 લોકો ઘાયલ થયા હતા. ઘટના સમયે દોઢ હજારથી વધુ લોકો ઘટના સ્થળે હાજર હતા. સ્ટેજ પર પ્રખ્યાત ગાયક બી પ્રાક પણ હાજર હતા, જો કે તેઓ સુરક્ષિત છે.
આ કાર્યક્રમમાં હાજર શ્રોતાઓ તેમની વધુ નજીક જવા માંગતા હતા. આ કારણે સ્ટેજ પર તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા અને તે તૂટી પડ્યુ. આ અકસ્માત શનિવારે મોડી રાત્રે (27-28 જાન્યુઆરી 2024) થયો હતો.
#Kalkaji Temple incident: One dead, 17 injured..A Mata Jagran at Mahant Parishar, Kalkaji Mandir was organised. There was no permission granted for holding the event by the South-East district police, but they have deployed their police personnel to maintain law and order. pic.twitter.com/hnssh6TZIa
— Mahender Singh Manral (@mahendermanral) January 28, 2024
દિલ્હીના કાલકાજી મંદિરમાં બી પ્રાકનો ભજન કાર્યક્રમ યોજાયો
દિલ્હીના કાલકાજી મંદિરના પરિસરમાં શનિવારે રાત્રે માતાજીના જાગરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન લાકડા અને લોખંડની ફ્રેમ વડે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થયા બાદ મોડી રાત્રે સ્ટેજ અચાનક ધ્રૂજવા લાગ્યું અને થોડી જ સેકન્ડોમાં તે તૂટી ધારાશાયી થઇ ગયુ.
એવું માનવામાં આવે છે કે સ્ટેજ પર ક્ષમતા કરતા વધુ લોકો બેઠા હતા. આ કારણે સ્ટેજ તૂટ્યુ પડ્યુ. સ્ટેજ તૂટતાની સાથે જ તેના પર બેઠેલા તમામ લોકો એક બીજાની ઉપર પડવા લાગ્યા. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/orry-with-Karan-Jahor-34.jpg)
કાલકાજી મંદિર ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ
દિલ્હી પોલીસનું કહેવું છે કે આયોજકોએ આ કાર્યક્રમ માટે પરવાનગી લીધી ન હતી. આટલી મોટી ગંભીર ઘટના બની હોવાની કોઈ માહિતી આપી ન હતી. જેના કારણે સ્થળ પર સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. હાલ પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
STORY | 1 dead, 17 injured as stage collapses at Delhi's Kalkaji temple
READ: https://t.co/DIBWXKyDTG
VIDEO:
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/bo1fm3immb— Press Trust of India (@PTI_News) January 28, 2024
આ પણ વાંચો | જ્ઞાનવાપી : શિવાજી બચીને નીકળી જતા ઔરંગઝેબ ગુસ્સે ભરાયો, હિંદુ મંદિરો તોડવાનો આદેશ કર્યો
કડકડતી ઠંડી વચ્ચે આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને 17 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના સમયે ત્યાં 1500 થી વધુ લોકો હાજર હતા. બૂમો પાડતા લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે તૈનાત પોલીસકર્મીઓ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. જેમાંથી ઘણાની હાલત નાજુક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us